SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો દેવજીન સાધુએ ઋજુ અને જડ હતા, જ્યારે ભગવાન્ શ્રીમહાવીરદેવના સાધુએ જડ તથા વક્ર હાવાથી એ જ દૃષ્ટાંતમાં તેમણે એ જ જવાળેા પણ વકપણે આપ્યા. પેલા સાધુએ નટના નિષેધમાં નટી નહાતા સમજ્યા. જ્યારે મહાવીરદેવના સાધુએ તે સમજ્યા હતા. શ્રી મહાવીરદેવના સાધુએ એકવાર નટ જોવા ઊભા રહ્યા. તેમને નિષેધ કરવામાં આવ્યા. ફરી તેએ નાટકડી જેવા ઊભા રહ્યા, અને માડુ થવાનુ કારણ પૂછતાં પ્રથમ તેા આડી અવળી વાત કરી, અને જયારે નટીનું કહેવુ' પડ્યું. ત્યારે ઉલટુ' ખેલ્યા કે નટીને નિષેધ કેમ નહેાતા કર્યાં ?” તાત્પર્ય કે બન્નેના સાધુપણાના પાલનમાં આ ફ્રીતિએ જે ફરક હોય તે પ્રમાણે તેના ફળમાં ફરક પડે જ એ સ્પષ્ટ છે. આપણે જોઈ ગયા કે અકામ નિજ`રાથી પણ દેવપણું મળે છે. પંચાગ્નિ તપ, સ્નાનાદિ ત્યાગ, બ્રહ્મચય પાલન, દેહદમન વગેરેથી દેવપણું મળે છે. પુણ્યમાં અધિક, અધિકતર, અધિકતમ ભેદો પડે, પરિણામમાં તેવા ભેદો પડે છે, અને અધિક અધિકતર-અધિકતમમાં પણ તરતમતા તે। હાય જ. પણ ભવનપતિના દેવા ‘કુમાર' શાથી કહેવાય છે? જેમ બાળકો ઘર, હાટ, વેપાર વગેરેની ક'મત સમજતા નથી, એ તા કેવલ મેજમાં મજામાં સમજે, શણગાર સજ્વામાં આનંદ માને, તેમાંય કેટલાક ખાલકા ચાલી જતી ગાયને વિના વાંકે પત્થર મારે છે, કુતરાના કાન ચીમડે છે વગેરે કાર્ય કરે છે. તે રીતે ભવનપતિમાં પણ અસુરકુમાદિ દેવા ખસ શૃંગાર સજે, અને નારકી જીવાને મારવા ઝુડવાનું કાય કર્યો કરે છે, તેમને તેમાંજ રસ ઉપજે છે. અહીંનાં અટકચાળાને સ'સ્કાર દેવગતિમાં પણ સાથે જ આવે. રાજાને શ્ર્વાન કદાચ હુલકા પદાર્થ નહિ ખાય, પણ જાત શ્વાનની એટલે મેજડી તે કરડે છે; તે રીતે આ અસુર કુમાર ભલે દેવગતિમાં છે, છતાંય નરના નિખળ નિરાધાર પારાવાર દુઃખી જીવે ઉપર પેાતાની સત્તાને સાટા ક્રીડા કુતૂહલ તરીકે ચલાવે છે. ભવનપતિના દશે. ભેદને ‘કુમાર' તરીકે આળખાવાય છે. બાળકના જેવા સ્વભાવવાળ, કેવળ મેાજશેખમાં મ્હાલનારા, અટકચાળામાં આંનદ માનનારાં માટે કુમાર' કહેવામાં આવ્યા છે.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy