SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 45 L ܀܀ (જ્ઞાનધારા) એની પુષ્ટિ માટેની બીજી ચાર ભાવનાઓ. જે વિષયોનું વારંવાર અનુચિંતન કરવામાં આવે તો એનાથી મન પ્રભાવિત થાય છે. આવા પુનઃ પુન: repeatative) ચિંતનને ભાવના કહેવામાં આવે છે. આનાથી મન પર સંસ્કારનું નિર્માણ થાય છે. આ ગ્રંથમાં બાર શાશ્વત અથવા વૈકાલિક સત્યો પર વિવેચન છે. આ બાર સત્યો એ જ બાર અનુપ્રેક્ષાના વિષયો છે, જે ક્રમશઃ આ પ્રમાણે છે - અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્ય, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, લોકપ્રકાશ અને બોધિદુર્લભ. આ પ્રત્યેક અનુપ્રેક્ષા પર આચાર્યશ્રીએ અત્યંત ઊંડાણપૂર્વક વિવેચન કર્યું છે અને અનેક ચિંતનબિંદુઓ ઉદ્ઘાટિત કર્યાં છે. અનિત્ય અનુપ્રેક્ષા માટે તેઓ લખે છે કે જે વ્યક્તિની શરીરની, સંબંધોની, ધન-વૈભવની આદિની અનિત્યતાની ભાવના પુષ્ટ થઈ જાય છે એ ક્યારેય પણ - કોઈ પણ સંયોગોમાં કોઈ પણ બનાવ ઘટના – વાતથી વિચલિત નહીં થાય. એ ઘટનાને જાણશે પણ ભોગવશે નહીં, એનાથી સુખી કે દુ:ખી નહીં થાય. આવી જ રીતે બારેબાર ભાવનાઓ અને મૈત્રી-પ્રમોદ-કરુણા-મધ્યસ્થ આદિ ચાર ભાવનાઓને જેણે આત્મસાત કરી છે તે જીવનમાં પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક સંયોગોમાં -આનંદમાં રહી શકશે - આ વાતને તેઓ એક સચોટ દષ્ટાંત દ્વારા સમજાવે છે. અનુપ્રેક્ષાની ભાવનાઓ મનુષ્યના જીવનમાં વિવેક જગાડે છે. કષાયો રાગદ્વેષને ઉપશાંત બનાવે છે. દુર્લભ મનુષ્યભવને સફળ બનાવવાની પ્રેરણા આપે છે અને સંસારમાં સ્વર્ગ ઉતારે છે. આના સંદર્ભમાં આપણે બે ચિત્રો જોઈએ. એક માણસ યુવાન છે, તંદુરસ્ત છે, ભણેલો છે. સારા પગારની નોકરી મળી છે. પ્રેમાળ પત્ની અને સમજુ બાળકો પણ છે. એ સવારે ઊઠે ત્યાં સુધી એની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે ઘરના બધા સાવચેત રહે છે. ઊઠતાંની સાથે છાપું, બાથરૂમ આદિ પર એનો પ્રથમ હક હોય છે. એનો નાસ્તાનો, ચાનો, તૈયાર થવાનો બધાનો સમય સાચવી લેવામાં આવે છે. બધી બાબતોમાં એને પ્રાથમિકતા મળે છે. ઑફિસે જવા નીકળે એટલે એના હાથમાં ઑફિસની બૅગ, રૂમાલ, મોટરની ચાવી આદિ હાજર જ હોય છે. ઑફિસેથી પાછો આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર હોય છે. ટીવી પર એની પસંદગીની ચૅનલ શરૂ થાય છે. સમયસર ‘ડીનર’ તૈયાર થઈ જાય છે. આમ દરેક બાબતમાં ઘરના માલિકની દરેક જરૂરિયાતોનું ઘરના દરેક સભ્ય ચીવટાઈપૂર્વક ધ્યાન રાખે છે. ZE હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું હવે બીજું ચિત્ર : વર્ષો વીતી જાય છે, એની યુવાની જતી રહે છે, નોકરીમાંથી પણ નિવૃત્ત થવું પડે છે. ઘેર બેસવાનો વારો આવે છે ! હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. સમીકરણો બદલાઈ ગયાં છે. પુત્રો કમાતા થઈ ગયા છે. પૌત્રો શાળાએ જતા થઈ ગયા છે. રાત્રે ટીવીની છેલ્લી સિરિયલ જોઈ મોડેથી સૂઈ જનારી અને સવારે મોડેથી ઊઠનારી પુત્રવધૂઓ રઘવાઈ થઈ પતિ અને સંતાનોનો સમય સાચવવામાં પડી છે. વૃદ્ધ પત્ની બીમાર રહે છે. ત્યારે નિવૃત્ત થયેલો, એક વખતના કમાતા-ધમાતા ઘરના માલિકની શી દશા થાય છે ? સવારે ચા માગે તો પુત્રવધૂ કહેશે, ‘અત્યારે તમારે માટે ચા બનવવાનો સમય ક્યાં છે ? તમારા પુત્રને ઑફિસે જવાનો અને છોકરાંઓને શાળાએ જવાનો સમય અમારે સાચવવાનો છે; જ્યારે પરવારીશ ત્યારે ચા બનશે.” દાદાજી બાથરૂમમાં જવા જાય ત્યાં નાનો પૌત્ર એની પહેલાં બાથરૂમમાં ઘૂસી જઈ કહેશે કે, “દાદાજી ! મને શાળાએ જવાનું મોડું થાય છે, તમારે ક્યાં કશે જવાનું છે ?'' છાપું માગશે તો જવાબ મળશે કે એ તો તમારા પુત્ર વાંચે છે, તમે પછી વાંચજો. જે-જે કામો માટે એને પ્રાથમિકતા મળતી એ બધામાં હવે એને કોઈ દાદ નથી આપતું, કોઈ ગણકારતું નથી, અવગણના કરે છે. આખા દિવસમાં કોઇને એની પાસે બેસીને વાત કરવાની ફુરસદ નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ વૃદ્ધ પાસે બે વિકલ્પો હોય છે (૧) પ્રથમ વિકલ્પ એવા માણસનું છે જેણે જિંદગીમાં ક્યારેય સત્સંગ નથી કર્યો, સાંચન નથી કર્યું અને અનુપ્રેક્ષાની ભાવનાઓ સમજવાનો પ્રયત્ન નથી કર્યો. પરિસ્થિતિ સાથે બદલાવાનું નથી શીખ્યો. એ વૃધ્ધ આવી અવગણના સહન નથી કરી શકતો. આખો દિવસ બળાપો કાઢચા કરે છે, “અરે, આખી જિંદગી તમારા માટે વૈતરું કર્યું તેનો આવો બદલો આપો છો ?'' કડવાં વેણ કહી સમસ્ત ઘરનું વાતાવરણ કડવું ઝેર જેવું કરી નાખે છે. સ્વયં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રહી પાપકર્મ બાંધે છે. અશાંત વાતાવરણમાં દુ:ખી થઈ જાય છે જેથી તનથી અને મનથી ભાંગી જાય છે. જીવનમાં ઘોર નિરાશા, હતાશા, માનસિક સંતાપ અને દુ:ખનો અનુભવ કરે છે. (૨) આનાથી વિપરીત એક માણસે જીવનમાં સત્સંગ, સહવાંચન અને અનુપ્રેક્ષાની ભાવનાઓથી મનને ભાવિત કર્યું છે. ઉપર જણાવેલી પરિસ્થિતિમાં એના વિચાર, વાણી અને વર્તણૂક કેવાં હશે ? સવારે ઉઠતાંવેંત ચા ન મળે તો એ વિચારે Go 45 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy