SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 17 L ܀܀ જે જ્ઞાનધારા *** સંતોષ માને છે. પૂ. ગુરુદેવ પુણ્ય અને ધર્મનો ભેદ સ્પષ્ટ કરે છે. માનવતાનાં કાર્યો વગેરે પ્રવૃત્તિઓ પુણ્યકર્મનો બંધ કરાવે છે. કર્મસિદ્ધાંત અનુસાર તમે કોઈને ભોજન આપો, તો પછીના ભવમાં ભોજન મળે તેવું પુણ્ય બંધાય છે અર્થાત્ જીવોને આ ભવની અનુકૂળતા કે શારીરિક અનુકૂળતા મળે તેવું પુણ્ય બંધાય છે, આ પ્રકારના કે પુણ્યથી ધર્મ થતો નથી. અન્ય જીવોને ધર્મ તરફ આકર્ષિત કરવાથી, યેન-કેન પ્રકારે શાસનપ્રભાવના કરવાથી જીવ ભદ્રપુણ્યકર્મનો બંધ કરે છે. ભદ્રપુણ્યકર્મના ઉદયે જીવન ધર્મગુરુ કે ધર્મારાધનાના યોગને પ્રાપ્ત કરે છે. સદ્ગુણના યોગે સાધક અધ્યાત્મવિકાસ કરી શકે છે. આ પ્રકારની સ્પષ્ટતાથી લોકો માત્ર પુણ્યકર્મ કરીને અટકી જતા નથી. પૂ. ગુરુદેવના અનુભવે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્ર વાંચીને સ્વયં આત્મશુદ્ધિ કે આત્મસિદ્ધિ કરી શકતી નથી. વ્યક્તિ સંસારી હોય કે સાધુ, તેને પોતાના સર્વાંગી વિકાસ માટે પ્રત્યક્ષ ગુરુની જરૂર છે. તેઓ સાદી ભાષામાં પરંતુ સ્પષ્ટ શબ્દોમાં નક્કર સત્ય પ્રગટ કરી શકે છે. જેમ વ્યક્તિ પોતાના શરીરની રક્ષા માટે ફેમિલી ડૉક્ટર રાખે છે, અન્ય અનેક ડૉક્ટરો હોય, પરંતુ ફેમિલી ડૉક્ટરો વ્યક્તિની તાસીર જાણીને દવા આપે અને વ્યક્તિ તુરંત શાતા અનુભવે છે. તેમ અધ્યાત્મ વિકાસ માટે ફુલગુરુની અત્યંત આવશ્યકતા છે. ગુરુ વ્યક્તિના ભૂતકાળને જાણીને તેનો વર્તમાન સુધારે અને તેનાથી ભાવિ પણ સુધરી જાય છે. સામાન્ય સંતો જનરલ પ્રવચનો આપે, તે સાંભળીને વ્યક્તિ કદાચ બે, પાંચ વ્રત, તપ, જપ, રૂપ આરાધના કરીને સંતોષ માને પણ તેનાથી તેનું મૂળભુત પરિવર્તન થતું નથી. ગુરુ વ્યક્તિની વૃત્તિને જાણીને તેની યોગ્યતાનુસાર આરાધના કરાવીને વ્યક્તિનું આમૂલ પરિવર્તન કરાવી શકે છે. આમ સિદ્ધત્વની યાત્રા પુસ્તકનું અવલોકન કરતાં પૂ. ગુરુદેવની એક અધ્યાત્મ સાધનાના અનુભવી સાધક અને સબળ શાસન પ્રભાવક તરીકેની છાપ સ્પષ્ટપણે ઉપસી આવે છે. કોઈ પણ પુસ્તક તેના લેખકની હૂબહુ પ્રતિકૃતિ હોય છે. તેના દ્વારા લેખકના વ્યક્તિત્વને, તેની વિચારસરણીને, તેના વિઝનને જાણી શકાય છે. વ્યક્તિના વિચારો જ્યારે પુસ્તકારૂઢ થાય ત્યારે તે જ વિચારો, તે જ દષ્ટિ અન્ય અનેક વ્યક્તિની બની જાય અને આ જ રીતે શાસનપ્રભાવના થાય છે. તેથી જ વિવિધ માધ્યમો દ્વારા 33 સર્જકની વિચારસૃષ્ટિ શ્રુતલેખન કે શ્રુતપ્રકાશન શાસનની મહત્તમ સેવા છે. પૂ. ગુરુદેવના કથનમાં શ્રદ્ધાનું પાસુ દઢતમ હોય છે. તેઓના પ્રત્યેક શબ્દોમાં તમેવ સર્જા નિસર્ન નં નિભેદું પવૅત્ત્વનો નાદ ગુંજતો હોય છે. સ્વયં આજના ભૌતિક યુગના કોઈ પણ સાધનોની ઊંડાણપૂર્વકની જાણકારી મેળવે છે, ત્યાર પછી તેની શાસ્ત્રીયભાવો સાથે તુલના કરીને પોતાની શ્રદ્ધાને દઢ કરે છે અને સામી વ્યક્તિની શ્રદ્ધાને દઢ કરાવે છે. તેઓ હંમેશાં સમજાવે છે કે સર્વજ્ઞના વચનમાં આંશિક પણ શંકા ન હોવી જોઈએ. કલિકાલના પ્રભાવે કે આપણા શરીરના દૌર્બલ્યના કારણે પરમાત્માની આજ્ઞાનું પૂર્ણ પાલન થઈ ન શકે તેમ છતાં આપણી શ્રદ્ધામાં પરમાત્માની નાનામાં નાની આજ્ઞાનું પણ મૂલ્ય ઘટવું ન જોઈએ. ન જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં જ્ઞાન કે ચારિત્રની આરાધના આપણે પૂર્ણતઃ કરી શકતા નથી, પરંતુ જો શ્રદ્રાને અવિચલ બનાવીએ તો દર્શનની આરાધના પૂર્ણતઃ થઈ શકે છે. પૂ. ગુરુદેવની વિચારસરણી વ્યક્તિને શ્રદ્ધાશીલ બનાવે છે. શ્રદ્ધાશીલ વ્યક્તિ અનેક પાપપ્રવૃત્તિથી અટકી જાય છે, અર્થાત્ પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ જેવી મહત્ત્વપૂર્ણ સાધનાને પૂ. ગુરુદેવે અત્યંત સરળ શબ્દોમાં સમજાવી છે. તેઓ કહે છે કે તમે પારકાને પોતાના બનાવો તે અતિક્રમણ છે, અતિક્રમણમાં ગયેલા આત્માને પાછો લાવવો તેને પ્રતિક્રમણ કહે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી અત્મા જ આપણું સ્વરૂપ છે, તે સિવાયના તમામ ભાવો પારકા છે, તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે. આ રીતે સાધકો જો નાની નાની વાતમાં લક્ષ્ય આપે તો આરાધનાના એક-એક અનુષ્ઠાનોમાં સ્થિર થતા જાય છે. ૪ સંક્ષેપમાં, વ્યક્તિ સ્વયંના જીવનને સુધારે એટલું જ નહીં તેના ભવિષ્યના અનેક જન્મો સુધરી જાય, વ્યક્તિ-વ્યક્તિનો વિકાસ કુટુંબ પરિવારને અને સમાજને સંગઠિત અને વિકસિત બનાવે. ભૌતિક ક્ષેત્રે સરળ અને સાત્વિક જીવન જીવીને વ્યક્તિ આધ્યાત્મવિકાસ કરે છે. વ્યક્તિમાત્ર કઈ રીતે ધર્મની સન્મુખ થાય, પરમાત્માના ધર્મનો પ્રસાર વધુમાં વધુ કઈ રીતે થાય તે જ પૂ. ગુરુદેવની વિચારસરણી છે. નિશ્ચયથી સ્વયનો આધ્યાત્મવિકાસ અને વ્યવહારથી અધિકતમ શાસનપ્રભાવના તે જ તેઓનું લક્ષ્ય છે. તે લક્ષ્યની સિદ્ધિ માટે તેમનો તમામ પુરુષાર્થ છે. ‘સિદ્ધત્વની યાત્રા’ ભાગ-૧ થી ૪ : પારસધામ-ઘાટકોપર. .૩૪ 17 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy