SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સ્તવનરૂપે હોય, તે બધામાં તત્ત્વબોધ, ભક્તિ અને ભાવનો રસ ટપકતો હોય છે. તેઓશ્રીનાં પદ અને સ્તવનો પર સ્થિરતાથી ને ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ તો લાગે છે કે આ રચનામાં ખાસ તો સ્વહિતનું જ લક્ષ્ય છે. આનંદ્ઘનજી અધ્યાત્મનું એક અદ્વિતીય પાસું છે. અધ્યાત્મના નામે જે કાંઈ અંધકાર કે વિપરીત પ્રકાશ છવાયો હોય તેનો પરિહાર કરીને અને જૈન સાહિત્યમાં અધ્યાત્મબીજ અંકુરિત ન થયા હોય તેને અત્યુત્તમ પ્રેમરસનું પાણી પાઈને, પલ્લવિત કર્યા છે તે છે મહાન વિભૂતિ આનંદઘન. આ યુગે આ સંસારને અનેક સંતો શૂરાઓ અને અધ્યાત્મ પુરુષોની ભેટ આપી છે. આવા યુગસૃષ્ટાઓમાં લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે એક મહાન અદ્ભુત અને અવધૂત પુરુષની ભેટ આપી. તે મહાન આત્માનું મંગલમય ધન્ય નામ છે આનંદઘનજી મહારાજ. જાગેલા-પામેલા જંગલના જોગી, જેને આત્મામાં ઘન બનેલા આનંદનો અનુભવ છે. એટલે તેઓશ્રી પોતે જ પોતાના આત્માને ગુણથી સંબોધન કરી કહે છે- આનંદ્ઘનજી આ નામ તેઓના જન્મનું કે શરીરનું નથી, આત્માનું છે, ગુણવાચક નામ છે”. આનંદઘનજી એ એક પદમાં કહ્યું છે - જગત ગુરુ મેરા, મૈં જગત કા ચેરાજી. આ પંક્તિઓ નમ્રતાની સાથે એ પણ શીખવે છે કે, જો કોઇને જ્ઞાન કે બોધ લઈ કંઈક શીખવું જ હોય તો આખું જગત એને માટે પાઠશાળા કે શિક્ષક છે. બધામાંથી કંઈક ને કંઈ બોધ મળી શકે તેમ છે. એમણે પરમાત્માની સ્તવનામાં જયાં પ્રીતિ, ભક્તિ અને અનુરક્તિના ભાવો ભર્યા છે ત્યાં જિન શાસનનાં ગૂઢ રહસ્યોને નય, નિક્ષેપ, ઈચ્છાયોગ, સામર્થ્યયોગ, શાસનયોગ ઈત્યાદિ અકળ પદાર્થોને વિસ્તારથી નિરૂપ્યા છે. શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકુપા, સાધુસંગિત, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઈત્યાદિ પર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદષ્ટિ જોવા મળે છે. વિભાગ-૨ ગુરુમહિમા દર્શાવતાં પદોનો પરિચય અબ જાગો પરમ ગુરુ પરમ દેવ પ્યારે, મેટહું હમ તુમ બિચ ભેદ... ચેતના, ચેતનને આજે વિનમ્રતાથી આદરભાવે પ્રેમભરી ભાષામાં સમજાવે છે. તે કહે છે, હે મારા પરમગુરુ પરમદેવ ! હવે તો જાગો. ૭૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ ઉક્તિમાં બે ભાવ ઊઠે છે. એક તો ચેતન, અનાદિકાળથી સૂતો છે માટે ચેતના જગાડે છે ને કહે છે, ક્યાં સુધી સૂતા રહેશો ? હે પરમગુરુ ! તમને તો મોહનિદ્રા આવી ગઈ છે, હવે તો ઊંઘ ઉડાડો, આપ તો મારા શ્રેષ્ઠ ગુરુ છો, કારણકે ગુરુનું કાર્ય માર્ગ બતાવવાનું છે. રસ્તો બતાવી રસ્તે ચડાવી પછી આઘા ખસી જાય. તેમ આપ આપનો રસ્તો શોધીમને પણ શુદ્ધ માર્ગે લઈ જાવ. એ માર્ગે આપણે ભેદરેખા ભૂંસી અભેદ બની જઈએ. આપ સત્યમાર્ગદાતા છો. માટે આપ પરમગુરુ છો અને પરમદેવ પણ છો ! આ પદમાં પરમગુરુ શબ્દ પહેલાં અને પરમદેવ શબ્દ પછી શા માટે એવો સત્સંગ પ્રશ્ન થાય તો ઉત્તર છે કે ગુરુ આત્માને પ્રશસ્ત માર્ગ બતાવે છે. એ માર્ગે ચાલતો આત્મા દેવત્વને પામે છે. તેથી ચેતના કહે છે, અનાદિની ઊંઘ ઉડાડો તો તમને મારા-તમારા વચ્ચે શું ભેદ છે તેનો ખયાલ આવે. આપ તો મારા દેવ અને ગુરુ બંને છો. આપમાં એ બંને ગુણો છે માટે જાગૃત થઈ તમે તમારી શક્તિ તથા સંપત્તિ સામે જુઓ. મારા-તમારા વચ્ચે રાગદ્વેષની દિવાલો ઊભી થઈ છે, તેને તોડી અભેદ ભાવોનું સર્જન કરો. સુજ્ઞ તથા વિચક્ષણ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સામાન્ય જીવોની દશાનું વર્ણન કરી એ દશામાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. સામાન્ય જીવો નિમિત્તાધીન થઈ, પરિસ્થિતિમાંથી મુક્ત થવાનું અમોઘ સાધન છે – સત્સંગ અને સદગુરુ સત્સંગ માનવશક્તિને સન્માર્ગે વાળી શકે છે. સાધુ સંગતિ બિનું કૈસે પઈયે, પરમ મહારસ ધામ રી, કોટિ ઉપાય કરે જો બૌરે, અનુભવ કથા વિસરામ રી... સાધુ... સાધુ કોણ? જેણે પોતાના સતસ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે તથા બીજાને સતસ્વરૂપ સમજાવી શકે છે તે સાચા અર્થમાં સાધુ છે. પોતે ત્યાગ-વૈરાગ્યની રાહ પર હોય તથા અન્યને એ રાહ પર લઈ જાય તે સાધુ. ગૃહસ્થ કરતાં સાધુઓ ઉત્તમ છે. જેમ ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે તેમ શાંતરસની ઉત્પત્તિનું સ્થાન સત્સંગ છે. ચેતન આત્મા જ શાંતરસનું ધામ છે, પણ સદગુરુના યોગ વિના ગમે તેટલાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન કરીએ તોપણ તે મળી શકે નહીં. તે મેળવવા કોટિ ઉપાય પણ ઓછા પડે, એવું આત્મદર્શન સદ્ગુરુકૃપા તથા સદગુરુશરણથી સહજ તથા સરળ બની જાય છે. ગુરુ અનુભવ ચિંતામણિરત્ન હાથોહાથ આપે છે. માટે જ દરેક ધર્મમાં ગુરુનું મહત્ત્વ અધિક છે. માર્ગ બતાવી શકે. ભૂલા પડેલા અન્યને ભૂલા પાડી દે છે. તેથી અનુભવી સત્પુરુષો સદગુરુને સ્થાને બિરાજે છે. આત્માનુભવ માટે સદ્ગુરુ પાસે શું પ્રાર્થના કરવી તે વિશે કવિશ્રી આ પદની બીજી કડીમાં કહે છે : ૭૨
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy