SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 ‘અયોગ-વ્યવચ્છેદિકાદ્રાવિંશિકા' અને ‘અન્યયોગવ્યવચ્છેદદ્વાáિશકા' નામની બે દ્રાવિંશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું સ્તુતિની દષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનોની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. ‘અયોગ-વ્યવચ્છેદિક દ્વાત્રિશંકા’ માં એમણે જૈન દર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિન શાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિન શાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિન શાસનની ગુણઆરાધના કરવામાં આવી છે. ‘અન્યોગવ્યવચ્છેદઢાત્રિશિકામાં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈન દર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ પર ૧૪મી સદીમાં મલ્લિષણે સ્યાદ્વાદમંજરી નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈન સિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ 'ચદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે. આ બંને દ્વાર્વિશિકા કરતાં વીતરાગસ્તોત્રનો પ્રકાર જુદો છે. વીતરાગસ્તોત્ર'માં ભક્તિભાવથી ઊછળતું હદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા ‘વીતરાગસ્તોત્ર'ના દરેક વિભાગને પ્રકાશ એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ લોકો છે. આમાં ક્યાંક શ્રી હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. વીતરાગ સ્તોત્ર ભક્તિનું એક મધુર - ૨૩ : TOCTC જ્ઞાનધારા OC0 કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈન દર્શન પણ તેમાં અનુયૂત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. આ સ્તોત્ર અનુરુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્રસાહિત્યમાં આ હૃદયસ્પર્શ સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન છે એવા ભાવ સાથે કલિકાલસર્વજ્ઞ થી હેમચંદ્રાચાર્યનું અનુરુપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે : 'भव बीजाकुरजननां रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा या विष्णुर्वा, हरो जिनो वा नमस्तष्मै ॥ જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !" આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાઉત્ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થંકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત અન્નામસમુચ્ચય', 'અન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ શ્રી હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમ જ ‘અનેકાર્થશેષ', પ્રમાણશાસ્ત્ર’, ‘શેષસંગ્રહનામમાતા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય' જેવી કલિકાલસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ,
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy