SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ """" જ્ઞાનધારા) આત્માર્થ સાથે પરમાર્થની ખેવના કરનાર રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શાસનની શાન અને સંપ્રદાયનું ગૌરવ છે. સંસારસાગર તરવા ઇચ્છુક સાધકોના તારણહારા છે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીની કરૂણા ભાવનાથી દર વર્ષે એમનો જન્મોત્સવ ‘માનવતા મહોત્સવ' રૂપે ઉજવાય છે જેમાં માનવસેવા અને જીવદયાનાં અનેક કાર્યોમાં ભાવિકો મન મૂકીને ગુરુભક્તિ અર્પણ કરે છે. દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તો પોતપોતાના ક્ષેત્રોમાં અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન, રક્તદાન, પાણીના કુલર, પશુપક્ષીઓ માટે દાણા-પાણીનાં કુંડ, પાંજરાપોળમાં ચારો અને દવા આદિની વ્યવસ્થા, કતલખાને જતાં પશુઓને છોડાવવા અને યોગ્ય પાંજરાપોળમાં પહોંચાડવા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ આદિમાં મિષ્ટભોજન આદિ અનેક સબ્રવૃત્તિઓ કરે છે અને દર વર્ષે પૂજ્ય ગુદેવશ્રીની પ્રેરણા ભાવનાથી સેવા, સાધના અને સત્કાર્યો માટે નવા સંકુલનું સર્જન થાય છે. પૂ. ગુરુદેવનાં ૧૭ પુસ્તકોનું ગુજરાતીમાં બાર પુસ્તકોનું ઈંગ્લીશ અને ચારનું હિન્દી ભાષામાં પ્રકાશન થયું છે. તેમનાં પ્રવચનો ૩૨ જેટલી સી.ડી. અને ડીવીડીમાં ઉપલબ્ધ છે. શાસન પ્રભાવનાની એકમાત્ર ભાવનાથી પૂ. ગુરુદેવનું ઘણું સાહિત્ય પુસ્તક અને સીડી રૂપે પ્રકાશિત થયેલું છે. તેમાં ‘સિદ્ધત્વની યાત્રા ચાર ભાગમાં પ્રકાશિત પુસ્તકોનો સેટ એક અનોખી ભાત પાડે છે. મંઝિલ તરફનું ગમન તે યાત્રા છે. લૌકિક અને લોકોતર, તેમ બે પ્રકારની યાત્રામાં સિદ્ધત્વની યાત્રા તે લોકોતર યાત્રા છે. શ્રી રાષ્ટ્રસંતના શબ્દોમાં જ કહીએ તો - સ્વથી સર્વસ્વને પામવું તે સિદ્ધત્વની યાત્રા. પરમાત્મા મહાવીરની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અનેકવિધ વિષયો સમાવિષ્ટ છે. તેમાં ૨૯માં સત્ત્વ પરાક્રમ નામના અધ્યયનમાં પરમ કૃપાળુ પરમાત્માએ સિદ્ધત્વની યાત્રાનું સાવંત દર્શન કરાવ્યું છે. તેમાં સિદ્ધત્વની યાત્રાના ૭૩ માઈલસ્ટોન અને તે દરેક માઈલસ્ટોનને પ્રાપ્ત થવાથી સાધક કેવા પ્રકારની આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેનું વિસ્તૃત વિવેચન છે. તેનો પ્રારંભ ‘સંવેગ’ નામના પ્રથમ બોલથી થાય છે. સંવેગ એટલે પરમ તત્ત્વની પ્રતિ તીવ્રતમ આકર્ષણ અને તેની પ્રાપ્તિ માટેનો પ્રબળ પુરુષાર્થ સંવેગ અધ્યાત્મયાત્રાનું પ્રવેશદ્વાર છે. સંવેગને પ્રાપ્ત થયા પછી જ સાધક ક્રમશઃ વિકાસ - ૩૧ સર્જકની વિચારસૃષ્ટિ) કરતાં એક એક માઈલસ્ટોનને પસાર કરતા અંતે યોગનિરોધ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મભાવમાં શાશ્વતકાળ પર્યંત સ્થિર થઈ જાય છે. તેની અનાદિકાલીન જન્મ-મરણની યાત્રાનો અંત થાય છે. જીવ મટીને સિદ્ધદશાને પામે છે. અહીં સિદ્ધત્વની યાત્રાનું પૂર્ણવિરામ છે. સિદ્ધત્વની યાત્રા ત્રિકાલ શાશ્વત છે. - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.એ ઈ.સ. ૨૦૦૬ના ઘાટકોપર હિંગવાલા લેનના ચાતુર્માસમાં સિદ્ધત્વની યાત્રાને પોતાના વ્યાખ્યાનનો વિષય બનાવ્યો અને શ્રી ઉતરાધ્યયન સૂત્રના માધ્યમે ૭૩ માઈલસ્ટોનને અત્યંત સરળ ભાષામાં સમજાવીને તે વિષયને લોકભોગ્ય બનાવ્યો છે, જે ‘સિદ્ધત્વની યાત્રા’ પુસ્તકરૂપે ચાર ભાગમાં પ્રકાશિત થયા છે. | ‘સિદ્ધત્વની યાત્રા’ પુસ્તકનું અવલોકન કરતાં સહજ રીતે સ્પષ્ટ થાય છે કે, પૂ. ગુરુદેવનું શાસ્ત્રજ્ઞાન ઊંડાણ ભરેલું છે. દરેક વિષયમાં તેઓની અનુપ્રેક્ષા ગહનતમ છે. પરમાત્મા પ્રતિ દઢતમ શ્રદ્ધા તેઓના શબ્દ શબ્દ પ્રગટ થાય છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનું યોગ, કથાનુયોગ કે ગણિતાનુયોગ, આ ચારે અનુયોગના શાસ્ત્રના દરેક વિષયો તેમના માટે સુગમ્ય છે. ગહનતમ વિષયોને શાસ્ત્રીય દષ્ટાંતોથી અથવા વ્યવહારુ રૂપક દ્વારા સમજાવવાની તેમની આગવી કળા છે. શાસ્ત્રના પરિભાષિક શબ્દોને તેઓએ સ્વયં સમજીને પચાવ્યા છે. તેથી ગંભીર વિષયોને સરળ રીતે જન-સમાજ પારખી શકે છે. જેમ સંવેગને સમજવા માટે તેઓએ ચંદનબાળાનું દષ્ટાંત આપ્યું છે, જેમ ચંદનબાળાને પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય આકર્ષણ થયું પછી પ્રભુને પામવા માટે તેની તીવ્ર લગની તેના સંવેગભાવને પ્રગટ કરે છે. પરમ તત્ત્વને પામવાની તલપ જેમ જેમ વધે તેમ તેમ સંસાર તરફથી સહજ વૈરાગ્યભાવ પ્રગટ થયા વિના રહેતો નથી. સામાન્ય કક્ષાના વાંચકો પણ ચંદનબાળાના દષ્ટાંતથી સંવેદના સ્વરૂપને, તેની ઉપયોગિતા અને તેનાથી થતા લાભને સમજી શકે છે. આ પુસ્તકની વિવેચનશૈલી ધર્મવિમુખ વ્યક્તિઓને ધર્મ સન્મુખ બનાવે છે અને ધર્મસન્મુખ હોય તેને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે, બાળસાધકોને સિદ્ધત્વની યાત્રાનું આકર્ષણ કરાવે છે અને પરિપક્વ સાધકો પોતાની યાત્રાને વેગ આપી શકે તેવા ગંભીર ભાવો તેમાં ભરેલા છે. પૂ. ગુરુદેવની કથનરીલી સચોટ અને સ્પષ્ટ છે. આજના યુગની ભીષણતામાં લોકો માનવતાના કાર્યોને જ પ્રધાનતા આપીને માનવતાનાં કાર્યો કરીને ધર્મ કર્યાનો ૩૨
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy