SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના જીવોને જબરજસ્ત આશ્વાસન, આ પરમગુરુએ આપ્યું છે. આ કોઈ મંત્રીએ Election વખતે આપેલું વચન નથી. આ તો એક સત્પુરુષ પોતાના અંતઃકરણથી મુમુક્ષુ જીવોને કહે છે કે તમને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાજો. હું તમને આપીશ. મોક્ષને આપવાનું સામર્થ્ય જેની પાસે છે. આત્માનો રણકાર અને ભણકાર જેમાં છે, એવા સામર્થ્યજ્ઞવાળો પુરુષ જગતના જીવોને કહે છે કે, “હે જીવો ! તમે એક સત્પુરુષને શોધી લો. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.” જો જો સદ્ગુરુને શોધવામાં ક્યાંય કુગુરુને ભટકાઈ પડતા નહીં. ક્યાંક, ઝાકઝમાળ, બાહ્ય અહંકાર, દોર, દમામ, બાહ્ય ત્યાગ, આવામાં ક્યાંય ભટકાઈ પડતા નહીં. સદ્ગુરુને શોધવા જવામાં ક્યાંય ભેખડે ભરાતા નહિ. ક્યાંક એનું માન અને ક્યાંક તમારો માન-કશાય જાગશે. કોઈ તમને ફુલાવશે, વ્યવસ્થાપક બનાવશે અને આ જીવ એ પ્રશંસાના હિંચકે ઝૂલવા લાગશે. આ જગતમાં હિંચકા નાખનાર ઘણા છે. કોઈક થોડા ઝૂલા નાખશે - પ્રશંસાના - ત્યાં આ જીવ સદ્દગુરુને શોધવાને બદલે પોતાના માનમાં બેસી જવાનો છે. અરે ભાઈ ! તું કયા હેતુથી અને શું કામ કરવા નીકળ્યો છે ? “જે મહાકામ માટે તું જભ્યો છો” ભગવાને કહ્યું છે સગુરુનો શોધ કર. અને તું તારું સ્થાન શોધીને ત્યાં બેસી ગયો. તારું માન પોસાય છે એટલે અસગરુને દઢ કરવા લાગ્યો ? ભાઈ ! “નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી.” સદ્દગુરુને ઓળખવાના આ ભગવાને માપદંડ આપ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ એક-એક ડગલે ને પગલે મુમુક્ષુને માર્ગદર્શન આપ્યું છે. કોઈ વાતમાં મુમુક્ષુને એમ જ મુકી નથી દીધો. ડગલે ને પગલે મુમુક્ષુને દૃષ્ટિ આપી છે, સહારો આપ્યો છે. ચિન્હ આપે છે, એંધાણ આપે છે, મૂલ્યાંકન આપે છે કે તારે આવી રીતે સદ્ગુરુને શોધવાના છે. આવું એનું ઓળખાણ છે, આવાં એના લક્ષણ છે, અને આવા પ્રકારનાં ભય સ્થાન છે. ભયસ્થાનમાં પણ તું ક્યાંય રોકાતો નહીં. આવા આત્માર્થી જીવની, મનમાં એક સ્થિતિ બહુ સ્પષ્ટ હોય છે. જે આત્માર્થી છે એની મનની ભૂમિકા કેવી હોય ? એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. (૩૬) ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ. બીજો નહીં.” આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે. એમાં બહુ જ clear કહ્યું છે. “મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. તે માર્ગ આત્મામાં રહ્યો છે.” આંક-૫૪માં ભગવાને સ્પષ્ટતા કરી છે. જે વાટેથી શ્રી મહાવીર તર્યા છે.” મહાવીર, રામ, કૃષ્ણ કોઈને તરવાનો માર્ગ ભિન્ન નથી. જે કર્મથી મુક્ત થયા તે તરી ગયા. હિસાબ ચોખ્ખો છે. એ બુદ્ધ હોય, મહાદેવ હોય, શંકર FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર , 116 E=
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy