SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 છે સામૂહિક પ્રતિક્રમણના આયોજનમાં શ્રાવિકાઓ વિશેષ ભાગ લે છે. આધ્યાત્મિક રમતો, વીટસ, હાઉઝી, દર્શનયાત્રા પ્રવાસનું આયોજન પણ કરે છે. આવાં મંડળો દ્વારા શાળાનાં બાળકોને સ્ટેશનરી કિટ ભેટ, અનાથાલય અને હૉસ્પિટલોની મુલાકાત લઈ ત્યાં સહાય કરવાનાં, સેવા અને માનવતાનાં કાર્યો કરવામાં આવે છે. પ્રસંગોએ શો પ્રદર્શનો અને વિવિધ સ્ટૉલ અને મેળાનું આયોજન કરે છે જેમાં જરૂરિયાતવાળી બહેનોને ખાખરા, મીઠાઈ, મસાલા, ગિફ્ટ આર્ટીકલ વગેરેના વેચાણની સવલત દ્વારા સાધર્મિક સહાય કરે છે. આવાં મંડળો દ્વારા જૈન એકેડેમિક કૅરિયરમાં જૈનોલૉજી, એમ.એ. અને જૈન ધર્મમાં Ph.D. કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગનાં જૈન જ્ઞાનધામ, જૈન પાઠશાળાઓમાં જ્ઞાનદાન આપે છે તે “દીદીઓ” કે “જ્ઞાનદાતારૂપે કાર્ય કરનાર શિક્ષિત જૈન મહિલાઓ આવાં શ્રાવિકામંડળ કે શ્રાવિકા ગ્રુપની દેન છે. દરેક મંડળોને પોતાના નિશ્ચિત યુનિફોર્મ હોય છે અને દીક્ષા મહોત્સવ કે તપસ્વીનાં પારણાંના પ્રસંગે આવાં અનેક મંડળોને પવિત્ર ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થવા આમંત્રણ અપાય છે અને તેનું સફળ સંચાલન શ્રાવિકા મંડળ દ્વારા જ થતું હોય છે. સંઘના કાર્યકર્તાઓએ આવા મંડળોની સંચાલિકા બહેનોને રિસ્પેક્ટ સાથે સહ્યોગ આપવો જોઈએ. વર્તમાન સમયમાં ચતુર્વિધ સંઘો અને જિન શાસનનાં કાર્યોને ગતિમાન રાખવા શ્રાવિકા મંડળોની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. ......શ્રુતજ્ઞાનને આંબવંદના ..., શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યક રૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુક્તિમાર્ગે તારો મહાઉપકાર છે, ને હજુ ય તારી હાજરી પૂર્ણ મને કરનાર છે. SCSCL SOC0 સાંપ્રતકાળના પ્રવાહમાં સાંપ્રદાયિક || જૈન ધર્મનાં અભ્યાસ અને પરંપરાગત માન્યતાઓમાં ડૉ. ઉત્પલાબહેન M.A. Ph. D. છે. ભવન્સ સોમાની શાસ્ત્રાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન કાલેંજનાં ફિલોસોફીનાં હેડ અંગે વિશ્લેષણ ઑફ ડિપાર્ટમેન્ટ છે. તેમનો જ્ઞાનસરિતા' ગ્રંથ પ્રગટ જે ડૉ. ઉત્પલા મોદી | થયો છે. ત્યાગનો જન્મ વૈરાગ્ય વિના થતો નથી. વૈરાગ્યનો જન્મ વૃત્તિના ત્યાગ વિના થતો નથી. પૂર્વભવના પાપોદય સાધનસામગ્રી ન મળે અને ઉપભોગ ન કરે, તંદુરસ્તી સારી ન હોય, રોગથી પીડાતા હોય અને ડૉક્ટર અમુક વસ્તુઓ, વાનગીઓ, મીઠાઈઓ ખાવાની ના પાડે અને આપણે ન ખાઈએ તો તેને ત્યાગી ન કહેવાય. એટલે કે ન મળે અને ઉપયોગ ન કરે અને ન ભોગવે તે ત્યાગી નથી. જ્ઞાનીનું ત્યાગી માટેનું મીટર જુદું છે. | વિષયોનો રસ પૂનમના સાગરની ભરતીની જેમ ઊછળતો હોય તો વર્તમાનમાં ભલે ઉપભોગ નથી, પરંતુ તે વસ્તુનો તે ત્યાગી ન ગણાય. સર્વજ્ઞના ભાવો અનંત છે ! અસીમ છે, અગાધ છે... ભગવંત કહે છે... મનને માર્યા વિના, સંયમ રાખ્યા વિના, તનને તપાવ્યા વિના, જીવને જગાડ્યા વિના કોઈ ત્યાગી બની શકતું નથી. ઇચ્છાનો, આકાંક્ષાઓનો, મનોકામનાનો નિરોધ તે જ મોટો ત્યાગ. બધો જ આધારા મન પર છે. ‘સંજમા સંજમેણં’ એટલે કે શ્રાવકપણું પૂર્ણ સંયમ પણ નહિ અને પૂર્ણ અસંયમ પણ નહિ તેને શ્રાવકપણું કહેવામાં આવે છે. પરમાત્માએ અનંત કરુણા કરી બે માર્ગ બતાવ્યા છે : (૧) અણગાર માર્ગ (૨) આગાર મા. જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે પ્રથમ અણગાર માર્ગની જ વાત કરે. લેવા જેવો તો સંયમ જ છે, કારણકે આ જ પૂર્ણ માર્ગ છે મોક્ષમાં લઈ જવાવાળો માર્ગ છે. પરમાત્મા તો જ્ઞાની હતા, એમને ખયાલ જ હતો કે બધા આ માર્ગ સ્વીકારશે નહિ. જેમણે સ્વીકાર્યો છે એ તો આત્મકલ્યાણ કરી લેશે, પરંતુ જેમણે નથી સ્વીકાર્યો એમનું શું ? એમણે આત્મકલ્યાણ નહિ કરવાનું? અકારણ કરુણાના • ૧૯૦ ૧
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy