SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) શાંત સુધારસઃ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની વિચારસૃષ્ટિ - ડૉ. રશ્મિભાઈ ઝવેરી પ્રેક્ષાધ્યાની અને જૈન દર્શનના અભ્યાસુ ડૉ. રમિભાઈ | ઝવેરી જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. સૂત્રકૃતાંગ આગમના અનુવાદ સહિત તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી સત્તરમા સૈકાના એક મહાન સંત-કવિ હતા. જૈન દર્શન, અનુપ્રેક્ષાની ભાવનાઓ તથા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. આપણા કમનસીબે આવા મહાન સંત કે એમના જીવન વિશે અત્યંત અલ્પ માહિતી વર્તમાનમાં ઉપલબ્ધ છે. એના આધારે કહી શકાય કે તેઓ આચાર્ય હીરવિજયસૂરિ જેવા મહાન જૈનાચાર્યની (વિ.સં. ૧૫૮૩-૧૬૫૨) વાટે ઊતરી આવેલા હતા. એમની પટ્ટાવલી આ પ્રમાણે છે : શ્રી હીરવિજયસૂરિ સર્જકની વિચારસૃષ્ટિ) આનંદઘનજી અને ઉપાધ્યાય વિનયવિજયજી - ત્રણેય સમકાલીન હતા. લગભગ એમના જ સમયમાં દરિયાપુરી સ્થાનકવાસી આચાર્ય શ્રી ધર્મસિંહજી (દિવંગત સં. ૧૭૨૮) અને ‘બાવીસ ટોળાં'ના સ્થાપક સ્વામી ધર્મદાસજી (દિવંગત સં. ૧૭૭૨) થઈ ગયા, જે આગળ જતાં સ્થાનકવાસી, ઢુંઢિયા, સાધુમાર્ગી, આદિ નામોથી ઓળખાવા લાગ્યા. જૈન ધર્મ કપરા કાળમાંથી પસાર થતો હતો; એક બાજુ બ્રાહ્મણોના ઇર્ષ્યા-દ્વેષ નડતા હતા, તો બીજી બાજુ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, યતિયો -આદિ સહુ જૈન મતાવલંબીઓ પરસ્પર ખંડન-મંડનાત્મક પ્રવૃત્તિમાં પડી જૈન ધર્મની અવહેલના કરતા હતા. ઉપાધ્યાય વિનયવિજયજી તો બહુ જ વૈરાગ્યમય, ક્ષમાશીલ, ભક્તિનિમગ્ન અને શાંત-ધીર-ગંભીર સંત હતા, પણ ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રી પ્રતિમા શતક', હુંડી'નું દોઢસો ગાથાનું સ્તવન', ‘દિપટ ચોરાશી બોલનું કાવ્ય’ ‘અધ્યાત્મક) મતપરીક્ષા’ આદિ ગ્રંથો દ્વારા શિથિલાચારીઓ પ્રત્યે આકરા પ્રહારો કર્યા હતા. શ્રી આનંદધનજીથી આ કાળનો ‘રોગ’ સહન થયો નહીં, અને એમણે તો સ્વકલ્યાણ માટે વનવાસ લઈ લીધો. ઉપાધ્યાય વિનયવિજયનું અન્ય ધૃતસાહિત્ય એમના વૈરાગ્ય અને ભક્તિ બહુ ઊંચા પ્રકારના હતા. એમની રચના ‘વિનય વિલાસના પદો બહુ લોકપ્રિય છે. શ્રી શત્રુંજય ધણી ઋષભદેવ'ની સરળ પદોમાં અદભૂત ભક્તિ ગાઈ છે. “પામી સદગરપસાયરે શ્રી શત્રુંજય ધણી, શ્રી રિષદેસર વિનવું એ” પદથી એમની અનન્ય ભક્તિનો અહેસાસ થાય છે. ‘શ્રીપાલ રાજાનો રાસ' એમણે અને યશોવિજયજીએ સાથે રચ્યો છે, પરંતુ આ ગ્રંથ અપૂર્ણ હતો ત્યારે જ તેઓ કાળધર્મને પામી ગયા અને યશોવિજયજીએ એ પૂર્ણ કર્યો હતો. શ્રી વિનયવિજયજીએ ‘લોકપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં લોકનું સ્વરૂપ બોધનારા ગણિતાનુયોગનું દર્શન થાય છે. આ ઉપરાંત “નયકર્ણિકા” નામનો ન્યાયનો ગ્રંથ પણ લખ્યો છે, જેમાં ન્યાયનું દર્શન થાય છે. સંસ્કૃતના આ પંડિતે “શ્રી લઘુ હૈમી પ્રક્રિયા’ નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યું છે જે બહુ સરળ હોવાથી સંસ્કૃતના વિદ્યાર્થીને ઉપયોગી છે. આ ઉપરાંત 'કલ્પસૂત્ર સુખબોધિકા રચી છે જેમાં કલ્પસૂત્રનો બોધ કરાવવામાં આવ્યો છે. શાંતસુધારસ - આ બધા ગ્રંથો કરતા આ વૈરાગ્ય શિરોમણિએ જે ‘શાંતસુધારસ' ગ્રંથની રચના કરી છે તે તો અદ્ભુત છે. એમાં એમના સંસ્કૃત ભાષાના ૩૬. શ્રી વિજયસેનસૂરિ વાચકકીતિ વિજયગણિ વાચક સોમવિજયગણિ શ્રી વિજય દેવસૂરિ શ્રી વિજયસિંહસૂરિ વિનયવિજયગણિ શ્રી વિજયપ્રભસૂરિ શ્રી વિનયવિજયગણિએ શ્રી વિજયપ્રભસૂરિના શાસનાચાર્યપણા નીચે શ્રી શાંતસુધારસ ગ્રંથની રચના વિ.સં. ૧૭૨૩માં ગંધપુરનગરે કરી એમ તેઓ સ્વયં પ્રશસ્તિ શ્લોકોમાં જણાવે છે. એમાં એ કહે છે કે વાચક કીર્તિવિજય અને વાચક સોમવિજય બંને સગા બંધુઓ હતા અને પોતે વાચક કીર્તિવિજયજીના શિષ્ય હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી (સં. ૧૬૬૫-સં. ૧૭૪૫) અધ્યાત્મયોગી - ૩૫ -
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy