SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) આ વાક્યો સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ શિક્ષણ યોજના ડીવાઈન ટચ, મેજિક ટચ, અહંત ટચ અને સ્પિરિટ્યુઅલ ટચના શીર્ષકથી યોજી છે. માત્ર આધ્યાત્મ અને શિક્ષણ જ નહીં, વિવિધ સેવા માટે ‘લવ ઍન્ડ કેર' શીર્ષકથી અહીં કરૂણાના કામો થાય છે, જેમાં કેળવણી, આરોગ્ય, પશુચિકિત્સા, ગૌશાળા વિગેરે મુખ્ય છે. થોડાં માટે સહાનુભૂતિ એ આસક્તિ છે. સર્વ માટે કરૂણા એ પ્રેમ છે. તમે પ્રેમ કરો છો ત્યારે સેવા સહજ બની જાય છે.' અહીં અધ્યાત્મ, ભક્તિ અને સેવાનો સમન્વય છે. નવું વર્ષ, હોળી, જન્મકલ્યાણક વગેરે યુવા દ્વારા યોજિત અહીંના ઉત્સવો માણવા એક લ્હાવો છે. અહીં ઉલ્લાસ સાથે આત્મિક વિકાસ છે, જે યુવાનોને અહીં આકર્ષે છે. એકસાથે હજારો સાધકોની વ્યવસ્થા કરવી, થવી એ એક અજાયબ યોજનાશક્તિનું અહીં દર્શન છે. અહીં ઉત્સવોમાં શિસ્ત છે, ધર્મ છે અને તત્ત્વની સંસ્કારદીક્ષા છે. પૂ. ગુરુદેવે અત્યાર સુધી વિવિધ શાસ્ત્રો ઉપર ચિંતીય પ્રવચન આપ્યાં છે. આ જ્ઞાનની સી.ડી. અહીં ઉપલબ્ધ છે. ધબકતા ધર્મ ઉત્સવો હોય, જ્ઞાનની સાચી સમજણ વહેતી હોય તો ત્યાં યુવાધન ખેંચાય આવે જ. આ સંસ્થાનાં ભારત તેમ જ અન્ય દેશોમાં લગભગ ૬૫ કેન્દ્રો છે. અધ્યાત્મ પળેઃ પૂ. બાપજીની વિચારસૃષ્ટિ - પૂ. ડૉ. તલતાબાઈ મહાસતીજી અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ અવધૂતયોગી આનંદધન, બનારસીદાસ, શ્રીમદ્ રાજચંદ્ર અને સંતકવિ કબીરના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે. આત્મસિદ્ધિ | શાસ્ત્ર પરનો તેમનો ગ્રંથ “હું આત્મા છું” ખૂબ જ લોકપ્રિય બન્યો. તે ગ્રંથનો હિન્દી અને ઇંગ્લિશમાં પણ અનુવાદ થયો છે. વિદુષી પ્રખર વક્તા છે. શીલ અને સંસ્કારની સૌરભ ચોપાસ ફેલાવતું એક અનોખું વ્યક્તિત્વ તે જ અપણાં લલિતાબાઈ મહાસતીજી, જેમને દેશ-વિદેશમાં સહુ ‘પૂ. બાપજી'ના આદરભર્યા નામે યાદ કરે છે. સુગંધનો કોઈ પરિચય નથી હોતો, પણ હા, ઉપવન અને માળીને સંભારવા રહ્યાં. સોરઠ ધરાનું ધોરાજી ગામ અને શ્રી ત્રિભોવનભાઈ દોશી તથા શ્રીમતી ચંપાબહેન દોશીનાં વ્હાલસોયાં સંતાન. માન-મર્યાદાના એ કાળમાં શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિનો સમન્વય. એમનાં માનસમાં, વાણીમાં, વ્યવહારમાં, પહેરવેશમાં ભારતીય સંસ્કૃતિની છાંટ, આસપાસમાં રહેતા વૈષ્ણવ કુટુંબના પરિચયના કારણે નવરાત્રિ વગેરેના ગરબા-ગીતોને કોકિલકંઠ ગાવાનો શોખ. આ રીતે વ્યતીત થતા જીવનમાં આવ્યો એક ટર્નિગ અને જૈન ધર્મની દીક્ષા લઈ ગુરુદેવ સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તથા ગુણીદેવા પૂ. શ્રી મોતીબાઈનાં ચરણે સમર્પિત થઈ; અલખના આરાધક થયાં. અંતરનાં દ્વાર અંતર્યામિની HEALTH HER HER-TH REFER HER: ૨૧
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy