SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આનંદઘનજીની ૨ચનામાં પ્રગટ થતો ગુરુમહિમા - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ “જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D કર્યું છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રચવનો આપે છે અને વિવિધ સેમિનાર્સમાં ભાગ લે છે). વિભાગ – ૧: સર્જકનો અને સર્જનનો પરિચય ભારતના અવધૂત યોગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધ્યાત્મિક અભિગમોમાં જૈન પરંપરાના અવધૂત આનંદઘનજીનો અભિગમ અદ્દભુત છે. એમનો અસામાન્ય જીવનવૃત્તાંત, નિખાલસ અને દંભવિહોણું માનસ, ઊંડું અંતઃકરણ સહજપણે આત્માની અનુભૂતિની સમજ આપણને સ્પર્શી જાય તેમ છે. આનંદઘનજી મહારાજ એક એવા વિભૂતિ થયા કે જેણે પ્રેમલક્ષણા ભક્તિનો જૈન સાધનામાં ઉદય કર્યો, અર્થાત્ પ્રેમલક્ષણા ભક્તિનો સૂત્રપાત કર્યો અને ગાઈ ઊઠયા કે, ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો, ઔર ન ચાહું કંત રે... એમના સાધુજીવનનું મૂળ નામ તો હતું લાભાનંદ, પરંતુ તેઓ જ્યારે પોતાની આત્મમસ્તીમાં ખોવાઈ જતાં ત્યારે અંતરમાં આનંદનો સાગર ઉછાળા મારવા લાગતો. પ્રભુભક્તિમાં મસ્ત ફકીર ભજનમાં ભાવવિભોર થઈ ઊઠતા અને એ આનંદમાં ઝૂલતું હૈયું પોતાને આનંદઘનના નામથી પુકારી ઊઠતું. આમ તેઓ લાભાનંદમાંથી આનંદઘન બની ગયા. ૧) આનંદઘન ચોવીસી (૨) આનંદઘન પદ બહોતેરી. ચોવીસીમાં આદિ પ્રભુ ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર મહાવીરના નામનું અવલંબન લઈ ચોવીસ સ્તવનોમાં અધ્યાત્મનાં ગૂઢ રહસ્યો ઉદ્દઘાટિત કર્યો છે. જિનેશ્વર પરમાત્માની સ્તુતિના બહાને ગહન આત્મિક અનુભૂતિ શબ્દદેહ રજૂ કરી છે. પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંતકવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી ૬૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મહારાજનું નામ પણ મોખરે છે. અવધૂત (અવ=સારી રીતે, નિશ્ચિતપણે, ધૂત ધોઈ નાખ્યા છે, હલાવી નાખ્યા છે, ખંખેરી નાખ્યા છે, (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો જેમણે) એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એકસોથી અધિક પદો લખ્યાં છે, પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવી એરણે બરાબર કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય પરંપરામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કવિ આનંદઘનજીનો જીવનકાળ તે અકબર બાદશાહના જીવનનાં અંતિમ વર્ષો અને જહાંગીર બાદશાહનો શાસનકાળ. એ કાળ ભૌતિક દષ્ટિએ સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો કાળ હતો. હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચે ધાર્મિક વૈમનસ્ય રહ્યું ન હતું. જૈનો તો અહિંસાના પૂજારી એટલે સુસંવાદી જીવનના હિમાયતી કહેવાયા. આવા આ કાળમાં ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, સત્યવિજયજી, સમયસુંદર વગેરે ખ્યાતનામ કવિઓ જૈન પરંપરામાં થઈ ગયા. શ્રી યશોવિજયજી કરતાં આનંદધનજી ઉંમરમાં મોટા હોવા જોઈએ. આનંદઘનજીની ઉશ્ચ આધ્યાત્મિક દષ્ટિ અને યોગાભ્યાસની હકીકતો જોતાં વિક્રમ સંવત ૧૬૬૦માં તેમનો જન્મ થયો હતો અને ૧૭૨૦ થી ૧૭૩૦માં તેઓ કાળધર્મ પામ્યા હોય એમ જણાય છે. સત્યવિજયજી ક્રિયા ઉદ્ધાર કરી, ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા તેમ આત્મારામજી મહારાજ જૈન તત્ત્વદર્શનમાં બતાવે છે. કવિવર્ય યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજાએ વર્તમાન ચોવીશીના ચોવીશે ભગવંતોની ચોવીશ સ્તવનો દ્વારા સ્તવના કરતાં એક એક સ્તવનમાં એક એક વાત ગૂંથી લઈ ભક્ત સાધકને ભક્તિયોગની સાધનાનો માર્ગ સાધ્યની પ્રાપ્તિ માટે કંડારી આપ્યો છે. આ પ્રથમ જિનેશ્વર ભગવંત આદિનાથ દાદાની સ્તવનામાં તેઓશ્રીએ પ્રીતિયોગને ગૂંચ્યો છે. વળી યોગીરાજજીએ પ્રત્યેક સ્તવનમાં તે તીર્થંકર ભગવંતના નામમાંથી નિષ્પન્ન થતાં ભાવને તે તે સ્તવનમાં વણી લીધા છે અને નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચારેય પ્રકારના નિક્ષેપાથી પ્રભુજીની સ્તવના કરી છે. પ્રભુ અને પ્રભુતાની પ્રાપ્તિના બે માર્ગ છે. એક સાધના અને બીજી ઉપાસના, સાધનાનો માર્ગ કષ્ટસાધ્ય છે. ઉપાસના-ભક્તિનો માર્ગ સરળ-સહેલો છે. અધ્યાત્મયોગી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા તેઓ ભક્તિરસથી ભરેલા અમૃતકુંભ હતા. તેઓની રચના પદરૂપે કે ચોવીસીના go
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy