SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) કર્મક્ષયથી મોક્ષ સંપદાની પ્રાપ્તિ કરાવનાર કાવ્ય ચૂડામણિ ગુણગર્ભિત લબ્ધિવાક્યાવલીથી ભય ભય ‘આત્મસિદ્ધિ શાસ્ત્રને પૂરા ભાવ સાથે સરળ ભાષામાં સમજાવતા આ ગ્રંથો જિજ્ઞાસુ માટે દીપક સમાન છે. મહાકવિ જયદેવને એમની એકમાત્ર કૃતિ “ગીતગોવિંદ'થી જે યશકળશ મળ્યો એવી જ યશસંપદા ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન'ના ગ્રંથકારે પ્રાપ્ત કરી લીધી છે જ અને એ ચિરંજીવ રહેશે. શકવર્તી બનવાને સર્જાયેલા આ ગ્રંથોનું વાંચન, મનન, અધ્યયન, પરિશિલન ચિંતન જે મુમુક્ષુ કરશે તો એમના આત્મ-કલ્યાણનું, જીવને શિવ તરફ ગતિ કરાવવાનું એ અવશ્ય નિર્મિત બની રહેશે. ચોથા ભાગમાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે ગ્રંથકારે જે વાક્યો લખ્યાં છે એમના એ જ વાક્યો આ ગ્રંથના સંદર્ભમાં હું એ પૂજ્યશ્રીને અર્પણ કરું છું. ‘આવા અર્થગંભીર ગ્રંથનું વિવેચન કરવું એ ખરેખર સમુદ્રને કળશથી ઉલેચવા જેવું દુર્ગમ કાર્ય છે.' આ ગ્રંથો વિશે અધિકાધિક લખવાના ભાવ અંતરમાં ભરાયા છે, પણ સ્થળમર્યાદાને કારણે અહીં, અત્યારે તો આ અલ્પાઅલ્પ જ. મેઘધનુષ્ય અને સંધ્યાના રંગને ક્યાં જુદા પાડી શકાય છે ! આવા ઉત્તમોત્તમ ગ્રંથોનું માર્ગદર્શન આપવા માટે આપણે ડૉ. રમણભાઈનો આભાર તો માનીએ જ, પણ વિશેષ આભાર તો શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરીનો અને શ્રી મહેશભાઈ ખોખાણીનો માનીએ કે જેમણે મુંબઈ યુનિવર્સિટીના અભિમન્યુ કોઠાને પાર કરી પીએચ.ડી.ના અભ્યાસ માટે આવશ્યક પરવાનગી પ્રાપ્ત કરાવી. પુનઃ પુનઃ લખું છું કે, આ ગ્રંથ સમજવામાં સરળ છે અને એનો જે અભ્યાસ કરશે એના માટે મોક્ષ પથ ટૂંકડો છે. કીડી જેમ કરતાલ લઈને ભક્તિ કરવા જાય, એમ, એવી રીતે અહીં આ ગ્રંથની શબ્દ ભક્તિ મેં કરી છે, આનંદદર્શન કર્યું, કરાવ્યું છે, એથી વિશેષ મારી કાઈ ક્ષમતા નથી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - ધરમપુર ‘શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એ સાધકોના આત્મવિકાસની વૃદ્ધિ તથા સમાજોત્થાન અર્થે કાર્યરત વિશ્વવ્યાપી યજ્ઞ છે.' સર્જકની વિચારસૃષ્ટિ) ‘પોતાનું સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.' ‘આ પરપે (શ્રીમદ્ રાજચંદ્ર) ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય ઉપર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે, મારું આંતરિક જીવન ઘડવામાં કવિ (શ્રીમદ્જી) સાથે રસ્કિન અને ટૉલ્સટોયનો ફાળો છે, પણ કવિની અસર મારા મન ઉપર વધુ ઊંડી છે, કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.' - મોહનદાસ ગાંધી (મોડર્ન રિવ્યુ, જૂન-૧૯૩૦) આગળ જે ગ્રંથનો આનંદ-ઉલ્લાસ ગાયો એ ગ્રંથના કર્તા પૂ. રાકેશભાઈ ઝવેરીએ ૧૯૯૪માં જેની સ્થાપના કરી છે, જે વર્તમાનમાં ૨૨૩ એકરમાં વલસાડ પાસે ધરમપુરની મોહનગઢ ટેકરી ઉપર આકાર પામ્યો છે એ ધરતીમાં પ્રવેશતા જ અશાબ્દિક અનુભવ થયો. આ આશ્રમ, એમાં યોજાતા સત્સંગ અને સ્વાધ્યાય, સેવા અને કરુણાના કામો, અજબ-ગજબની શિસ્ત અને વ્યવસ્થા, આ સુવાસ સાંભળી હતી અને એ જોવા મન ઉત્સુક પણ હતું. આશ્રમના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણીએ આત્મર્પિત ભાઈ શ્રી નેમીનો પરિચય કરાવ્યો અને સમયની મર્યાદા પ્રમાણે શક્ય એટલું અલ્પ આશ્રમ દર્શન ભાવ અને ઉત્સાહ સાથે અમને કરાવ્યું. પ્રત્યેક સ્થળે અધ્યાત્મની સુવાસ અને અધ્યાત્મનું દર્શન. સામાન્ય રીતે આવા સાધના સ્થળોએ ૫૦-૬૦થી વધુ ઉંમરના સાધકોના દર્શન થાય, પણ અહીં તો યુવાવર્ગ વિશેષ હતો. આજના યુવાનને ધર્મ સમજવો છે, પણ એમને એમની રીતે સમજાવાય તો એ એવા ધર્મને સ્વીકારે. ગુરુદેવ પૂ. રાકેશભાઈ ઝવેરીએ યુવાનોને ધર્મનું તત્ત્વ સમજાવી એ સર્વેને આ સાધના અને સેવાની પ્રવૃત્તિથી દીક્ષિત કર્યા છે. સેવા અને સમર્પણ માટે વય પ્રમાણે જૂથોની રચના કરાઈ છે : ગભર્પિત, સમર્પિત, જીવનાર્પિત, હૃદયાર્ષિત, સર્વાર્ષિત, શરણાર્પિત, પ્રેમાર્પિત, ચરણાર્પિત, આત્માપિત અને સેવાર્ષિત. તમને સુખ તજી દેવાનું કહેતો નથી. હું તો માત્ર તમને સુખનો ચડિયાતો સ્તોત્ર દર્શાવવા ઇચ્છું છું.' - ૨૦ - ૧૯ -
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy