SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ CNC જ્ઞાનધારા ક્રાંતિ કરી છે.'' સચ્ચિદાનંદજી લખે છે “ક્રાંતિ એ બહુ મોટી વાત છે. જાજરૂમાં જાજરૂ કરવું એ ક્રાંતિ નથી. બંધુત્રિપુટી મહારાજસાહેબે અસહજ જીવન છોડી સહજ જીવન અપનાવ્યું છે. એમાં ક્રાંતિ નથી, પણ સહજ જીવનનો સ્વીકાર છે.'' એકવીસમી કે બાવીસમી જૂને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરી ખવાય નહીં એવી જૈનોમાં પરંપરા છે, માન્યતા છે. શું આ નિયમ પાળવાથી દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્ત્વની ઝાંખી થશે ? સદ્ગુણોનો વિકાસ થશે ? આરોગ્યની દષ્ટિએ આ નિયમ સારો છે. ૨૧મી જૂનથી ભારતમાં શરીર માટે વાયુપ્રકોપનો કાળ શરૂ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. આયુર્વેદની દૃષ્ટિએ કેરી વાયુ કરે એટલે આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરી ખાવી નહીં એવો નિયમ શરૂ થયો. આ નિયમના મૂળમાં આયુર્વેદ છે, ધર્મ નહીં. એ જમાનામાં વાહનવ્યવહારની એવી સગવડ ન હતી કે એક પ્રદેશની કેરી બીજા પ્રદેશમાં પહોંચી શકે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિનો કે ગુજરાતમાં વલસાડની કેરીનો પાક જૂનની ૧૫ તારીખ સુધી પૂરો થઈ જાય છે. એ જમાનામાં કેસર કેરીની ખેતી પણ થતી ન હતી. એટલે આર્દ્રા નક્ષત્ર બેસે ત્યારે કેરી મળે જ નહીં. ઉત્તર ભારતમાં લખનઊ તરફ એવી કેરી થાય છે જેની ઉપર પાણી પડે તો જ એ કેરી પાકે જેવી કે દશહરી, લંગડા આદિ. દિલ્હી અને લખનઊમાં આ નિયમ કેવી રીતે લાગુ પડે ? અમેરિકા અને યુરોપમાં ૨૨મી જૂને ઉનાળો બેસે * અને ત્યારે જ અમેરિકામાં મેક્સિકોથી કેરી આવે છે. ત્યાં આ નિયમ કેવી રીતે લાગુ પડી શકે ? આનો અર્થ એ થયો કે સ્થળ બદલાય, કાળ બદલાય એમ નિયમોમાં, તંત્રમાં પરિવર્તન આવવું જોઈએ. આપણને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આર્દ્ર નક્ષત્ર બેસે ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેરી ન ખાવી એ આરોગ્યની દષ્ટિએ સારી વાત છે, પણ એને ધર્મ સાથે કાંઈ પણ લાગતુંવળગતું નથી. ન આર્દ્રમાં કેરી તજે, દહીં ગરમ કરી ખાય અનેકાંતવાદી ધરમ રસોડામાં સમાય ખાવા, ના ખાવા તણાં થાય વિવિધ અનુષ્ઠાન કષાયમુક્તિ વિસરાણી આડંબરનાં ગાન અત્યારના જૈન ધર્મમાં સાધુઓ માટે નિયમો એવા છે જેને બદલવા જરૂરી છે. આ નિયમોને પરિણામે જૈન ધર્મને જીવનવિરોધીની છાપ લાગી ગઈ છે. દા.ત. ૪૯ CC જ્ઞાનધારા (૧) જાજરૂનો ઉપયોગ કરવો નહીં. (૨) સ્નાન કરવું નહીં અને બ્રશ કરવું નહીં. (૩) વાહનનો ઉપયોગ કરવો નહીં. (૪) ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો નહીં. (૫) એકાશન વખતે પાટલા પર બેસી બ્રશ કરવું અને પછી ભોજન કરવું. જાજરૂનો ઉપયોગ કરવો નહીં આજથી લગભગ ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં ભારતની જનસંખ્યા ૩૫થી ૪૦ કરોડની હતી. આજે ૧૦૦ કરોડ ઉપર છે. લોકો ગામડામાં રહેતા હતા. એ જમાનામાં ગામડામાં ખુલ્લામાં હાજતે જવું એ સામાન્ય બાબત હતી. આ લેખના વાચકોમાંની મોટી ઉંમરની ઘણી વ્યક્તિઓ નાનપણમાં ગામડામાં ખુલ્લામાં હાજતે ગઈ જ હશે. એ જમાનામાં ગામડામાં ભોંયખાળની (સેપ્ટિક ટૅન્ક) સગવડ પણ નહોતી. અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની તો કલ્પના પણ ન હતી. આજે મુંબઈ શહેરની વસ્તી બે કરોડની છે. મુંબઈ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે ત્યાં જાજરૂનો ઉપયોગ ન કરવાની વાત કેવી રીતે શક્ય બને ? તમે કલ્પના કરી જુઓ કે મુંબઈના બે કરોડ લોકો જો જાજરૂ ન વાપરે અને રોજ ખુલ્લામાં હાજતે જાય તો શું થાય ? ચોમાસામાં શું સ્થિતિ થાય ? ગંભીર રોગચાળો ફાટી નીકળે અને મુંબઈ શહેર છોડવું પડે એવી સ્થિતિ સર્જાઈ જાય. મને એક પરિચિત વ્યક્તિએ વાત કરી કે મુંબઈના સારા પરામાં રહેતા એમના પાડોશી ધર્મને નામે જાજરૂ વાપરતા નથી. સવારના મળ વિસર્જનની ક્રિયા કોરા કાગળ ઉપર કરી એ કાગળને કાગળની થેલીમાં રાખી, લિફ્ટમાં નીચે ઊતરી એ કાગળની થેલીને રસ્તામાં ક્યાંક ફેંકી દે છે. મને મારી પરિચિત વ્યક્તિએ કહ્યું કે, ઘણી વાર અમે લિફ્ટમાં સાથે થઈ જઈએ છીએ. એમની પાસે થેલી જોઇને અમને સૂગ ચડે છે. ધર્મને નામે આવું વર્તન મુંબઈ જેવા શહેરમાં માણસ કેવી રીતે કરી શકે ? ધર્મને નામે આવી રીતે કેમ ગંદકી કરી શકે ? તમે ધર્મે જૈન છો, શું તમે સહન કરી શકશો તમારા જવાના રસ્તા પર મળ પડચા હોય કે રસ્તા પર પેશાબ પડચો હોય ? શ્રાવકોના અને શ્રમણોના આવા વર્તનને પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી છે એવી છાપ અન્ય ધર્મીઓમાં ઊભી થઈ છે. ૫૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy