SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવંત કોણ છે ? “કૌપિનધારી ખલુ ભાગ્યવંતા.” “હે શિષ્ય ! જેણે માત્ર એક કૌપિન ધારણ કરી છે - લજ્જા માટે - એ જ સંસારમાં ભાગ્યશાળી છે. અહીં Bank Balance ઉપર ભાગ્યશાળીની ગણતરી થતી નથી. બંગલા-wealth tax-Estate duty એના આધાર ઉપર અહીં ભાગ્યશાળીની ગણતરી થતી નથી. કંચન-કામિનીના ત્યાગી છે તે અહીં ભાગ્યશાળી ગણાય છે. સૈનિકો સંતને લેવા જાય છે કે તને અમારો બાદશાહ બોલાવે છે. તારે અમારી સાથે આવવાનું છે. તું નસીબદાર છો કે Alexander The Great - એણે તને સામેથી તેડું મોકલ્યું છે. અને ઓલા સંત કહે છે, ધ્યાનમાં બેઠા હતા, સૂર્યની આતાપના લેતા હતા – ભાઈ ! તું જરા આઘે ઉભો રહે. મારી સાધનામાં વિક્ષેપ થાય છે.” સૈનિક કહે છે, “આખો દિવસ ભીખ માંગવા જાય છે. અને આ તો સામેથી સમ્રાટ બોલાવે છે.” સંત કહે છે, “હું આવીશ નહીં.” બહુ લાંબો સંવાદ ચાલે છે. છેલ્લે સમ્રાટ કહે છે કે, “એને સમજાવો નહિંતર હું એનો શિરચ્છેદ કરી નાખીશ.” સમ્રાટની આજ્ઞાનો આ તો અનાદર છે અને તે પણ આવા મામુલી બાવા દ્વારા થાય ? તારી હેસિયત શું ? તારી મજાલ શું ? કેમ કે એને હેસિયતના ખ્યાલ જુદા છે. પદ, પદવી, પ્રતિષ્ઠા અને પૈસો એને એ હેસિયત માને છે. સૈનિક જઈને કહે છે. સંત કહે છે, “તારા બાદશાહને કહેજે, કે તલવારથી તો તું આ દેહના ટુકડા કરી શકીશ. પણ આત્મા તો અમર છે.' “નૈન છિદંતી શસ્ત્રાણી, નૈનં દહતિ પાવક, ન ચૈને કલે દન્તાયયો, ન શોષયતિ મારુતા” અરે ! તારા બાદશાહને કહે કે, શસ્ત્રોથી અમને કોઈ છેદી શકે એમ નથી, વાયુ સુકવી શકે એમ નથી, મેઘ ભીંજવી શકે એમ નથી, અગ્નિ બાળી શકે એમ નથી. અમે તો સનાતન છીએ. અજર, અમર છીએ. આવું આત્મસ્વરૂપનું ભાન જે ભૂમિમાં છે એવી અધ્યાત્મ ધરતીમાં અમે જન્મ લીધો છે અને વિતરાગ પરમાત્માનું શાસન મળ્યું છે. અને આવો નિગ્રંથગુર, કોઈ કાળની અંદર મળે નહીં એવો – મહાન આશ્ચર્યજનક એવા લોકોત્તર દેવનો આજે યોગ થયો છે. હવે આત્માર્થી જીવ સદ્દગુરુનો શોધ કરે છે. અને સદ્દગુરુના શોધમાં એક જ દૃષ્ટિકોણ છે ‘આત્માર્થ સિવાય બીજો કોઈ એને મનમાં રોગ નથી. આપણને તો હજાર રોગ છે. મોક્ષ મેળવવો છે પણ તે પહેલાં ભેગું List ઘણું મોટું છે. ઘરનું ઘર કરવું છે, છોકરાને ઠેકાણે પાડવા છે, વેવાઈવેલા સારા ગોતવા છે, તબિયતની સરખાઈ કરવી છે, છોકરાનાં છોકરાને પરણાવવો છે, હજુ વિદેશ જાવું છે, ઘણું જોવું છે, ભેગું ઘણું List છે. આ પૂરું થાય ક્યારે અને મોક્ષ થાય ક્યારે ? આની તો અનંત તૃષ્ણા છે. કૃપાળુદેવ કહે છે કે, ‘તૃષ્ણા અનંત છે.” આ જીવની તૃષ્ણા અનંત છે. એને મેરૂ પર્વત જેટલી સુવર્ણ રાશી આપોને તો પણ આની તૃષ્ણાનો અંત આવે એમ નથી. પણ અહીં તો આત્માર્થી જીવનું લક્ષણ બતાવે છે. એને ક્યારે પણ પૂછો, એ કહેશે, પ્રભુ ! મારે તો મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. આ મારો દેહ કાલે જતો હોય તો આજ જાય, આ મારો સ્વપન જેવો સંસાર એનો નાશ થાય તો પણ મને એની કોઈ ચિંતા નથી. મને બસ એક જ ચિંતા છે કે “મને અનાદિ કાળથી રખડતાં જે નથી પ્રાપ્ત થયું એવાં મારા સ્વરૂપની શાંતિ, સમાધિ, સમતા જોઈએ છીએ.” - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 121 [E]=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy