SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરે. બાકી બધા વિચાર એ તો પરિભ્રમણના વિકાર છે. એને કલ્પના કીધી છે. જીવ પ્રાયે કલ્પનામાં હોય છે. કારણ કે એનો વિચાર પરલક્ષી હોય છે. ક્યારેય અંતરથી વિચાર નથી કરતો. Talk thy self. તારી જાત સાથે વાત કર. ગાંધીજી કહેતા Listen the voice of silence – અંતરાત્માના અવાજને સાંભળવા માટે કોશિશ કર. દુનિયાના કોલાહલમાં એટલો બધો પડ્યો છે, તારી શ્રવણેન્દ્રિય બાહ્ય ઉપયોગમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે અંતરમાં ઉઠતો અવાજ, બહુ નજીકમાં રહેલા સ્વરૂપનો અવાજ તને સંભળાતો નથી. એટલે જ્ઞાનીઓએ પ્રાર્થના કરવાનું કહ્યું છે. પ્રાર્થના કર. તારી જાત સાથે સંવાદ કર. બધાને appointment આપશ - ક્યારેય પોતાને પણ આપ. કે દસ મિનિટ આ દુનિયા સાથે મારે કાંઈ સંબંધ નથી. બધા જ plug ખેંચી લે. બધા જ connection કાઢી નાખ. અને અંતરાત્મા સાથે દસ મિનિટ માટે સંવાદ કર. હે જીવ ! કયા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મીટે અનાદિ ભૂલ.' અને અંદરથી જે જવાબ મળશે તે સત્યનો રણકાર હશે. છૂટવાની વાતનો ભણકાર હશે. ‘હે જીવ ! અનાદિકાળથી તું પરમાં ને પરમાં, માયામાં ને આસક્તિમાં ડૂબી રહ્યો છો. ક્યારેક તો તારો વિચાર કર. આ મનુષ્ય જન્મમાં આવો અવકાશ પ્રાપ્ત થયો છે અને તને આ સંજ્ઞી પંચેન્દ્રિયપણું મળ્યું છે અને આવા ભારતવર્ષની અધ્યાત્મ ભૂમિમાં તારો જન્મ થયો છે, ઉંચ ગોત્રમાં તારો જન્મ થયો છે અને એવી પુણ્યાઈ લઈને આવ્યો છે કે ખાવા-પીવાની તને કોઈ તકલીફ પડે એમ નથી, બે ટંક ભોજન તો મળી રહેશે તો આવી ભોગ લાલસામાં, અને જગતના ભોગ પરિભોગની અંદર તું આ મનુષ્ય જન્મને વૃથા ગુમાવવાની મૂર્ખાઈ શું કામ કરે છે ? વિચાર કર.” | ‘અવસર બેર બેર નહીં આવે.” આનંદઘનજી પોકાર કરીને કહે છે, “એમ વિચારી અંતરે શોધે સગુયોગ. તું એક સદ્દગુરુને શોધજે. સમ્રાટ સિકંદર જગતને જીતવા નીકળ્યો હતો. એના ગુરુ ડાયોજીનસને થયું અત્યારે રોક્યો રોકાશે નહીં. અને મારું કીધું માનશે નહીં. સિકંદરે એમાં પૂછ્યું, “હે ગુરુદેવ ! હું તમારા માટે વિદેશથી શું gift લાવું ?” ગુરુએ કહ્યું, “તું દુનિયા જીતવા જાય છે. જ્યારે ભારતવર્ષને જીતીને આવે ત્યારે ત્યાંથી એક સંતને લેતો આવજે.” અને જીતીને પાછો જતો હતો, ભારવર્ષમાંથી સોનારૂપાનો અખૂટ ભંડાર અને વણજારની વણજાર ભરાય એટલો ખજાનો લઈને જતો હતો ત્યારે એને યાદ આવ્યું કે એને ગુરુએ એક સંતને લઈ જવાનું કહ્યું છે. અને કહ્યું કોઈ બાવાને શોધીને લઈ જઈએ. આમેય આ દેશમાં બાવાનો ક્યાં તોટો છે ? અહીં અમેરિકા નથી કે પૈસાના આધાર ઉપર આ દેશની સંસ્કૃતિનું જીવન હોય. ત્યાગ અધિષ્ઠિત સંસ્કૃતિ છે આ દેશની. અહીં દ્રવ્ય હોવું એ ગૌરવ નથી. દ્રવ્ય ન હોવું એ ગૌરવ છે. એનું ભાન સાથે છે. એનું ગૌરવ સાથે છે. “કક ભાગ્યવંતા ભંતે ?” આ સંસારની અંદર FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 120 TE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy