SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી અજ્ઞાનમાં રખડતો આવ્યો છે. કર્મના કારણે ગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચ કે નારકી – એમ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં અનંતો કાળ ચાલ્યો ગયો છે કારણ કે માર્ગદર્શક હજુ કોઈ મળ્યો નથી. યાત્રા સતત અનંતકાળથી ચાલુ છે. અને આ યાત્રિક જુદા જુદા રૂપ બદલ્યા કરે છે. ક્યારેક ઘોડો તો ક્યારેક ગધેડો, ક્યારેક પશુ તો ક્યારેક પક્ષી, ક્યારેક નારકીનું રૂપ ધારણ કરે છે તો ક્યારેક મનુષ્યનું રૂ૫ ગ્રહણ કરે છે. ક્યારેક દેવની જેમ ઉડવાનું પણ સામર્થ્ય પ્રાપ્ત કરે છે, પણ આ રખડપાટનો અંત નથી આવતો. આ રઝળપાટ પુરી થતી નથી. અનંતની યાત્રાએ કોઈ છેડો વણી શકાતો નથી. કારણ કે આ દેહલક્ષી ઉપકારો પ્રાપ્ત કરવામાં જ આ જીવ રોકાઈ રહે છે. જે કાંઈ કામ થશે તે તારા સંસાર પૂરતાં મર્યાદિત છે. એ સંસાર તો તારા આયુષ્ય સાથે સંકલિત છે. હમણાં પડદો પડી જાશે અને નાટકનો ખેલ બદલાઈ જશે. World is a stage. આ પૃથ્વીના પટ ઉપર - આ સૃષ્ટિમાં જીવ નવાં નવાં રૂપ ધારણ કરે છે, નવાં નવાં સ્વાંગ સજે છે. પરમ ઉપકાર જો હોય તો તે સદ્ગરનો છે કે જે આપણને અનંતની યાત્રાનો છેડો વણી દે. અને આત્માર્થી જીવને જો આવા સદ્દગુરુનો યોગ થાય તો “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” મતાર્થી જીવ, સદ્દગુરુનો યોગ થાય છે, તો વિમુખ ચાલે, ઊંધો ચાલે. પરંતુ આત્માર્થી જીવને સદ્દગુરુનો યોગ થાય તો મન-વચન અને કાયાના યોગના એકત્વથી સદ્ગુરુની આજ્ઞાને સેવે. સદ્ગુરુની આજ્ઞાને ઉપાસે અને સદ્ગુરુના ચરણમાં પોતે અર્પિત થઈ જાય. ‘આજ્ઞાધાર’ – આજ્ઞાનો ધારક બને - સદ્દગુરુની આજ્ઞાનો - પત્રાંક ૧૬૬માં પરમકૃપાળુદેવ કહે છે કે, “કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” જીવ માયિક વાસનાથી સંસારના ચક્રમાં ફસાઈ ગયો છે. એની જે વાસનાઓ છે, તૃષ્ણાઓ છે, તે બધી માયિક છે. છેતરામણી છે, વંચક છે, એને ભાન ભૂલાવે છે. એમાંથી એને જો મુક્ત થવું હશે તો આવો કોઈ સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થાય, આવો કોઈ સદ્દગુરુનો બોધ એને મળે, જે “સતુ'નું સ્વરૂપ સમજાવે, અને એને આ નશ્વર શરીરના જન્મની, આયુષ્યની, નિષ્ફળતા અને વિફળતા બતાવે, અને આત્માની સફળતા બતાવે તો આત્માર્થી જીવ તો એવા સગુરુને ત્રણે યોગથી અર્પિત થઈ જાય. જેને કહીએ “સર્વ રૂટણ આત્મ સમર્પણમ્' Dedication in total. સદ્દગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા, જ્યારે અર્પણ કરવાની છે ત્યારે નિઃશંક બનીને, નિઃસંદેહ બનીને કરવાની છે. કશું જ, કોઈપણ મતનો તેમાં ભેદ રાખવાનો નથી. એવી શ્રદ્ધા કરીને સદ્ગુરુનાં ચરણમાં અર્પિત થવાનું. પરમકૃપાળુદેવે કહ્યું છે, “બીજું કાંઈ શોધમાં. માત્ર એક સતપુરષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (૭૬) આ કહેનાર પુરુષ - જગતના જે કોઈ જીવો ઊભા છે મોક્ષની પ્રાપ્તિ માટે, તેને પડકાર કરીને કહે છે જાઓ ! સદૂગરની ઉપાસના કરો. સતુપુરુષના બોધ પ્રત્યે અર્પિત થાવ. નિઃશંકિત બનો. અને પછી જો મોક્ષ ન મળે તો આવો મારી પાસે. જાવ ! હું તમને મોક્ષ આપીશ. આ મારું અભય વચન છે. FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 115 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy