SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મન TOCTC જ્ઞાનધારા CC0 ચાર-પાંચ વર્ષ પહેલાંની વાત છે. પર્યુષણ પર્વ દરમિયાન અમુક શ્રાવકોએ આઠ દિવસનું પૌષધ વ્રત રાખ્યું હતું. (આઠ દિવસ શ્રાવક ઉપાશ્રયમાં જ રહે અને સાધુ જેવું જીવન આઠ દિવસ દરમિયાન ગાળે). ઉપાશ્રયમાં ખુલ્લી જગ્યાનો અભાવ હતો. ઉપાશ્રય એક ફ્લેટમાં હતો. ઉપાશ્રયના (ફ્લેટ) મકાનની અગાશીમાં રેતી પાથરવામાં આવી હતી. પૌષધ વ્રતવાળા શ્રાવકો અગાશીની રેતી પર મળવિસર્જન કરતા હતા. અમુક વ્યક્તિઓ કે જે ગટરસફાઈ સાથે સંકળાયેલા હતા તેઓ અગાશી પરથી મળ લઈ ક્યાંક ફેંકી આવતા હતા. એ વ્યક્તિઓને આ કામ માટે પૈસા આપવામાં આવતા હતા. શું માનવતાના ધોરણે આ યોગ્ય છે ? પૌષધ શબ્દનો અર્થ થાય છે કે જે ક્રિયાઓ દ્વારા આત્માના ગુણો જેવા કે આનંદ, પ્રેમ, શક્તિ, કરુણા આદિનું પોષણ થાય એવી ક્રિયાને પૌષધક્રિયા કહે છે. શું મળવિસર્જન ખુલ્લામાં કરવાથી આત્માના ગુણોનું પોષણ થશે ? કપાયો ઓછા થશે ? જો જવાબ ‘ના’માં હોય તો આપણે હિંમત દાખવી આવા સ્વચ્છતાવિરોધી, વિજ્ઞાનવિરોધી, માનવતાવિરોધી નિયમને દૂર કરવો જોઈએ. જેને આવા નિયમો પાળવા હોય એ ભલે જંગલમાં રહે. એણે શહેરમાં આવવું જોઈએ નહીં. આવા નિયમો જંગલમાં પળાય, શહેરમાં નહીં લગભગ સો વર્ષ પહેલાં સુરતથી દક્ષિણના પ્રદેશમાં વિચરવાનો સાધુઓ માટે નિષેધ હતો. મુંબઈમાં આવવાનો નિષેધ હતો. એ જમાનામાં એમ કહેવાતું - જે ઓળંગે તાપી, એ કહેવાય પાપી. શું આ નિયમનું પાલન આજે શક્ય છે? સ્નાન કરવું નહીં, બ્રશ (મુખશુદ્ધિ) કરવી નહીં ધર્મ એટલે આત્મસાધનાનો માર્ગ, ચિત્તને કષાયોથી મુક્ત કરવું, નિર્મળ કરવું એનું નામ ધર્મ. યોગસાર ગ્રંથમાં કહ્યું છે : ન આંચલો ન મુખવઢં, ન રાઠા ન ચતુર્દશી ન શ્રદ્ધા આદિ પ્રતિષ્ઠા વા, તવં કિંતુ અમલ મન: અંચલ (જેની ઉપરથી અચલગચ્છ શબ્દ આવ્યો છે, અચલગચ્છ શબ્દ તો પાછળથી આવ્યો છે) મુંહપત્તી, પૂનમ ચૌદશ કે શ્રાવકોએ શ્રદ્ધાથી પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા એ તત્ત્વ નથી. તત્ત્વ તો નિર્મલ મન છે. કબીરસાહેબ પણ કહે છે : ૫૧ : STOCTC જ્ઞાનધારા CCC મન ઐસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર તાકે પીછે હરિ ફિરે, કહતે દાસ કબીર. ચિત્તશુદ્ધિ એ સૂક્ષ્મશુદ્ધિ છે. જો આપણે સૂક્ષ્મશુદ્ધિને સ્વીકારીએ તો સ્થળશુદ્ધિ એટલે કે સ્નાન અને મુખશુદ્ધિનો ધર્મને નામે અસ્વીકાર શા માટે કરીએ છીએ ? મને એક યુવાન વ્યક્તિએ પ્રશ્ન કરેલો કે “અંકલ, પર્યુષણ દરમિયાન મુખશુદ્ધિ ન કરવાને કારણે અપસરામાં ઘણાનાં મોઢામાંથી વાસ આવે છે. હું આ વાસ સહન નથી કરી શકતો. શું આ ધર્મને નામે યોગ્ય છે? ઉપવાસ દરમિયાન શરીરના જે દ્વારમાંથી આહાર લઈએ છીએ તે દ્વારની એટલે કે મુખની શુદ્ધિ કરતા નથી, પરંતુ ઉપવાસ દરમિયાન મળવિસર્જન કરવું પડે તો ગુદાદ્વારને પાણીથી શુદ્ધ કરીએ છીએ. ઉપવાસ દરમિયાન શરીરના ઊર્ઘદ્વારને પાણીથી શુદ્ધ ન કરવું અને શરીરના અધ:દ્વારને પાણીથી શુદ્ધ કરી શકીએ એમાં લૉજિક ક્યાં છે ? અંકલ, તમે સમજાવો શું આ યોગ્ય છે ?” (એક જૈન ડેસ્ટિ મિત્રે મને કહેલું કે આપણા સાધુઓ દાંતની ટ્રીટમેન્ટ માટે મારી પાસે આવે છે ત્યારે એમના દાંતની સ્થિતિ જોઈને થાય છે કે ધર્મના નામે આ શું થઈ રહ્યું છે ?) એક બાજુ આપણે ત્યાં કહેવાય છે કે, દેવાઃ સુગંધ પ્રયાઃ દેવોને સુગંધ પ્રિય છે અને જ્યાં સુગંધ હોય ત્યાં દેવો પણ આકર્ષાય છે. માટે જ દેરાસરમાં ધૂપ દ્વારા વાતાવરણને સુગંધિત રખાય છે) અને બીજી બાજ ધર્મને નામે આપણે દુગંધને પોષવાનું કામ કરી રહ્યા છીએ ! કેવો વિરોધાભાસ છે. સ્નાન ન કરવું અને બ્રશ ન કરવું આ નિયમની પાછળ હાર્દ આપણે સમજીએ છીએ. જે ખરેખર આત્મસાધક છે અને સાધનામાં ઘણા ઊંડા ઊતર્યા છે એવા સાધકો ધારો કે શનિવારે સાંજે છ વાગે સાધનામાં બેસી ગયા હોય અને સાધના દરમિયાન દેહભાન ભૂલાઈ જાય પરિણામે કાઉસગ્નની અવસ્થા ઘટિત થાય અને રવિવારે રાત્રે દેહભાન આવે ત્યારે સાધક સાધનામાંથી ઊભો થાય તો રવિવારે એણે ખાધું હતું ? સ્નાન કર્યું હતું ? મુખશુદ્ધિ કરી હતી ? જવાબ છે - ના. આ ખરો ઉપવાસ છે. તમને પ્રશ્ન થશે કે શું આ શક્ય છે? મારો જવાબ છે - હા, હું કોલકાતાના એક સાધકને ઓળખું છું જે ઘણી વાર શનિવારે સાંજે સાધનામાં બેસી • પર ભs
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy