SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) લખાણો તથા પ્રવચનો ઉપરથી કે. કે. દીક્ષિતે લખેલ - પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. (૬) selected speeches of NRG (English) ૧૯૬૪માં – પ્રકાશક વલ્લભ સ્મારક નિધિ, મુંબઈ. (૭) Yoga Philosophy (English) - ૧૯૯૩માં VRO નાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ. કારભારી, પ્રકાશક: શ્રી મહુવા તપગચ્છ જૈન સંઘ, મહુવા. (૮) વીર્ય યાન - ગુજરાતી - ૧૯૦૨, બીજી આવૃત્તિ ૧૯૮૯, આચાર્ય શુભ ચંદ્રદેવ, અનુવાદક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, સંકલન: પનાલાલ આર. શાહ, પ્રકાશક : ધ જૈન એસોસિએશન ઑફ ઈંડિયા. (૯) Religions and Philosophy of the Jainas (English) ૧૯૯૩માં VRGનાં લખાણો તથા પ્રવચનો - ડૉ. નગીનદાસ જે. શાહ, પ્રકાશક : જૈન ઇન્ટરનેશનલ - અમદાવાદ. (૧૦) Biography of Virchand Raghavji Gandhi (English) ૨૦૦૩માં લેખક : પનાલાલ આર. શાહ, એડિટેડ બાય - ગુણવંત બરવાળિયા, અનુવાદ : કુરાંગી દેસાઈ, પ્રકાશક : JAINA - USA. ઉપરનામાંથી ૧, ૨, ૩, ૭, પુસ્તકો-૨૦૦૯માં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સંપાદિત-પ્રકાશન - World Jain confederation - મુંબઈ આ ઉપરાંત તેમણે - સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા, ભારતીય તત્ત્વજ્ઞાનદર્શનો, હિપ્નોટીઝમ, ગુઢવિદ્યા, ધાસનુ વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, માંસાહારના ભયસ્થાનો, આભામંડળ, હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતની સામાજિક, રાજકીય પરિસ્થિતિ, ધી લો ઑફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઑફ લાઈફ વિ. ઘણા બધા વિષયો ઉપર પ્રવચનો આપેલ - જે ઉમદા સાહિત્ય આપણે મેળવી કે સાચવી શક્યા નથી. - ગ્રંથ : જૈન ફિલોસોફી. શ્રી વીરચંદભાઈના જૈન ફિલોસોફીકલ કે અન્ય દર્શનો ઉપરના પ્રમાણભુત, શાસ્ત્રોક્ત છતાં વિદેશીઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં અપાયેલા મહત્ત્વપૂર્ણ પ્રવચનોનું એક પણ પુસ્તક તેમની હયાતી દરમિયાન છપાયું ન હતું તે જૈન શાસનની સર્જકની વિચારસૃષ્ટિ) એક મોટામાં મોટી કમનસીબી છે. એમની વિદ્વત્તા-વૈચારિક પ્રતિભાને શાસન સમક્ષ મૂકવાનું શ્રેય "ધ જૈન’ અને ‘પેટ્રિયટ'ના તંત્રી શ્રી ભગુભાઈ એફ. કારભારીને જાય છે, જેમની મહેનત અને ઉમદા કાર્ય માટે જૈન શાસન તેમનું પણ આભારી રહેશે. ડૉ. હર્બટ હોરેન તથા અન્ય વિદેશી વિદ્વાનો તથા સંસ્થાઓ પાસેથી વીરચંદભાઈનાં લખાણો તથા પ્રવચનોની પ્રતો મેળવીને ૧૯૧૧માં તેમણે મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા "Jain Philosophy" (English) પ્રથમ ગ્રંથ પુસ્તક પ્રગટ કરાવ્યું. આમાં VRGએ અમેરિકા અને ઈંગ્લાંડમાં આપેલાં પ્રવચનો અને લેખોનો સમાવેશ થાય છે. આ ગ્રંથમાં શ્રી VRની જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેની સિદ્ધાંતલક્ષી મર્મગામી છતાં સરળ ભાષામાં કરેલ હદયસ્પર્શી છણાવટ તો મળે છે, પરંતુ સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને દર્શનોની ગહનતા, ભવ્યતા અને ગૌરવની પણ ઝાંખી થાય છે. વીરચંદભાઈએ આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવા દર્શનોની તત્વવિચારણાનો વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રકાશ પાડ્યો છે એટલું જ નહીં પણ એની મહત્તા સ્થાપિત કરી છે. એ સમયે સમગ્ર વિશ્વમાં એક પ્રબળ માન્યતા પ્રર્વતતી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફોટો છે, પરંતુ તર્કબદ્ધ રીતે શ્રી વીરચંદભાઈએ પ્રસ્થાપિત કર્યું કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ હોવા છતાં, આધ્યાત્મિક તત્ત્વોની દષ્ટિએ તે એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણો પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. જૈન દર્શનની સમજાવટ કરતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષા એવી રીતે પ્રયોજે છે જેથી એ વાત કે વિચારને સહુ કોઈ સાચા અર્થમાં સમજી શકે. જૈન દર્શનમાં દરેક વસ્તુને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. (૧) દ્રવ્યાર્થીક નય અને (૨) પર્યાયાર્થિક નય. એ સમજાવતા તેઓ જણાવે છે કે કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરવાની પ્રક્રિયા કે નિયમ એટલે જે વસ્તુ ઉત્પન્ન કરી તેનું પહેલા અસ્તિત્વ જ ન હતું. હવે એ જ વાતને બીજા વિભાગથી જોઈએ - એટલે પર્યાય અથવા સુધારો, એટલે એ પહેલા વિભાગ મુજબ જેનું અસ્તિત્વ નહોતું તેનું ઉત્પાદન, એટલે દ્રવ્ય અથવા સબસ્ટન્સ. દ્રવ્યાર્થીકાય નય મુજબ વિશ્વનો આદિ કે અંત નથી, પરંતુ પર્યાયાર્થિકાય નય મુજબ દરેક ક્ષણે નવી ઉત્પન્ન અને નાશ-સર્જન અને વિનાશ થતાં જ રહે છે. (૨) જૈન પ્રણાલીને બે વિભાગમાં વહેંચી શકાય, પહેલું મૃતધર્મ અને બીજું ચારિત્ર ધર્મ. પo
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy