SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ CNC જ્ઞાનધારા હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું શ્રી હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દષ્ટિ શ્રી હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. આમાં અનેકાંતવાદ તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે. પરમત-સહિષ્ણુતાની દષ્ટિ દર્શનજગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસા' માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે. યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંચરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો ભવ્યજનોને બોધ મળે તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રાચી. શાસ્ત્ર, સદ્ગુરુની વાણી અને આત્માનુભવ - એ ત્રણ ‘યોગશાસ્ત્ર’ની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્ય આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્ય ધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ યોગશાસ્ત્ર બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩ શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો ૨૧ CC જ્ઞાનધારા COMO લીધાં છે. જોકે, આવો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આ ‘યોગશાસ્ત્ર’ને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ યોગશાસ્ત્રમાં વિવિધ દષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીનાં પાંત્રીસ ગુણો, સમ્યક્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના ‘અષ્ટાંગયોગ’નો સાધુઓનાં મહાવ્રતો તેમ જ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કલિકાલસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે! 'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयंस्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्वेनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥' હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મ, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો યોગશાસ્ત્ર ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે યોગશાસ્ત્ર ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાક સ્તોત્ર ભક્તિથી આર્દ્ર છે તો કેટલાક તર્કયુક્ત પૌઢિથી લખયોલાં નારિકેલપાક સામાં સ્તોત્ર છે. શ્રી હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રેક જ નથી, બલકે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દૃઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ-અનુભવથી રસાયેલી છે. ૨૨
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy