SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી આગમેદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો હવે એ આત્માની આજે શી દશા ?, શીત કે ઉષ્ણ સ્પર્શી જાણવા હાય તો સ્પર્શેન્દ્રિયની મદદ લેવી પડે. એની મદદ વિના તેનું જ્ઞાન ન થાય. દરેક ઇન્દ્રિયની મદદથી જ તે તે વિષયનું જ્ઞાન થાય. સત્તાની સાટી કેવી જબરી ! છે, તે આથી સમજાશે. માક્ષમાં કરવુ શુ? શુ ત્યાં ડુ , કેટલાક કહે છે કે “ મેાક્ષમાં જઈને કરવું 'ખાનપાન, કે જોવું, સાંભળવું, ત્યાં કરવાનું શું ? ” નાનુ` બાલક બાપને કહે છે કે, “બાપાજી! આબરૂ આબરૂ શુ' ખેલ્યા કરો છો ! આબરૂ નથી ખવાતી, નથી પીવાતી, નથી પહેરાતી, નથી એવાતી એ આબરૂ શા કામની? ' આલક માત્ર ખાવા પીવામાં, કુદવા નાચવામાં, ધુળમાં રગકાળાવામાંજ સમજે છે, તેને બિચારાને આબરૂ એ વસ્તુને ખ્યાલ ક્યાંથી આવે ?, તેજ રીતે આ જીવ પણ પુગલમાં ગુથાયેલા હાવાથી પુદ્ગલ દ્વારા સુખની કિંમત આંકે છે, અને તેથી તે ખાવા પીવા પહેરવા ઓઢવા દ્વારા એ મેાક્ષની કિંમત આંકે છે ! પુદ્ગલથી નિરપેક્ષ થયા વિના કર્મીની મેનેજમેન્ટ ઉઠવાની નથી અને મેક્ષ મળવાને નથી, પીજરાથી ટેવાયેલું પક્ષી ! પી'જરૂ' એ છે તે કેદખાતુ, પણ પીંજરામાંજ ઉછરેલા પંખીઆ પોપટ વગેરેને પીંજરા ખડ઼ાર કાઢો તા તરફડે છે. એને પીજરામાં જ નિર્ભયતા દેખાય છે. ત્યાંજ એને શાંતિ, આનંદ, કલ્લાલ લાગે છે; કેમકે એ ટેવાઇ ગયેલ છે. આ જીવની પણ એ દશા છે કે એને કાયારૂપી પાંજરા વિનાની દશાના ખ્યાલ પણ આવતા નથી, તેથી મેાક્ષમાં શુ' છે?; એમ બેલાય છે. આત્માની સમૃદ્ધિના વાસ્તવિક ઉપયોગ મોક્ષમાં જ છે. અહી' તા જ્ઞાનાદિના ઉપયોગ ઈંદ્રિય તથા મનને આધીન છે, એટલે કે મિલ્કત ઘરેણું મૂકાઈ છે. કેવળજ્ઞાનાદે આત્માની મિલ્કત છતાં આપણે ઇન્દ્રિય રૂપી રીસીવરોને તાબે રહેવુ પડે છે. જ્યાં ભૂખ તરસ નથી, ત્યાં ખાનપાનને પ્રશ્નજ કાં છે? પરાધીન દશા દૂર થાય તેથી એનુ જ નામ સિદ્ધ દશા રાખી છે. પેાતાની મિલ્કતથી વ્યવસ્થા જાતે કરવાના હુક મેળવવા તેજ મેાક્ષ.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy