SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯૦) યોગદૃષ્ટિસમુચ્ચય વિવિક્ત આત્માને તે સથી રહિત એવા આ એક શાશ્વત લેાક છે. એવા આ કેવલ ચૈતન્ય લેકને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપરલેાક કે પરલેાક હારા નથી એમ જે ચિંતવે છે, તેને તે ઇહલેાક્ષીતિ કે પરલેાકભીતિ કયાંથી હેાય ? આમ સતત નિ:શક એવા જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉતિ-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના ખલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ જનેાથી જે સ્વયં વેદાય છે, તે આ એક જ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ કયાંથી હાય ? (૪) જે ‘સત્’ છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તે પછી એનું ખીજાએથી શું ત્રાણુ કરાયું છે ? એટલા માટે એનું અત્રાણુ એવું કંઈ નથી, તેા પછી તે અત્રાણુ ભીતિ જ્ઞાનીને કયાંથી હાય ? (૫) ‘સ્વ રૂપ' એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઇ પણ બીજો પ્રવેશવા શક્ય નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાન જ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિ. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને કયાંથી હોય ? ( ૬ ) પ્રાણના ઉચ્છેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તે નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કી પણ ઉચ્છેદાતું નથી, એથી કરીને તેનું મરણુ કઇ હાય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ કયાંથી હેાય ? ( ૭ ) એક એવું જ્ઞાન અનાદિઅનત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અત્રે બીજાના–દ્વિતીયને ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઇ અત્રે હાય નહિ. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને કાંથી હાય ? સતત નિઃશક એવે જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે.—આમ ઇહલેાકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવે સમ્યગ્દષ્ટિ જ્ઞાની તે સદા પરમ નિભય, પરમ નિઃશંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે ! પ્રત્યાહાર. “પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભાગ હે। મિત્ત ! જડ ચલ જગની એડનેા, ન ઘટે તુજને ભાગ હે! મિત્ત !” —શ્રી દેવચંદ્રજી, સભ્યષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હાય છે, તેટલા માટેજ તેએ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત્ વિષયવિકારમાં ઇંદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇંદ્રિયાને પ્રત્યાહત કરે છે—પાછી ખે’ચી લે છે, પરભાવમાંથી આત્માને પા ‘સકળ જગત્' વાળી સ્વચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પરપરિણતિને વમી આત્મ તે એઠવત્ ’ પરિણતિમાં રમે છે. તેઓ પેાતાના આત્માને સોધીને કહે છે કે-હે આત્મન્ ! હે મિત્ર ! જે તું પુદ્ગલભાગ કરે છે, તે પરપરિણતિપણુ છે, k * सम्मदिट्ठी जीवा णिस्संका होंति निब्भया तेण । સત્તમર્યાવળમુના ના તદ્દા ૩ નિસ્યંા ||”—શ્રી સમયસાર,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy