SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘમાં જૈવ શ્રાવિકામંડળોની ભૂમિકા * ડૉ. મધુબહેન જી. બરવાળિયા ડૉ. મધુબહેને હિન્દી કાવ્ય સાહિત્યમાં Ph.D. કર્યું છે. ‘વસ્સગહર ભક્તિ ગ્રુપ અને ‘સોહમ' શ્રાવિકા મંડળ સાથે સંકળાયેલાં છે. ‘જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં ‘શાકાહાર’ (અનુવાદ), ‘અધ્યાત્મ સુધા” અને “અધ્યાત્મ સૂર’ (સંપાદન) પુસ્તકો પ્રકાશિત થયાં છે. | જૈન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધનમાં નારીએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અવસર્પિણીકાળના ચોથા આરામાં પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરૂદેવીએ મોક્ષનાં દ્વાર ખોલ્યાં અને સાબિત કર્યું કે સ્ત્રી માટે પણ મોક્ષનાં દ્વાર ખુલ્લાં છે. માતા તો ગજસુકુમારની મા દેવકી જ કહેવાય, કે જે ભરયૌવનમાં દીક્ષા લેવા તૈયાર થતાં સાતમા અને છેલ્લા દીકરાને આશિષ આપી કહે કે, બેટા ! સુખેથી દીક્ષા લે, પણ આ સંસારમાં છેલ્લી મા હવે મને જ બનાવજે ! રાજા સંપ્રતિની માતાએ દિગ્વિજયી બનીને આવેલા દીકરાને સમગ્ર ધરતીને જિન મંદિરોથી વિભૂષિત કરી દેવાની અનુપમ પ્રેરણા કરી ! નેમનાથ જ્યારે પ્રભુતા તરફ પગલાં માંડવાને બદલે સંયમ તરફ વળ્યા ત્યારે રાજુલ સાચા અર્થમાં સાથી બન્યાં અને આગળ જતાં નેમનાથના ભાઈ રહેમિને પતનના વિચારોમાંથી સંયમ માર્ગે લઈ જઈ મહાસતી રાજુલે શ્રમણ સંસ્કૃતિની રક્ષાનો ઇતિહાસ સર્જ્યો. પ્રથમ તીર્થંકર આદિનાથથી લઈ ચરમ તીર્થંકર દેવાધિદેવ મહાવીરસ્વામી સુધીના સમયગાળામાં અનેક શીલવંત સતીઓ, મહાસતીજીઓ અને શ્રાવિકાઓનાં તપ-ત્યાગથી જૈન ઇતિહાસ ઝળકી રહ્યો છે. તીર્થંકરે સ્થાપેલા સંઘના ચાર પાયા - સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એ ચાર પાયાનો ચોથો પાયો શ્રાવિકા છે અને વર્તમાન સમયમાં જિન શાસનના ચતુર્વિધ સંઘોની ગતિવિધિઓમાં આ શ્રાવિકાઓનો ફાળો મહત્ત્વનો અને નોંધનીય છે. દરેક સંઘનાં કાર્યોને સફળતા મેળવવા શ્રાવિકામંડળ કે જૈન મહિલામંડળની ૧૮૭ OCC જ્ઞાનધારા OCC મહત્તમ આવશ્યકતા હોય છે અને આવાં મંડળો જ શ્રી સંઘની અપેક્ષાઓની સફળ પૂર્તિ કરે છે. સંત-સતીજીઓ પણ આવા મંડળોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા હોય છે. ચાતુર્માસ કે શેપકાળમાં આવાં જૈન મહિલામંડળો કે શ્રાવિકામંડળો જ આધ્યાત્મિક અને ધાર્મિક અનુષ્ઠાનોથી ધર્મસ્થાનકોને ગાજતાં કે ગુંજતાં રાખી શકે છે. જ્યાં સંઘોમાં સભ્યસંખ્યા વધુ હોય ત્યાં ઉંમર પ્રમાણે આવાં મંડળોને વિભાજિત કરવામાં આવે છે. • તરુણીઓ અને યુવતીઓ માટે પરિણિત મહિલાઓ માટે ❖ : : • પચાસથી વધુ ઉંમરની મહિલાઓ માટે અને આવા અલગઅલગ મંડળો ધર્મ સ્થાનકમાં વિવિધલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. શ્રી જૈન કુમારિકા મંડળ શ્રી જૈન વધૂમંડળ શ્રી શ્રાવિકામંડળ મહિલામંડળોની પ્રવૃત્તિઓ : શ્રી સંઘના માર્ગદર્શન અને સહયોગથી સાધુ-સંતોની વેયાવચ્ચનું કાર્ય કરે છે. જ્ઞાનદાતા અને પંડિતો દ્વારા ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અને ધાર્મિક શ્રેણીઓની પરીક્ષા પાસ કરે છે. તપસ્યાનાં પારણાં અને દીક્ષા મહોત્સવ જેવા પ્રસંગોએ સાંછનાં ગીતો અને અન્ય ધાર્મિક મંગલ પ્રસંગોનું આયોજન કરે છે. તપસ્યાનાં પારણાં, પર્યુષણ, ચાતુર્માસ મંગલ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન - વિદાય જેવા ધાર્મિક પ્રસંગોએ શોભાયાત્રાના આયોજનમાં મંગલ કળશ, પવિત્ર આગમ ગ્રંથો વગેરેના ઉપયોગ દ્વારા શોભાયાત્રાને દેદીપ્યમાન બનાવે છે. પૂ. ગુરુભગવંતો અને પૂ. સાધ્વીજીઓના દીક્ષાજંયતી કે પુણ્યતિથિ, ધર્મસ્થાનકના ઉદ્ઘાટન કે ગ્રંથવિમોચન જેવા પ્રસંગોએ ગીત, સંગીત, નાટિકાઓ, સંવાદ, નૃત્ય પ્રદર્શન વગેરે દ્વારા કાર્યક્રમને રસમય અને સફળ બનાવે છે. નવપદ આરાધના-આયંબિલ ઓળી, મહાવીર નિર્વાણ-દીપોત્સવી પર્વ, પર્યુષણ પર્વ કે મહાવીરજંયતી જેવા લોકોતર પર્વની ઉજવણીમાં આવાં મંડળો ઉત્સાહથી ભાગ લઈ પોતાની વિશિષ્ટ સેવા દ્વારા સંઘના નામને રોશન કરે છે. ૧૮૮
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy