SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ મંદ થાય છે ? “પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, સરુ, સતુશાસ્ત્ર, સમિતિ, ગુપ્તિ, અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. એમ અવશય જીવે એવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેનાથી અવશ્ય પરમાર્થને પામી શકાય. આમ કહેવાનો શાસ્ત્રનો આશય છે.” શાસ્ત્ર તો કહે છે ભાઈ ! ઉપવાસ થાય તો કર. ન થાય તો ન કર. ઓછું ખા. રાગદ્વેષ ઓછાં કર. મોહ ઓછો કર. વિષય-કષાયમાંથી તું નિવૃત્ત થા. પાછો ફર. સંસારની અને પરપદાર્થની મોહિનીમાંથી તું પાછો ફર. દેહની આસક્તિથી તું જોડાયેલો છો. અને તેના કારણે સંસાર તરફ તારો લુબ્ધતાનો ભાવ છે, એના કારણે, ખોટી માન્યતાના કારણે આ ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયની જે ચોકડી છે, જે જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે છે, અને તને જે પરપદાર્થની આસક્તિ છે, મમત્વ છે, એમાં જે લુબ્ધતા છે, તારો અહંભાવ છે તેને કારણે તારા જીવનમાં આ કષાયો જોર પામે છે. કષાયોને પોષણ મળે છે. એનાથી તું વિરક્ત થા. સાચો માર્ગ વિરક્તિનો છે. વિરતિનો માર્ગ છે. આ સંસારમાં વૈરાગ્ય શિરોમણી ભતુહરિ મહારાજાએ વૈરાગ્ય શતક'ની રચના કરી. એમાં કહ્યું, “સંસારના સત્તર પ્રકારનાં ભય બતાવ્યાં જેમ કે ભોગમાં રોગનો ભય, રૂપમાં લુંટનો ભય, દ્રવ્યમાં રાજાનો ભય, આવી અનેક બાબત બતાવી જે સર્વમાં ભય જ રહેલો છે.” કોઈએ પૂછ્યું, ‘આ તમે બધે ભય-ભય જ બતાવો છો તો સંસારમાં અભય જેવું ખરું કે નહીં ?” એમણે કહ્યું, ‘એક વૈરાગ્ય જ અભય છે. આ સંસારમાં જેને વૈરાગ્ય છે એને કોઈ ભય નથી. ભય ભોગીને હોય, વૈરાગીને ન હોય. એમ વિચારી અંતરે, શોધે સદ્દગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. (૩૭) ‘એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, રિદ્વસિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં - એ રોગ જેના મનમાં નથી.” આ પાયાની વાત. આત્માર્થી જીવ એ સમજે છે કે સાચા ગુરુ મારે શોધવા છે. એનો પરમ ઉપકાર મારા જીવનમાં છે. ત્રણે કાળમાં માર્ગ તો એક જ હોય. અને એ માર્ગ જે મને બતાવે, તે તરફ પ્રેરણા કરે, તે સાચો વ્યવહાર જે બતાવે તે મારા સાચા ગુરુ છે. એમ અંતરમાં વિચારે. “અંતરમાં’ ઝરણા જાગી છે. અંતરમાં વિચારવું અને દિમાગથી-બુદ્ધિથી-તર્કથી વિચારવું એમાં ફરક છે. આપણે તર્કથી, અનુમાનથી, વાદવિવાદના ધોરણથી અને પરને લક્ષમાં રાખીને વિચારીએ છીએ. કે હું સારો કેમ લાગું ? એટલે એ વિચારમાં દંભ હોય. સામાને કેમ સારું લાગે ? તો ત્યાં આડંબર હોય. સ્વાર્થ હોય, માન બુદ્ધિ હોય. અંતરથી વિચાર કરવો છે તો પછી કોઈને સારું લાગે, ખરાબ લાગે - જગતની પરવા નથી. મારું હિત શેમાં છે ? મારું કલ્યાણ શેમાં છે ? માટે વિચાર સ્વદૃષ્ટિએ કરવો છે. આને જ જ્ઞાનીઓ વિચાર કહે છે. બાકી આપણે જે વિચાર કરીએ છીએ એને તો જ્ઞાનીઓએ કલ્પના કીધી છે. કલ્પનાને જલ્પના છે. અને એ વિચાર નથી પણ મનના વિકાર છે. વિચાર તો એ છે કે જેમાં જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે, એની પ્રાપ્તિનો વિચાર કરે, અનંત અવ્યાબાધ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાનો - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 119 EE
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy