SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 L (જ્ઞાનધારા શ્રુતધર્મ અંતર્ગત નવ સાર્વભૌમિક ક્રિયાશીલ તત્ત્વો છે. તેના પ્રકારો, છ પ્રકારના જીવંત જીવ અને ચાર પ્રકારની ગતી અસ્તિત્વ છે. નવ તત્ત્વોમાં પહેલું આત્મા છે. જૈન ધર્મ પ્રમાણે આત્મા એક એવું સત્ય છે કે જે સમજે છે, વિચારે છે અને અનુભવે છે. જીવમાં સૌથી દિવ્ય આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ ચારિત્ર છે. આત્મા એ પુનર્જન્મનો, ઉત્ક્રાંતિનો વિષય છે. પુનર્જન્મનો અથવા પુનઃ અવતરણનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત અનાત્માનો છે. જેમાં જીવ નથી તે અજીવ છે. અજીવના મેળાપ અને જુદાઈથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓ છે. જૈન ધર્મે આપેલ મહત્ત્વનો સિદ્ધાંત તે કર્મનો સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત કાર્મિક પુદ્ગલોનું આકર્ષણ (આશ્રવ) જેનાથી સુખનો અનુભવ થાય. ચોથો સિદ્ધાંત જીવનું કર્મ સાથે બંધન (બંધ) જેનાથી દુઃખનો અનુભવ થાય. પાંચમા મુજબ સુખ અને દુ:ખનો અનુભવ થાય. છઠ્ઠું સોમવરા (સંવર) જે કર્મના આકર્ષણનો નિરોધ કરે છે. સાતમું કર્મનો આંશિક ક્ષય કરે છે (નિર્જરા). આઠમું આત્માનું કર્મ સાથેનું બંધન અને નવમું સંપૂર્ણ અને અનાદિકાળ માટે આત્માની કર્મથી મુક્તિ (મોક્ષ). - નાશ વસ્તુના પ્રકાર : જીવજ્ઞ, મેટર, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, સ્થિર, અવકાશ અને સમય. છ પ્રકારના જીવો : પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને એકિંદ્રિય (સ્પર્શની સેન્સ). એ પાછા ચાર પ્રકારમાં –ડીવાઈડ કરવામાં આવ્યા છે. બેન્દ્રિય - જે જીવોને સ્પર્શ અને સ્વાદની સંજ્ઞા છે - જેમકે અળશીયા. વેઇંદ્રિય જેમને સ્પર્શ, સ્વાદ તથા સુંઘવાની શક્તિ છે, જેમ કે કીડી, મકોડા વિ. ચૌઇંદ્રિય - ચાર શક્તિ - સ્પર્શ, સ્વાદ, સુંઘવા તથા જોવાની (દિષ્ટ) જેમ કે સર્પ. જેમનામાં પાંચ ઇંદ્રિય-પંચેન્દ્રિય - સ્પર્શ, સ્વાદ, સુંઘવું, જોવાની તથા સાંભળવાની શક્તિ છે - જેમ કે મનુષ્ય, પશુ, પક્ષી, ઈશ્વર વિ. બધા જ જીવો નીચે મુજબની ચાર, પાંચ કે છ શક્તિ ધરાવે છે. ખોરાક લેવાની, શરીર બનાવવાની, અવયવો બનાવવાની, શ્વાસ લેવાની, બોલવાની તથા વિચારવાની. એકિંન્દ્રિયને પહેલી પાંચ શક્તિ હોય છે, જ્યારે પંચેન્દ્રિયને છએ છ શક્તિ હોય છે. ફક્ત જૈન શાસ્ત્રો અને સિદ્ધાંતોમાં જ આટલા ઊંડાણપૂર્વક જીવશાસ્ત્રની ૫૧ સર્જકની વિચારસૃષ્ટિ સમજ આપવામાં આવેલ છે. VRG એ વિશ્વ (Universe) શું છે ? તે તર્કબદ્ધ રીતે સમજાવ્યું. વિશ્વને આદિ કે અંત છે કે તે અંતરહિત છે ? સમગ્ર વિશ્વની દરેક વસ્તુને સંયુક્ત સામૂહિક રીતે લઈએ તો તે અનાદિ છે. હવે જો તે અનાદિ હોય તો તેનું સર્જન ઈશ્વરે કર્યું છે તેમ કેમ કહી શકાય ? છતાં પણ હંમેશાં દરેક વસ્તુનું વિસર્જન અને સર્જન થાય છે. આ દરેક વિશ્વની જુદી જુદી શક્તિ છે અને તે નિયમ, નિયમન અને કાયદાથી બંધાયેલ છે. તો શા માટે આવી સંયુક્ત શક્તિને આપણે ઈશ્વર માનીએ છીએ ? જૈન ધર્મ મુજબ જે વ્યક્તિમાં દિવ્ય શક્તિ હોય, જે સંસારના દરેક રાગ-દ્વેષ, સુખ-દુઃખથી, દરેક કર્મોથી મુક્તિ પામે, જે સર્વોચ્ચ છે, જે એ માર્ગે આપણને લઈ જાય છે તેને તીર્થંકર-ઈશ્વર તરીકે પૂજે છે. જૈન પ્રાર્થના તે શક્તિ પાસેથી કશું માગવા માટે નથી પણ તેના જેવા થવા માટે છે. તે કશું આપશે, સુખી કરશે, તેનાથી ફાયદો થશે એવા કોઈ સ્વાર્થ સાથે પ્રાર્થના નથી કરતા પણ તેમણે બતાવેલા માર્ગે ચાલી તેમના જેવા થવા માટેની છે. ઈશ્વર કશું જ કરતો નથી, પરંતુ પોતે જ એ સ્થિતિ પામવાની છે. જીવનનો ખરો અર્થ અને ઉપયોગ શું છે ? જૈન ધર્મ એટલે way of Life, જીવન જીવવાનો, આચારનો ધર્મ. તેમણે જૈન ધર્મનાં મૂળ પાંચ વ્રત - અણુવ્રતની સરળ ભાષામાં સમજણ આપી - (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) શીલ-બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, (૧) અહિંસાવ્રત : કોઈ પણ જીવની હત્યા ન કરવી, કોઈ પણ જીવને હાની થાય કે દુ:ખ થાય તેવું કોઈ પણ કાર્ય ન કરવું, ન કરાવવું કે તેવો વિચાર પણ ન કરવો. (૨) સત્ય : હંમેશાં સત્ય બોલવું તેમજ તે મુજબ જ આચરણ કરવું. (૩) અચૌર્ય : ચોરી અથવા અનીતિથી કશું મેળવવું નહીં. (૪) શીલ : બ્રહ્મચર્ય પાળવું અને આચાર તથા વિચારોને નિર્મળ રાખવા. (૫) અપરિગ્રહ : જીવનજરૂરિયાતોને મર્યાદિત રાખવા, સંગ્રહ ન કરવો. . તેમણે ખાસ જૈન ધર્મની વિશ્વને ભેટ - અનેકાંતવાદનો સિદ્ધાંત સમજાવ્યો. તેમણે સમજાવ્યું કે એક વાત અમુક સંજોગોમાં સાચી હોય તે બીજા સંજોગોમાં સત્ય ન પણ હોય. અનેકાંતવાદ એટલે કોઈ પણ વાતને દરેક એંગલથી વિચારીને સ્વીકારવી એ જૈન ધર્મનું જ્ઞાનપ્રાપ્તિ માટેનં અતિમહત્ત્વનું પ્રદાન છે. સ્યાદ્વાદ એટલે ભિન્ન દ્રષ્ટિકોણનો સ્વીકાર. આત્માનો સાચો સ્વભાવ એ છે - સાચું જ્ઞાન, સંપૂર્ણ સાચો પર ~ ;
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy