SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 27 L જ્ઞાનધારા વિશ્વાસ-શ્રદ્ધા અને સત્યનું આચરણ. આ ગ્રંથમાં તેઓ આહાર-વિહાર વિજ્ઞાન - આહારશાસ્ત્રની વાત કરતાં સમજાવે છે કે ખોરાક ત્રણ પ્રકારના હોય છે. પહેલા પ્રકારનો ખોરાક શાંતિ આપે છે. બીજો ક્રિયા-ગતિ કે ગરમી આપે છે અને ત્રીજા પ્રકારનો ખોરાક તિ અવરોધે છે. (તામસી આહાર). જૈનો જમીનની નીચે ઊગેલી વનસ્પતિ કેમ ખાતા નથી એનો મર્મ સમજાવે છે. એ જ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાના એના સિદ્ધાંતનો હેતુ દર્શાવતા કહે છે કે અંધારામાં સૂર્યપ્રકાશના લાભદાયક તત્ત્વો મળતાં નથી. વળી તેની પાછળ રહેલ ગૂઢ વિજ્ઞાનની પણ વાત કરે છે. આ ગ્રંથના "The occult Law of Science" જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર જેમાં અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ પ્રકાર, જે માત્ર પોતાની ઇંદ્રિયોને ખુશ કરતો આનંદમાં ડુબેલો રહે છે જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગમાં એવા લોકો છે જે આધ્યાત્મિક કલ્યાણ કાજે પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે. આમ માણસે પહેલું સમર્પણ ઈન્દ્રિય ભોગોને આપવું જોઈએ. બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું સમર્પણ ગરીબ અને જરૂરિયાદમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ પ્રાણીઓના કલ્યાણ કાજે કરવું જોઈએ અને પાંચમું સમર્પણ પોતાની આધ્યાત્મિક ઉર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું જોઈએ. વીરચંદ ગાંધી કહે છે કે આવા પાંચ સમર્પણથી વ્યક્તિ ‘એનિમલ મૅન’માંથી ‘હ્યુમન’ બનશે. આ લેખમાં VRG ઉપભોગમાં જીવતા માનવીને આધ્યાત્મિક ઉર્ધ્વતાનું દર્શન કરાવે છે. આ ગ્રંથમાં સંગ્રહિત થયેલા 'Symbolism'ના પ્રવચનમાં ધાર્મિક પ્રતીકોના અર્થઘટન કરતાં આ વિષયનો તેમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઈજીપ્શિયન અને પારસી ધર્મનાં પ્રતીકોની વાત કરે છે. હિંદુ અને જૈન ધર્મનાં પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ પ્રતીક બન્ને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ કરે છે, સાથોસાથ એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું અનુસંધાન સાધે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એક ભારતીય પરંપરામાં માત્ર સદ્ભાવ (ગુડલક) આપનારું નથી, પરંતુ મુક્ત આત્માની ઓળખ આપનારું છે. ૫૩ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું સાત આંધળા અને હાથીનું અનેકાંતવાદ દર્શાવતું દષ્ટાંત કે પછી માનવીની તૃષાને દર્શાવતું મધુબિંદુનું દૃષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન પર પડેલા જાંબુ લેવાનું લેશ્યાઓનું દષ્ટાંત સમજાવે છે. "Jain Doctrine of karma" વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્વાન ગ્લાસનેપ જૈન કર્મ સિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડૉક્ટરેટનો નિબંધ આ વિષય ઉપર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીના આ પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારા છે. વીરચંદ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને જાણતા હતા. કર્મ શબ્દોના જુદા જુદા સમયે થયેલા અર્થનાં પરિવર્તનને સમજતા હતા અને એથી એમનો કર્મ વિશનો ઊંડો અભ્યાસ ‘કર્મ ફિલોસોર્ફી” નામના ગ્રંથમાં જોવા મળે છે. "The True Laws of Life" માં પૂર્વ અને પશ્ચિમના જીવન વિશેની ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મૃદુતા અને ઉપેક્ષાના ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્ત્વોને દર્શાવે છે. બંને સુખોની શોધ કરે છે, પરંતુ પૂર્વનો સુખનો અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમના સુખનો વિચાર શરીરની સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ સુખની સમાપ્તિમાં માને છે. જૈન તત્ત્વજ્ઞાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે સ્મૃતિશક્તિને ખીલવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી ગાંધી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. ગટુલાલજીનાં ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૪૦ લહિયાઓ પાસે અલગ અલગ ૪૦ ગ્રંથો એક જ સાથે લખાવતા અને શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાનના પ્રયોગો કરતા તે સમજાવે છે. એ પછીના પ્રકરણોમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના અર્થો પણ સમજાવે છે. આ ગ્રંથમાં અન્ય પણ કેટલાક મહત્ત્વના લેખો છે, પરંતુ મર્યાદાના કારણે આ લેખમાં તેનો સમાવેશ ન કરી શકવા બદલ ક્ષમા ચાહું છું. 1) . ૫૪ Fr
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy