SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠી પરિણમાવવાની શકિત જે જીવોએ મેળવી નથી, તેઓ સંપૂર્ણિમ કહેવાય છે. ગર્ભજ મનુષ્યના વિષ્ટાદિ અપવિત્ર અવયમાં બિચારા સંમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. દેડકાંના અવયવમાં દેડકાં ઉત્પન્ન થાય છે, તે તે જાણે છેનેગર્ભજ મનુષ્યના વિષ્ટાદિ ચૌદ સ્થાનમાં બિચારા આ જીવ ઉત્પન્ન થાય છે, તેથી તે તેમને ચૌદ થાનકીઆ જીવ કહેવામાં આવે છે. સંમૂછિમની ઉત્પત્તિ માટે જલચર, ખેચર, ગર્ભ જ, બેચરાદિ વગેરેની અશુચિમાં એ નિયમ નહિ, પણ મનુષ્ય ગતિમાં તે એ નિયમ જ છે કે ગર્ભજ મનુષ્યના ચૌદ અશુચિ સ્થાને માં, એ ચૌદ અપવિત્ર પદાર્થોમાં જ સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય, અને પર્યાપ્તા ન જ થાય. તિર્યંચ ગતિના સંમૂર્ણિમ જ તે પિતાને લાયકની પર્યાપ્તિ પૂરી કરી પણ શકે છે, પરંતુ સંમૂચ્છિમ્ મનુષ્ય કદી પણું પર્યાપ્તા થઈ શક્તા નથી. પર્યાપ્તિ પૂરી કરી શકે તેટલે વખત તે બિચારાઓ જીવી જ શકતા નથી, તેથી તેને એક જ ભેદ અને તે અપર્યાપ્તાપણાને. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંખ્યા લઈએ તે બત્રીશ આંકથી વધારે ન જાય. આંક એટલે શું ?, એકમ, દશક, સો એમ ગણતાં લાખના છ આંક, તે રીતે બત્રીશ આંકની સંખ્યા સમજવી. એકના બે, બેના ચાર, ચારના આઠ એમ છનું વખત બમણ બમણાં કરતાં જાય અને જે સંખ્યા આવે તેટલી સંખ્યા ગર્ભજ મનુષ્યની આખા અઢીદ્વિીપમાં સમજવી. સંમૂર્ણિમની ઓછામાં ઓછી સંખ્યા અસંખ્યાતાની સમજવી. અસંખ્યાતા ઉપજે છતાં તેમાં એક પણ જીવ પર્યાપ્ત થઈ શકે નહિ, પૂરી પર્યાપ્તિની પ્રાતિ પર્યત જીવી શકે નહિ, એવી એમની કમનસીબી છે. ભાષા-વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરવા સમયે સામર્થ્ય ટકતું નથી. સમૂર્ણિમ-મનુષ્ય અપર્યાપ્તા જ હેય. મનુષ્યના ૩૦૩ ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. પન્નર કર્મભૂમિના, ત્રીશ-અકર્મભૂમિના, તથા છપન-અંતરદ્વીપના એમ એકસો અને એક ભેદ. તેમાં ગર્ભમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એટલે ૧૦૧૪૨=૨૦૨ થયા, તથા સંમૂચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા હોવાથી ર૦૨+૧૦૧=૩૦૩ ભેદ થયા, સંભૂમિ મનુષ્યની ઉત્પત્તિ અહીદ્વીપની બહાર નથી, કારણકે ગર્ભજ મનુષ્યનાં દુર્ગધિ અવયવે બીજે હેય નહિ માટે સંમૂર્ણિમની ઉત્પત્તિ બીજે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy