SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ E I ܀܀ જ્ઞાનધારા છે કે બરાબર છે, આખી જિંદગી તો નવકારશી વગેરે તપ નથી કર્યું. હવે અનાયાસે સમય અને તક મળ્યાં છે. પુત્રવધૂને કહેશે, ‘કંઈ વાંધો નહીં બેટા! હવેથી હું નવકારશી કરીશ. એટલે બધાં કામોથી પરવારી પછી જ મારા માટે ચા બનાવજો.' સવારે એક લોટો પાણી પીવાથી પેટ પણ સાફ થઈ જશે. એ વિચારે છે કે સવારે એક સામાયિક કરીશ પછી આરામથી છાપું વાંચીશ. આવી નિરાંત તો જીવનમાં ક્યારેય મળી નથી. એક પછી એક અનુપ્રેક્ષાની ભાવનાઓ યાદ કરી આનંદમાં રહે છે. એ સમજે છે આ બધા સંબંધો અનિત્ય છે. સંસારનો આ નિયમ છે કે સ્વાર્થ વગર કોઈ કોઈનું થતું નથી. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ સિવાય અન્ય કોઈ શરણ નથી. સૌથી વધુ તે એકત્વ ભાવનામાં આનંદોલ્લાસની લહેરમાં મસ્ત બની રહે છે. બે મળે ત્યાં વિવાદ-કંકાસ થવાનો જ. મને તો અનાયાસે એકત્વ ભાવનામાં ભાવવાનો અમૂલ્ય અવસર મળ્યો છે.'' એ જાણે છે કે એકલતા (Loneliness) એ ઠોકી બેસાડેલી દુ:ખદ પરિસ્થિતિ છે, પણ એકત્વ (Solitariness) તો જીવનનું અમૃત છે એટલે એને એકલતા સાલતી નથી, પણ એકત્વમાં આનંદ છે. (loneliness is thrust upon you while solitariness is what you seek) દુનિયાની બધી ભૌતિક ચીજો અને દુન્યવી સંબંધોને એ પોતાનાથી - પોતાના આત્માથી ભિન્ન માનીને અન્યત્વ ભાવના ભાવે છે. આ જ પ્રમાણે અશુદ્ધિ આદિ અન્ય ભાવનાઓ ભાવતા ભાવતા એ પોતાનો માનવજન્મ સફળ કરે છે. આમ આચાર્ય મહાપ્રજ્ઞ જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોને પ્રાયોગિક રૂપ આપી સફળ અને શાંત જીવન જીવવાની વાત આ ગ્રંથમાં કરે છે. ૧ ܞܞܞ ......(સર્જકની વિચારસૃષ્ટિ ******* ઈસ્ટોપદેશ ઃ આચાર્ય દેવબંધ્ધિની વિચારસૃષ્ટિ - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા અમદાવાદસ્થિત ડૉ. પૂર્ણિમાબહેન ગુજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યપન કેન્દ્ર સાથે સંકળાયેલાં છે. જૈન સેમિનાર્સમાં ભાગ લે છે. પૂજ્યપાદના નામે જાણીતા આચાર્ય દેવનંદિની એક વિશિષ્ટ રચના છે ઈટોપદે ! આ ગ્રંથમાં ૫૧ શ્લોકો છે. અધ્યાત્મમાર્ગના સાધકો માટે ભોમિયાની માર્ગદર્શકની ગરજ સારે તેવો આ ઇષ્ટોપદેશ ગ્રંથ સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો છે. પૂજ્યપાદ દેવનંદિ કર્ણાટક દેશમાં વિક્રમની ૬ઠ્ઠી શતાબ્દીમાં થયેલા હોવાના પ્રમાણો વિદ્વોનોએ સ્વીકાર્યા છે. જોકે નિશ્ચિમ સમય માટે વિદ્વાનોમાં મતભેદો છે. સામાન્ય રીતે ગ્રંથકર્તા પોતાના ગ્રંથના અંતે પ્રશસ્તિ, ઉપસંહાર કે સમાપન કરતા શ્લોકોમાં રચના-વર્ષ, સ્થાન, નિમિત્ત વગેરેનો ઉલ્લેખ પ્રગટ કે અપ્રગટપણે કરતા હોય છે. ક્યારેક રૂપકાત્મક ભાષાનો પ્રયોગ કરીને પણ રચના-વર્ષનો ચોક્કસ નિર્દેશ કરે છે. પણ દેવનંદિ આચાર્યની કોઈ રચનામાં આવા ઉલ્લેખો મળતા નથી. કન્નડ ભાષામાં લખાયેલા ‘પૂજ્યપાદ રચિત’ અને ‘રાજાવલીક્શે’ નામના ગ્રંથોમાં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ અને માતાનું નામ શ્રીંદવી ઉલ્લેખિત છે. તેઓનો જન્મ કર્ણાટકના કોલંગલ ગામમાં થયો હતો. દેવનંદિ આચાર્ય દિગબંર પરંપરાના મૂલસંઘની શાખા નંદિસંઘના પ્રમુખ પ્રતિભાવાન આચાર્ય હતા. તેઓશ્રીની પ્રતિભા તાર્કિક, મહાન ચિંતક તથા કઠોર તપસ્વીના રૂપમાં જાણીતી હતી. શ્રવણ બેલગોલાના ઉપલબ્ધ શિલાલેખોમાં એમને આચાર્ય સમન્તભદ્ર પછી અને તેમના અનુયાયી તરીકે બતાવાયા છે. દેવનંદિએ સ્વયં પણ પોતાની રચના જૈનેન્દ્ર વ્યાકરણામાં ‘ચતુષ્ટયં સમન્ત મત્સ્ય' . ૯૨ Dr
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy