SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 44 L ܀܀ * જ્ઞાનધારા કહ્યું, ‘ગુરુદેવ ! પ્રશાસક બહુ મળશે પણ મહાપ્રજ્ઞજી જેવા વિદ્વાન, પ્રજ્ઞાવાન અને વિલક્ષણ બુદ્ધિમાન નહીં મળે.'' ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીના નિમિત્તે સાહૂ શાંતિપ્રસાદ જૈનના નિવાસસ્થાન પર ગુરુદેવ તુલસી અને મહાપ્રજ્ઞાજીના સાન્નિધ્યમાં સાહિત્યકારની ગોષ્ઠી ચાલતી હતી. એમાં રાષ્ટ્રકવિ દિનકર, જૈનેન્દ્રકુમાર, ડૉ. વિજયેન્દ્ર સ્નાતક, યશપાલ જૈન, કનૈયાલાલ મિશ્ર ‘પ્રભાકર’ વગેરે વિદ્વાનો ઉપસ્થિત હતા.આ વખતે ગહન વિચારોનું સંસ્કારી સાહિત્ય આપવા માટે પ્રભાકરજીએ મહાપ્રજ્ઞજીને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા. આચાર્ય મહાપ્રજ્ઞજીની ચિર વિદાય વેળાએ ‘ગુજરાત સમાચાર’માં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ લખ્યું છે ‘આચાર્યશ્રી તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુશિષ્યની અનુપમ જોડીએ તેરાપંથ સમાજમાં પ્રચર્ડ ક્રાંતિ કરી, આજથી આઠ વર્ષ પહેલાં આ સમાજ પાસે પુસ્તકરૂપે સંપ્રદાયની આચાર-સંહિતાની નાની, ફાટેલી-તૂટેલી પુસ્તિકા હતી. એમાંથી આ ગુરુ-શિષ્યએ જ્ઞાનનું એવું પ્રચંડ આંદોલન જગાડયું કે આજે એકમાત્ર આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખેલાં અઢીસો પુસ્તકો મળે છે. ‘‘ભગવાન મહાવીર વિશે એમણે જેટલા ગ્રંથોની રચના કરી તેટલા ગ્રંથો આજ સુધી કોઈએ રચ્યા નથી. આજે છવ્વીસસો વર્ષે પણ ભગવાન મહાવીર વિશેષ પ્રસ્તુત છે એની એમણે વાત કરી.' “જૈન આગમો પર સાંપ્રદાયિક સંકીર્ણતા તજીને વ્યાપક દૃષ્ટિએ ભાષ્યની રચના કરી. અન્યત્ર એવું ન હોય, તેવી ગાથાઓ કાઢી નાખવામાં આવતી અથવા તેનો મારી-મચડીને અન્ય અર્થ કરવામાં આવતો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞજીએ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સૂત્રકૃતાંગ જેવાં બાર આગમો પર વિસ્તૃત ભાષ્ય લખ્યું જેનાથી એમણે પૂ. અભયદેવસૂરિ, શીલાંકસૂરિ શંકરાચાર્ય અને વાચસ્પતિ મિશ્ર જેવા ભાષ્યકારોની કોટિમાં સ્થાન મેળવ્યું. '' “ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને આચાર્ય મહાપ્રજ્ઞજીની ગોષ્ઠિ વિજ્ઞાન અને આધ્યાત્મના મધુર મિલન જેવી લાગતી હતી.’’ ૨૦૦૩ની ૧૫મી ઑક્ટોબરે સુરતમાં ધર્મગુરુઓના સંમેલનમાં આ બંને મહાનુભાવોનો પ્રથમ મેળાપ થયો. એમણે સુરતમાં સંયુક્તરૂપે આધ્યાત્મિક ઘોષણા કરી અને એને માટે ‘ફ્યુરેક’ નામની સંસ્થાની સ્થાપના કરી. એટલું જ નહીં પણ એ.પી.જે. ૮૭ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું અબ્દુલ કલામ સાથે મળીને એમણે “ધ ફેમિલી ઍન્ડ ધ નેશન' નામના ગ્રંથની રચના કરી. આત્મા અને વિજ્ઞાન બંને સામસામે છેડે હોવાની વાતનો વિરોધ કર્યો. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એમની વચ્ચે કશો વિરોધ નથી. વર્તમાન યુગની માનવીય સમસ્યાઓના ઉકેલ માટે બંનેનું સાયુજ્ય અનિવાર્ય છે.’ આચાર્ય મહાપ્રજ્ઞજીની ૮૯મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં જૈન વિદ્વાન અને સાહિત્યકાર શ્રી ગુણવંત બરવાળિયા ‘ગુંજન’ લખે છે કે, “આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીનાં લખાણો કે પ્રવચનોમાં ઉચ્ચસ્તરીય વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનની લગીર ન્યૂનતા કે અભાવ નથી. વળી સાથેસાથે પ્રાથમિક જ્ઞાનની હાજરીનીચ નોંધ લેવી પડે. તેમનું જીવન અને કવન નિશ્ચયને સ્પર્શ કરી વહેવારના શિખર પર વિવેકની ધ્વજા લહેરાવે છે. ‘‘તેઓશ્રીએ સેંકડો પુસ્તકોના વિશાળ સાહિત્ય સર્જન-સંપાદનમાં વિવિધ વિષયોની છણાવટ કરી પેતાની સર્જક પ્રતિભાના આપણને દર્શન કરાવ્યાં છે, જેમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવી આત્મકર્તૃત્વના અચલ સનાતન નિયમોનું વ્યાવહારિક સંકલન કર્યું છે. ‘સંબોધિક' પુસ્તક જૈન ધર્મની ગીતા કહી શકાય એવું દિવ્ય સર્જન છે. “ધર્મનો આધાર જીવન છે અને દર્શનનો આધાર સાહિત્ય છે. સાંપ્રત સ્થિતિમાં જીવનગત, આત્મગત, વ્યક્તિગત કે સમૂહગત તથ્યોને સાહિત્યના માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય એ ઉક્તિને આચાર્ય મહાપ્રજ્ઞજીએ સર્જન દ્વારા ચરિતાર્થ કરી છે.’’ ગ્રંથ દર્શન : અમૂર્ત ચિંતન વિવિધ વિષયો પર પાંડિત્યપૂર્ણ શ્રુત સર્જન કરનારા આચાર્ય મહાપ્રજ્ઞનો એક અદ્વિતીય ગ્રંથ છે ‘અમૂર્ત્તચિંતન’. આનું સર્જન જ્યારે ‘યુવાચાર્ય મહાપ્રજ્ઞ’ હતા ત્યારે કરેલું.જૈન વિશ્વભારતી લાડનુંએ ૧૯૮૮માં પ્રકાશિત કરેલું. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અનેકાંત ભારતીએ અમદાવાદથી કર્યો હતો. અમૂર્ત તત્ત્વ શબ્દ, રુપ, ગંધ, રસ અને સ્પર્શથી જાણી શકાતું નથી. એ માત્ર ઇન્દ્રિયાતીત ચેતના વડે જ જાણી શકાય છે. આપણું જ્ઞાન મોટે ભાગે ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. ધર્મનું પ્રથમ બિંદુ છે અતીન્દ્રિય ચેતના. એના વગર ધર્મનું મૂલ્ય ન સમજાય. પુદ્ગલ રૂપી પદાર્થ છે, ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય છે, પણ એનાથી પરે જે ઇન્દ્રિયાતીત જ્ઞાન છે એના પર ધ્યાન અને ચિંતન કરવું એને અમૂર્ત ચિંતન કહેવાય છે. લગભગ ૩૦૦ પૃષ્ઠોના આ ગ્રંથનું હાર્દ છે અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને ૮૮ 44 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy