SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શીતલ સફલ સંત સુર પાદપ સેવૈ સદા સુકાંઇ રી, વંછિત કલે ટલે અનવંછિત, ભવ સંતાપ બુઝાઈ રી.... સાધુ.... આ કડીમાં કવિએ, સાધુસંગતિને કલ્પવૃક્ષ સાથે સરખાવી છે. કલ્પવૃક્ષ નીચે બેસતા ઈચ્છિત ફલપ્રાપ્તિ થાય છે, તથા દરેકને ઠંડક આપે છે. તેમ સંતરૂપ કલ્પવૃક્ષ બધાને સંસારના ત્રિવિધ તાપથી મુક્ત કરી શીતળતા આપે છે, કલ્પવૃક્ષ પુણ્યભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમ સત્સંગ પણ પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. પુણ્યના અભાવે સામે જ સંત હોવા છતાં સત્સંગનો લાભ લઈ શકાતો નથી. કલ્પવૃક્ષ તનના અને મનનાં તાપ હરે છે ત્યારે સાધુસંગતિ ભવતાપ દૂર કરે છે. ગરમીમાં વૃક્ષની શીતળ છાયા શાંતિ પ્રદાન કરે છે તેમ સંસાર દાવાનળથી સંતત્વ માનવને સંતોનો સંગ, શાંતિ તથા આરામ અર્પે છે. જન્મ-મરણનાં દુ:ખ તણો ! કદી ન આવ્યો પાર, આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણહાર.... સગુનો મહિમા અજોડ છે. કવિએ તીર્થસ્નાન કરતાં પણ અનેક ગણું ફળ સાધુસંગમાં બતાવ્યું છે. સંતમાગમનો અપાર મહિમા છે. કવિશ્રી પ્રસ્તુત પદની ત્રીજી કડીમાં કહે છે, ચતુર વિરંચી વિરંજ ન ચાહું, ચરણ કમલ મકરંદ રી; કો હરિ ભગતિ વિહાર દિપાવે, શું - નિરંજન ચંદ રી.... સાધુ..... કલ્પવૃક્ષની ગરજ સારે એવા સાધુ-ભગવંતોનો સત્સંગ મળી ગયો છે તેથી મારે હવે કાંઈ જોઈતું નથી. કોઈ મને બ્રહ્મા પાસેથી બ્રહ્મલોકનું રાજ્ય અપાવે તોપણ સંતસમાગમ પાસે એ તુચ્છ છે. મારે બ્રહ્મપુરીનું રાજ્ય જોઈતું નથી, પણ તેના ચરણકમળની સુવાસને પણ હું ઈચ્છતો નથી. કોઈક વિહારયાત્રા (દર્શનયાત્રા)નું મહત્ત્વ બતાવે છે, પરંતુ મારે તો સત્સંગ એ જ પવિત્ર તીર્થધામ છે. નિષ્કલંક બીજનાં દર્શન કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ કવિ કહે છે, હું તો એ પણ ઈચ્છતો નથી. કવિના મનમાં સત્સંગ એ જ ચંદ્રમૌલિ શંકર ભગવાન છે, એ જ બ્રહ્મા ને એ જ વિષ્ણુ છે. સાધુમાં ત્રણેય દેવનાં દર્શન થઈ જાય છે. આ રીતે કવિ જગતની સર્વ સમૃદ્ધિથી પણ સાધુસંગતિને વિશેષ સ્થાન આપે છે. કવિશ્રી પ્રસ્તુત પદની ચોથી કડીમાં કહે છે, દેવ અસુર ઈંદ્ર પદ ચાહું ન, રાજ ન કાજ સમાજ રી, સંગતિ સાધુ નિરંતર પાવું, આનંઘન મહારાજ રે.... સાધુ.... હે પ્રભુ ! મારે કોઈ દેવનું, અસુરનું કે દેવના રાજા ઈન્દ્રનું પદ પણ જોઈતું નથી. સામાન્ય રીતે મોટા ભાગના માણસો દેવલોક માટે પ્રયત્ન કરે છે. ભગવાનને પ્રાર્થના કરી ૭૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એ જ માગે છે કે મને સદ્ગતિ આપજે તથા દેવલોકમાં મને સ્થાન આપજે. કોઈ અસુર કે ઈન્દ્રનું પદ માગે છે, તો કોઈ ચક્રવતી પદની મહત્ત્વાકાંક્ષા કરે છે. કોઈને સમાજમાં પ્રતિષ્ઠા જોઈએ તો કોઈને ઉચ્ચ પદ જોઈએ. આ બધાં પદ ક્ષણિક તથા નાશવંત છે. તે પુયોગે મળે છે ને પાપના યોગે વિલય પામે. રાજ્ય પણ પુણ્ય ઉદયે મળે છે, પણ મળ્યા પછી ખટપટ, લડાઈ, ઝઘડા, વૈભવવાસના, ઈર્ષા વગેરે ઘણાં દૂષણો ઊભાં થાય છે. શેઠ કે વેપારી બનતા જૂઢ-કપટ, માયાચારી, ચોરી હિંસા વગેરે કરવું પડે છે. આનંદઘનજી મહારાજ કહે છે, જેમાં કોઈ દોષ ન હોય તેવી નિર્દોષ સાધુસંગતિ હું ઈચ્છું છું, કારણકે તે સર્વ પાપ હરનાર છે તથા શાશ્વત સ્થાને લઈ જાય છે. નિરંતર સત્સંગના યોગે પરમ શાંત-સુધારસનું પાન થાય છે. સત્સંગથી રામરસનું પાન થાય છે. શ્રી આનંદધનજી મહારાજે આ પદમાં જીવનમાં ગુની આવશ્યક્તા પર ભાર મૂક્યો છે. કોઈ પણ કાર્ય માટે અનુભવી વ્યક્તિના સાંનિધ્યમાં રહી તેમના અનુભવનું જ્ઞાન મેળવવાથી સતમાર્ગ મળી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુનો મહિમા અપાર છે. શિષ્ય ગુરુકુળમાં રહી ગુનિશ્રામાં અભ્યાસ કરે છે. જેને ગુરુનો આધાર હોય તેને બીજી કોઈ ચિંતા ન હોય. તેથી ગુરુ-શિષ્યનો સબંધ શુદ્ધ-સ્નેહનો સંબંધ છે. શિષ્ય ક્યાંય મૂંઝવણ અનુભવે ત્યારે ગુરુ તેની આંગળી પકડીને મૂંઝવણમાંથી મુક્ત કરે છે. શિષ્ય ગુરુ પાસેથી વિનયપૂર્વક જ્ઞાન સંપાદન કરે છે. ગુરકુપાયુક્ત જ્ઞાન સત્યજ્ઞાન છે. આવા જ્ઞાનના આધારે શિષ્ય કોઈ રહસ્યાત્મક ભૂમિકામાં પહોંચી જાય છે. એટલે ગુરુ પાસેથી આ પ્રકારનું ગૂઢ જ્ઞાન મળી શકે છે. સ્વયંના બુદ્ધિબળથી મેળવેલું જ્ઞાન દીર્ઘકાળ પયંત રહેતું નથી, પણ ગુરુકૃપાથી પ્રાપ્ત થયેલ જ્ઞાન દીર્ઘકાળ સુધી ટકી રહે છે. આવું જ્ઞાન અંતે અનુભવનું અમૃત બને છે. જીવનનાવના સાચા નાવિક ગુરુ છે, તે વાત્સલ્યમયી માતા છે. આ માતા અંતરજ્ઞાનનું દૂધ પીવડાવી શિષ્યને પુષ્ટ કરે છે. કવિના હૃદયમાં પણ ગુરનું સ્થાન ઉત્તમ છે. હવે કવિ ગુરુ કોને કહે છે? એમના શબ્દોમાં જોઈએ. જગત ગુરુ મેરા, મેં જગત કા ચેર; મિટ ગયા વાદ-વિવાદ કા ઘેરા.... જગત.... પહેલી કડીમાં કવિએ કહ્યું છે, આ જીવને જ્યાંથી જ્ઞાન મળે તે બધા જ ગુર છે. કૃપા તો એક સંતગુરુની મળે ત્યાર ઉપદેશ તો અનેક સ્થાનેથી મળી શકે છે. કવિએ તો આખા જગતને ગુરુ કહ્યા છે, કારણકે જે આંખે દેખાય અથવા જડ કે ચેતન જે વસ્તુ નજરે પડે છે તે દરેકમાંથી કાંઈક ને કાંઈક જ્ઞાન (ઉપદેશ) મળે તે દષ્ટિને સામે રાખી કવિએ ૭૪
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy