SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) ઉદઘાટિત કર્યા. મહાવીરના દર્શનની સાંપ્રત સંદર્ભોમાં - અહિંસા, પર્યાવરણ સુષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી. કુશળ સાહિત્યકાર મહપ્રજ્ઞજી એક સંવેદનશીલ કવિ પણ હતા. સંસ્કૃતના તો ઉત્કૃષ્ટ કવિ હતા. ‘સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેધકુમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જૈનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ‘ષભાયણ' પ્રથમ તીર્થંકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. મુનિ નથમલમાંથી આચાર્ય મહાપ્રજ્ઞ આવા મહાન દાર્શનિક, ચિંતક વૈજ્ઞાનિક, ત્યાગી, યોગીની અંતદષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ૧૯૬૮માં આચાર્યશ્રી તુલસીએ એમને ‘મહાપ્રજ્ઞ'નું અલંકરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાન-સાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દષ્ટિમાં મહાપ્રજ્ઞ અને કહી શકાય જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હોય. મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનો ત્રિવેણીસંગમ છે.” ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ‘યુવાચાર્ય મહપ્રજ્ઞ'નું સાહિત્ય ગુજરાતી ભાષામાં, અનેકાન્ત ભારતી પ્રકાશન’ (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યાં છે. ૧૯૮૯થી મહપ્રજ્ઞજી આંતરરાષ્ટ્રીય ભારતીય દર્શન કોંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય હતા. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખનીય કાર્યથી, ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને ‘જેન યોગના પુનરુધ્ધારક’ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય આચાર્ય તુલસીએ પોતાના આચાર્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજીનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો. વિદ્વાનોની નજરે આ પ્રસંગે જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે, “મુનિ શ્રી નથમલજી (આચાર્ય મહાપ્રજ્ઞ)ની સાથે મારો પરિચય બહુ જૂનો છે. અમે આપસમાં વાદ-વિવાદ પણ કર્યા છે. આ પ્રસંગોમાં એમનો વર્તાવ વિદ્વાન જનોચિત • ૮૫ સર્જકની વિચારસૃષ્ટિ) અને અદ્વિતીય હતો. મેં એમને હંમેશ પ્રસન્ન જ જોયા છે. વિનમ્રતા અને ગુરુ પ્રતિ સમર્પણ ભાવ એ એમની બે વિશેષતા છે. આચાર્ય તુલસીએ જૈન સમાજને ઘણું આપ્યું છે પણ મુનિ નથમલજી આચાર્ય મહાપ્રજ્ઞ બનીને એનાથી પણ વધારે કેવલ જૈન સમાજને જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજને આપશે એમાં કોઈ સંદેહ નથી.” આ પ્રસંગે શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પોતાની અભિવંદના વ્યક્ત કરતાં કહેલું છે, “મને એ જાણી પ્રસન્નતા થઈ છે કે આચાર્ય તુસલીજીએ મહાપ્રાજીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. મારી હજારો વંદના.” આવા આધ્યાત્મયોગી, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહપ્રજ્ઞ કોઈ વ્યક્તિ નહોતા, વિચાર હતા; એવો વિચાર કે જે ક્ષેત્ર અને કાળની સીમાઓમાં ક્યારેય બંધાતો નથી. તેઓ જ્ઞાનના જળાશય નહીં, સ્રોત હતા. જળાશયમાં દરેક વખતે સ્વચ્છ પાણીની પ્રાપ્તિ શક્ય નથી હોતી. એ શક્તિ તો ગહન સોતમાં જ હોય છે. આચાર્ય મહાપ્રજ્ઞ એક એવા સ્રોત હતા જે અસંખ્ય લોકોની તરસ ઉત્પન્ન પણ કરતા અને બુઝાવતા પણ હતા. પ્રસિદ્ધ સાહિત્કાર જૈનેન્દ્રકુમારે એમને એક “અનૂઠા અનાગ્રહી ચિંતક' તરીકે બિરદાવ્યા છે. ગુજરાતી જૈન અગ્રણી ડૉ. કુમારપાળ દેસાઈ એમને 'જ્ઞાન-દર્શન - ચારિત્રના ત્રિવેણીસંગમ માને છે અને કહે છે કે, “એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં એમના કાર્યની મહાનતા બોલતી હોય છે. મેં એમને નિકટથી જોયા છે. એમાં પણ સાહિત્યિક નિકટતા અધિક છે. મને લાગે છે કે એમની વાણી બોલતી વાણી છે. એમના સાહિત્યમાં દર્શનનું ઊંડાણ અને ભાવોનું ગાંભીર્ય છે. એમના સાહિત્યમાં બધી જગાએ સ્યાદ્વાદનું દર્શન થાય છે." જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ એમના ચિંતનને વૈશ્વિક અને અર્થઘટનને મૌલિક, માર્મિક અને માંગલિક ગણાવે છે. એકવાર ગુરૂદેવ તુલસીના સાન્નિધ્યમાં મહાપ્રજ્ઞ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અધ્યાપન કરાવી રહ્યા હતા. અનેક સાધુ-સાધ્વીઓ અને સમણીઓ આનો લાભ લઈ રહ્યા હતા. તત્ત્વાર્થસૂત્રનો અંગ્રેજી અનુવાદ કરનાર જૈન વિદ્વાન ડા. નથમલ ટાટિયા પણ રોજ એમાં ભાગ લેતા. એકવાર નયવાદનું પ્રકરણ ચાલી રહ્યું હતું. મહાપ્રા આ અઘરા વિષયની અનેક સમસ્યાઓનો સરલ ભાષામાં બોધ આપી રહ્યા હતા. ડૉ. ટાટિયાજી એમની પ્રજ્ઞાથી એટલા બધા પ્રભાવિત થયા અને કહ્યું, “મહાપ્રાઇ, હું તમને જૈન પરંપરાના આચાર્ય સિદ્ધસેન માનું છું.” અને ગુરુદેવ તુલસીને ઉદેશીને ૮૬
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy