SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ OOCNC જ્ઞાનધારા exc કરનારા પ્રભુએ અપાર કરુણાનું ઝરણું વહાવતા દ્વિતીય માર્ગ પણ બતાવ્યો અને એ માર્ગ છે આગાર ધર્મ. અણગાર એટલે કે જેને કોઈ આગાર નથી, જેઓએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે. મૂળ સૂત્ર ‘“દશવૈકાલિક સૂત્ર' માત્ર સાધુજીવનની ચર્ચા બતાવીને પૂર્ણ થતું નથી, પરંતુ તેની ગાથાએગાથાએ ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. વીતરાગ પરમાત્મા ત્રિકાળદર્શી હતા એટલે વીતરાગ પરમાત્માની પ્રરૂપણા ત્રિકાળદર્શી અને સાતત્ય (સતત) ધરાવતી હોય એવા કેવળી ભગવંતના જ્ઞાનમાં સંપૂર્ણ અને સ્પષ્ટ ભવિષ્યદર્શન હોય એટલે અરિહંત પ્રેરિત માર્ગમાં કોઈ પણ પરિવર્તનની આવશ્યકતા જણાતી નથી. સમયના પ્રવાહમાં જિન શાસનના અનેક સંપ્રદાયો થયા અને સંપ્રદાયના આચાર્યો - ગુરુભગવંતો પ્રેરિત અનેક માન્યતાઓ પ્રસ્થાપિત થઈ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ભૌગોલિક પરસ્થિતિમાં પરિવર્તનો આવ્યાં અને માનવોના સંથાનમાં પરિવર્તનો આવ્યાં. શ્રમણ સંસ્કૃતિની ધારાને ગતિમાન રાખવા માટે વિવિધ સંપ્રદાયોમાં સામંજસ્ય જળવાય એને માટે વિવેકપૂર્ણ કેટલાંક પરિવર્તનોની આવશ્યકતા જણાઈ. સાધુઓની સમાચારીનાં પરિવર્તન અંગે શ્રાવકોને કોઈ અંતિમ નિર્ણયનો અધિકાર ન હોઈ શકે, પરંતુ ગીતાર્થ ગુરુભગવંતો વર્તમાન પરંપરાઓ અને માન્યતાઓમાં વિવેકપૂર્ણ પરિવર્તન અંગે જરૂર માર્ગદર્શન આપી શકે. આજે ૨૫૦૦ વર્ષ પછી પણ સૌ એ વાતમાં સૂર પુરાવશે કે વર્તમાને અનુશાસન વિનાના આચાર્ય કરતાં સક્ષમ અનુશાસ્તાનની મહત્તા વધી જશે. શ્રાવકોનું સ્થાન ચતુર્વિધ સંઘમાં બહુ જ મહત્ત્વનું રહ્યું છે. મહાપ્રતાપી, ઘોર તપસ્વી વીર પ્રભુ શ્રી મહાવીરસ્વામીએ પંચાચારનું પાલન કરી જૈન શાસનની પ્રતિષ્ઠા વધારી છે. આજે પણ ભારતભરમાં અનેક સાધુસાધ્વીજીઓ પંચાચારનું પાલન કરી મહાવીર શાસનની શાન વધારી રહ્યાં છે. એ આન-બાન-શાનને ટકાવી રાખવાની જવાબદારી ચતુર્વિધ સંઘની છે. શાસનનાં ૨૧ હજાર વર્ષનો કાળ કહેવાતા પ્રચાર માધ્યમથી નહિ, પંચાચાર પાલનરૂપ આચારધર્મથી જ અખંડ રહેવાનો છે. ૧૯૧ - PCC જ્ઞાનધારા 5 આજનું બાળક કે યુવા વર્ગ પ્રશ્ન પૂછે છે, જવાબ માગે છે એનો અર્થ એવો નથી કે તેઓ ધર્મથી વિરુદ્ધ છે. આપણે તેમને સંતોષકારક, વૈજ્ઞાનિક, Rational અને Convincing જવાબ આપવો જ રહ્યો. જો તેમ નહીં થાય તો તેઓ વ્યવહારમાં, અમલમાં નહીં મૂકી શકે. આનો યુવા વર્ગ, ખાસ કરીને ઉપાશ્રયમાં કે દેરાસરમાં જવા તૈયાર નથી. શા માટે જાણો છો ? કારણકે તેમને ધર્મનાં નીતિ, નિયમો, પૂજા, વિધિ, સિદ્ધાંતો, તત્ત્વો વગેરે વિષે સાચી માહિતી અને સમજણ નથી, પણ જો તેઓને સમજાવવામાં આવે તો તેઓ ચોક્કસપણે પોતાની મેળે, દિલથી અમલમાં મૂકવાની કોશિશ કરશે. વર્તમાન સમયમાં માતા-પિતા, વડીલો શિક્ષણનું માધ્યમ અંગ્રેજીમાં વધુ પસંદ કરે છે અને આપણું જૈન સાહિત્ય (મૂળ) ગુજરાતીમાં હોઈ તેઓ વાંચી અને સમજી શકતા નથી. સાંપ્રતકાળમાં યુવાનોને ધર્માભિમુખ કરવા માટે જૈન શિક્ષણપદ્ધતિ, યુવાનોની ધર્મપ્રવૃત્તિને મૉડર્ન ટચ એટલે કે આધુનિક ઓપ આપવો રહ્યો. જો સાદી, સરળ, રસપ્રદ અંગ્રેજી ભાષામાં જૈન તત્ત્વજ્ઞાનનું માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ જરૂર સમજી શકે. જ્ઞાન સાથે ગમ્મત, પિક્ચર સાથે Comic, જૈન ધર્મ વૈજ્ઞાનિક છે, ધર્મનાં વૈજ્ઞાનિક તથ્યોને સમજાવવાં જરૂરી છે. Space technology અને Internetના યુગનો યુવાન ધર્મની દંતકથામૂલક વાર્તાઓને અંધશ્રદ્ધા માનશે. માટે ધર્મની વાતોને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવી પડશે. વળી મહાજન, સંસ્થાઓએ સક્રિય થઈ વિવિધ સંપ્રદાયોના સંગઠનનું નક્કર કાર્ય કરવું પડશે. સાંપ્રત જીવનપ્રવાહમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. દેશિવદેશમાં ચોતરફ જૈનો વસવાટ કરી રહ્યા છે. જૈન સાધુ-સાધ્વીજીઓ આચારધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. શ્રમણ સંઘની સમાચારી અને સંયમજીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજીઓ વિદેશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળનાં પરિવર્તનને કારણે કેટલાંક કાર્યો કરી શકે નહિ તેથી આવાં કાર્યો માટે ચતુર્વિધ સંઘને જોડતી કડી શાસન પ્રભાવક કે શ્રમણ શ્રેણીની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ જેથી અલગઅલગ દુર્ગમ સ્થળો અને પરદેશમાં જઈ શાસન પ્રભાવકો વીતરાગમાર્ગની પ્રભાવના કરી શકે. વિદેશોમાં ખાસ કરીને જૈનોને જૈન ધર્મ, જૈન દર્શન વિષેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં ધર્મપ્રચારક કે પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. તે કામ ૧૯૨ -
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy