SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનો અર્થી - આત્માર્થી - જેને આત્મા પ્રાપ્ત કરવો છે તે પુરુષ કુળગુરની કલ્પના ન કરે. કપાળુદેવ કહે છે કે “કલ્પિતભાવમાં ક્યાંય ભૂલ્યા જેવું નથી.” આવા કુળના ગુરુ, મતના, ગચ્છના, સંપ્રદાયના ગુરુની કલ્પનામાં સાચો આત્માર્થી જીવ - ક્યાંય રોકાતો નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્ત આજ્ઞાધાર. (૩૫) પ્રત્યક્ષ સદ્દગુરુની પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાતુ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્દગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સદ્દગુરુ યોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્દગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્દગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિત પણે વર્તે.” આ આત્માર્થી જીવનું લક્ષણ. એ પ્રત્યક્ષ સદ્દગુરુની પ્રાપ્તિને પરમ ઉપકાર માને. હજરાહજુર, વિદ્યમાન, પ્રત્યક્ષ, દેહધારી, રૂબરૂ, એવા સદ્દગુરુની પ્રાપ્તિ જો થાય તો એ જીવ સમજે કે મારા જીવનમાં આ પરમ ઉપકાર થયો છે. પૈસો, ધન-સંપત્તિ, માન-પદવી મળે, પૂજા-સત્કાર થાય, સન્માન સમારંભ થાય, આ જીવનનો ઉપકાર નથી. બહોળું કુટુંબ, લાડી, વાડી, વજીફા, આ જીવનનું કોઈ સાર્થક્ય નથી. આ કોઈ ઉપકાર નથી. આમાં જીવનું કોઈ મંગલ, કે કોઈ કલ્યાણ થાય એમ નથી. ૬૦-૭૦ વર્ષના જીવનમાં આવો પરિગ્રહ-માન કે પ્રશંસા મળશે પણ જીવન તો પુરું થશે. કારણ કે એ બધું દેહાધિન છે. આયુષ્યનો યોગ પૂરો થયે, આ તારી રચેલી દુનિયા, આ કલ્પનાની અને સપનાંની દુનિયા, બધું ભસ્મીભૂત થઈ જશે. એ જ પદવી, એ જ બધા સન્માન પત્રો એમને એમ પડ્યાં રહેશે. અને પસ્તીના ભાવમાંય કોઈ લેવા તૈયાર થાશે નહીં. “આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા’. આ તો મનુષ્યભવ મળ્યો છે, પંચેન્દ્રિયપણું છે, સંજ્ઞીપણું છે, કંઈક સમજ છે અને કંઈક આત્માનું કલ્યાણ કરવાની ભાવના હોય અને સદ્ગુરુની જો પ્રાપ્તિ થાય તો એના જેવો જીવનમાં બીજો એકે ઉપકાર નથી. કોઈ માર્ગ બતાવનાર મળી જાય. ભૂલો પડેલો મુસાફર રઝળતો હોય, આથડતો હોય, કુટાતો-પીટાતો હોય અને ગ્રીષ્મના તાપથી શ્રમિત થઈ ગયો હોય, થાકી ગયો હોય, શરીર કામ ન કરતું હોય, લોથપોથ થઈ ગયો હોય, એ સમયે કોઈ ભોમિયો મળી જાય તો ? એ ભોમિયો માર્ગદર્શન કરી મુકામે પહોંચવાનો માર્ગ બતાવે એના જેવો ઉપકાર કોનો ? એમ જો પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય તો આ છે મુમુક્ષુ-આત્માર્થી છે એ એને પરમઉપકારનું કારણ ગણે છે. મારા જીવનમાં બાકી બધા તો લૌકિક ઉપકાર કરે. આ તો અલૌકિક ઉપકાર કરે. બાકીના જગતના જીવો જે ઉપકાર કરશે તે તો આ દેહ પૂરતો જ, આ આયુષ્ય પુરતો જ મર્યાદિત છે. આ જન્મ પુરતો જ છે. જ્યારે સદ્દગુરુનો ઉપકાર જન્મ-જન્માંતરમાં, ભવ-ભવાંતરમાં, અને ભવનાં પરિભ્રમણને કાપનારો, કર્મના બંધનને તોડનારો થશે. જીવને પોતાના શુદ્ધ પદને પ્રાપ્ત કરાવનારો થશે. આજ નહીં તો કાલ, પરંપરાએ, સગરના બોધના સંસ્કારો જો જીવમાં દૃઢ થયા હશે તો જીવનું મુક્તિ તરફ પ્રયાણ થશે. આજ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 114 E
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy