SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ * CNC જ્ઞાનધારા જીવવિરોધી ન હોય. આવા જૈન ધર્મમાં કાળક્રમે કેટલીક એવી વાતો અને એવા નિયમોરૂપી અશુદ્ધિઓ ભળી ગઈ, પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી લાગવા માંડડ્યો. આવી બિનજરૂરી, જીવનવિરોધી વાતો અને નિયમો પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એ બિનજરૂરી અને જીવનવિરોધી વાતો ભગવાન મહાવીરની વાણી નથી એવું દર્શાવી એવી વાતોને દૂર કરવાનું કામ, એકવાગાર્ડનું કામ અનેકાંતવાદી અને આત્મજ્ઞાની એવા મહાન આચાર્યો જેવા કે સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વામીજી, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ કર્યું. આ આચાર્યોએ ભગવાન મહાવીરની મૂળ વાણી જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ એમાં પાછળથી ભળેલી બિનજરૂરી અને જીવનવિરોધી વાતોને દૂર કરી આપણી સમક્ષ મૂળ જૈન ધર્મ મૂકવાનો પ્રયાસ કર્યો. સોનગઢસ્થિત ‘મહાવીર ચારિત્ર રત્નાશ્રમ’ના સ્થાપક મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબે આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૨માં વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયાં છે. આ વ્યાખ્યાનોમાં મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબ જૈન સાધુઓને ઉદ્દેશીને કહે છે : (૧) હે જૈન સાધુઓ, બીજા ધર્મનાં તત્ત્વો જાહેર ઉપદેશને લીધે વિસ્તરે છે. જૈન ધર્મનાં ઉચ્ચ તત્ત્વો જાહેર ઉપદેશની ખામીને લીધે ઉપાશ્રયની બહાર ભાગ્યે જ જાય છે. માટે હે સાધુઓ, તમારી વ્યાખ્યાનપદ્ધતિમાં ફેરફાર કરો. જાહેરમાં વ્યાખ્યાન કેવી રીતે આપવાં એ શીખો. એની બ્રૅક્ટિસ કરો. બીજા ધર્મના સાધુઓ કેવી રીતે વ્યાખ્યાન આપે છે એ જુઓ અને શીખો. (૨) તમારી જડવાદી પદ્ધતિને કારણે હજારો જૈનોએ સ્વામીનારાયણ સંપ્રદાય સ્વીકારી લીધો છે. તમે ચેતો. તમારું થોડું પણ માન છે એ તમારા પૂર્વજોના પરાક્રમથી છે. (૩) પ્રથમ શ્રાવકોદ્ધાર કરો, પછી જ્ઞાનોદ્ધાર કરો અને પછી દેરાસરોનો જીર્ણોદ્ધાર. કરો. (૪) તમે એમ કહો છો કે પાણી ઢોળવાથી પાપ થાય છે. અજાયબી તો મને એ વાતની લાગે છે કે ગુસ્સો કરવો, ખોટું બોલવું, દંભ કરવો એમાં પાપ નહીં ને પાણી ઢોળવામાં પાપ ? આવા મૂર્ખાઈભરેલા વિચારથી તમે ૪૭ CC જ્ઞાનધારા મહિનાઓ સુધી નહાતા નથી અને ધર્મનું બહાનું બતાવો છો એ ઘણું ખોટું છે. બાહ્યશુદ્ધિ રાખવી જ જોઈએ. શરીરનાં નવેનવ દ્વારમાંથી હંમેશાં અપવિત્ર પદાર્થો નીકળ્યા જ કરે છે. તે મલિનતા જો સ્નાન ન કરવામાં આવે તો શરીર સાથે સ્પર્શીને રહે છે. તેની અસર મન પર થાય છે. કેટલાક લોકો નહાવાથી પાપ થાય એમાં ધર્મનું કારણ બતાવે છે. આવા લોકોને અને તેના ધર્મને અન્ય લોકો મલિન અને ગંદા એવા ઉપનામથી બોલાવે છે એની એમને ખબર છે ? સ્નાન કરીને મલિનતા દૂર કરવાનું જરૂરી છે. જ્યાં સુધી શરીર તરફ્નો અહંભાવ દૂર થયો નથી (એટલે કે સાતમે ગુણસ્થાને જ્યાં સુધી પહોંચાયું નથી) ત્યાં સુધી મહાત્માને પણ બાહ્યશુદ્ધિની જરૂર છે. (૫) તે સમયના દેશકાળ અનુસાર જે બોધ અપાયો એ બોધને આજે દેશકાળમાં ફેરફાર થયા પછી પણ અનુસરવો એ મોટી ઠોકર ખાવા જેવી વસ્તુ છે. પ્રખ્યાત દિગંબર જૈન મુનિ તરુણસાગર મહારાજે તા. ૨૦-૮-૨૦૧૨ના ચિત્રલેખા મૅગેઝિને લીધેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘“ભગવાન મહાવીરસ્વામીનો અતિઉચ્ચ કોટિનો માલ છે, પરંતુ એનું પૅકિંગ સાવ સામાન્ય છે. મેં પૅકિંગ સુધારણાનું કામ કર્યું છે. એટલે કે નિયમોમાં પરિવર્તન કર્યું છે. હું માઈક, પંખાનો ઉપયોગ કરું છું. ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરું છું. હું જીવનભર વિચરણ કરું તોપણ મારા વિચારવાણી જેટલા લોકોને પહોંચાડી શકું એના કરતાં અનેક ગણા લોકોને મારી વિચારવાણી મીડિયાના હકારાત્મક ઉપયોગને કારણે કલાકોમાં પહોંચાડી શક્યો છું. લગભગ ઈ.સ. ૧૯૮૭-’૮૮માં બંધુત્રિપુટી મહારાજસાહેબ પહેલવહેલી વાર વિદેશના પ્રવાસે ગયા ત્યારે જૈન સમાજમાં ઘણો ઊહાપોહ થયો હતો. અમુક લોકોએ અભિપ્રાય આપ્યો કે મહારાજસાહેબે ક્રાંતિ કરી છે. દંતાલીસ્થિત સ્વામી સચ્ચિદાનંદજીએ ત્યારે એક લેખ લખ્યો હતો. એ લેખમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે જૈન મુનિ બંધુત્રિપુટીએ ક્રાંતિ કરી છે, એવું મને જાણવા મળ્યું. એટલે મેં પૂછ્યું કે ‘‘એમણે શું ક્રાંતિ કરી છે ?'' મને જાણવા મળ્યું કે તેઓ સ્નાન કરે છે, જાજરૂનો ઉપયોગ કરે છે, બ્રશ કરે છે, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે, વાહનનો ઉપયોગ કરે છે, માઈક વાપરે છે અને ફોનનો ઉપયોગ કરે છે. જૈન સાધુઓ માટે આ બધી વસ્તુઓ નિષિદ્ધ છે. આ વસ્તુઓનો એમણે ઉપયોગ કર્યો છે એટલે એમણે re
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy