SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધારા COC ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકર, ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિપેણ જેવા બાર ચક્રવતી; કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રહ્લાદ, જરાસંઘ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ - એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,૦૦૦થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુષ્ટુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવ તીર્થંકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીરસ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાદ્યંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રીતે રચિયતાએ એની ગોઠવણ કરી છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ એટલે જૈન કથાનકો, ઈતિહાસ પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ ‘યાશ્રય’ કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરીઃ પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે તેમ જ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે હ્રયાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ - ૧૯ OCC જ્ઞાનધારા CO થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો. આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, ‘‘શ્રી હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.’’ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજ્રસ્વામી વગેરે જૈન પરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાની-મોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર’નાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ' તરીકે ઓળખાવ્યાં છે. અનુષ્ટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે. ‘પ્રમાણમીમાંસા’ એ શ્રી હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોક્ષલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈન સૂત્રસદ્ધાંતો અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે, અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ - ૨૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy