SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ િજ્ઞાનધારા) આસ્વાદ્ય બને છે. મહાપ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્ર રચિત આ કાવ્ય શિરોમણિમાં આગમ તત્ત્વો અને ગણધરવાદના પ્રશ્ન-ઉત્તરો છે. પ્રારંભમાં જે પંક્તિ ટાંકી છે તે છ પદ (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. આ બધું સમજાવવા પડ્ઝર્શન, ચાર્વાક, જૈન, બૌદ્ધ, ન્યાય-વૈશેષિક, સાંખ્ય, પૂર્વમિમાંસા અને ઉત્તમર મિમાંસા દર્શનની વિગતે ચર્ચા છે, એનો પુનઃ પુનઃ આધાર લેવાયો છે, જે તે તે સ્થાને યથાર્થ છે. આ માટે ગ્રંથકર્તાએ આ દર્શનોનો અતિ ઊંડાણથી અભ્યાસ કર્યો છે એની પ્રતીતિ થાય છે. ગુરુ-શિષ્ય સંવાદ શૈલીથી લખાયેલા આ મહાકાવ્યને ગ્રંથકાર ગીતાકાર કૃષ્ણની જેમ આપણને સમજાવે છે. એમાં કર્મચક્ર અને મોક્ષની પ્રાપ્તિની સ્પષ્ટતા છે. ભાગ-૩ ગાથા ૧૦૭માં ગ્રંથકાર આ ગાથાનો વિશેષાર્થ સમજાવતા લખે છે, ‘શુદ્ધ આત્માનું ભાન થયું તે સમ્યમ્ જ્ઞાન, તેની પ્રતીતિ થવી તે સમ્યમ્ દર્શન અને તેમાં રમણતા થવી તે સમ્યમ્ ચરિત્ર'. ભારે તત્ત્વને ગ્રંથકાર કેવી સરળ ભાષામાં સમજાવે છે એનું આ દષ્ટાંત છે. ભાગ-૩, ગાથા ૧૧૦નો વિશેષાર્થ સમજાવતા પૂજ્યશ્રી લખે છે : “સંસારથી થાકેલાને જ આ સમ્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવમાં જિજ્ઞાસુનાં લક્ષણો પણૂટે, સ ઓનો યોગ થાય, બોધ મળે અને સરના લક્ષે વર્તે તો જીવને શુદ્ધ સમકિતી પ્રાપ્તિ થાય. સદ્દગુરુની નિશ્રામાં સ્વરૂપનો બોધ થયા પછી, યથાર્થ તન્ય નિર્ણય અને ઉપયોગની અંતર્મુખતાના અભ્યાસથી સ્વાનુભૂતિ થાય છે. સદગુરના લક્ષે મિથ્યાત્વના દળિયા ખસે છે અને આત્મ સાક્ષાત્કાર થાય છે. એક ક્ષણ પણ આત્માનું સ્વસંવેદન થાય તો જીવન અમર્યાદિત સંસાર મર્યાદિત થઈ જાય છે. ગાયના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો જેટલો કાળ રહી શકે એટલા અલ્પકાળ માટે પણ જો આત્માનો અનુભવ થાય તો પછી મોક્ષ વિશેષ દૂર નથી.' આવું ઉત્તમોત્તમ સ્વચિંતન અને ગ્રાહ્ય દષ્ટાંતો આ ગ્રંથકાર આપણે આ વિશાળ પૃપટોમાં આપે છે. બીજું એક સરળ દષ્ટાંત ઓ - ભાગ ૩ : પાનું ૧૦૨. ‘બંધ છેદ - એરંડા બીજ : એરંડાનું ફળ પાકતાં, તેની ઉપરનું પડ સુકાઈ જવાથી તે ફાટી જાય છે અને તેમાં રહેલ બીજ એકદમ ઉપર ઉછળે છે. એરંડ ફળનું સર્જકની વિચારસૃષ્ટિ) બંધન છેદતાં બીજની તુરંત ઉપરની તરફ ગતિ થાય છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં રહે છે, કારણ કે પડનું બંધન તેને ઉપર જતાં અટકાવે છે. તેમ સંસારી જીવને કર્મનું બંધન છે. કર્મના બંધનનો વિયોગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વ ગતિ કરે છે. જે રીતે ઉપરનું ફોતરૂં નીકળતાં જ એરંડાનું બીજ છૂટીને ઉપર જાય છે, તે રીતે ભવ પ્રાપ્ત કરાવનારાં કર્મનાં બંધન દૂર થતાં જ જીવની ઊર્ધ્વ ગતિ થાય છે. જ્યારે જીવના કર્મ બંધનનો છેદ થતાં તે મુક્ત થાય છે ત્યારે તે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જાય છે.' કર્મ, તત્ત્વ, સર, આત્મા, મોક્ષ અને અન્ય ગહન વિષયોનું એક પછી એક રહસ્યોદ્ધાટન થતું જાય છે. ગ્રંથકાર ગાથાના એક એક શબ્દના તારને છૂટા કરી પોતાની પ્રજ્ઞાથી પિંજે છે અને શુદ્ધ અને સ્પષ્ટ સ્વરૂપે એના વહાલા સાધકને આપે છે. ગ્રંથકાર આત્મસિદ્ધિ કાવ્યના માત્ર તત્ત્વની જ તપાસ નથી કરતા, પણ આ કાવ્યના કાવ્ય સૌદર્ય, એની ભાષા, શબ્દાલંકાર, અર્થાલંકાર, કાવ્યના દોહરા છંદનું બંધારણ, ગુરુ-શિષ્ય સંવાદ શૈલીથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંવત ૧૭૦૧માં અખાએ આરંભ કર્યો હતો એ ઘટના, ઉપરાંત ગીતામાં કૃષ્ણ-અર્જુન સંવાદ છે, વગેરે ભાષાકીય સાહિત્યિક તત્ત્વોની પણ ચર્ચા મૂલ્યાંકન કરે છે. જૈન શાસ્ત્રો ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ચારણાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ. પડપદ અને પડદર્શનની સાથોસાથ ઉપરોક્ત વિષયની પણ યથાસ્થાને ચર્ચા ગ્રંથકાર કરે છે. સંક્ષેપમાં કહીએ તો ગ્રંથકારે વિવિધ દર્શનોનો જે ગહન અભ્યાસ કર્યો છે એનો અર્થ અહીં શબ્દસુગંધ દ્વારા પ્રસ્તુત કર્યો છે. ક્રિયાજડ અને શુષ્ક જ્ઞાનીને માર્ગદર્શન આપી સાધકને યથાર્થ મોક્ષમાર્ગે વાળ્યા છે. નયની ચર્ચા કરતાં વ્યવહારનય અને નિશ્ચયનયને રેલવેના પાટાની સાથે સરખાવી, બંનેનું મહત્વ સમજાવી, મંઝિલ તો એક મોક્ષની જ છે એવું સરળ દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે, એટલે ક્યાંય કોઈ વસ્તુનું ખંડન નથી, મંડન અને મોક્ષમાર્ગનું નિર્માણ માત્ર અહીં છે. આવું ગહન તત્ત્વજ્ઞાન ગ્રંથકારે ખૂબ જ સરળ અને પથ્ય ભાષામાં પ્રસ્તુત કર્યું છે. દષ્ટાંતો સાથની શૈલી રસવંતી છે. વિચાર-શૃંખલાની કડી રસાયણની જેમ એવી ઓતપ્રોત થાય છે કે એ વાંચની વખતે ગ્રંથના પૃષ્ટો ભેગાં કરવાની ઇચ્છા ન થાય. ૧૮ » –
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy