SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિ રાદષ્ટિ : સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિ:શંકપણુ (૪૮૯) “જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લે. જા સમ્યગ જ્ઞાન સુધારસ ધામ , છાંડી દુર્ભય મિથ્યા નિદ પ્રમાદની રે લે. સહજે પ્રગટ નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજપરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે.” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી ધીરતા–નિર્ભયતા. ધગ ધણું માથે કિયે રે, કુણ ગંજે નર એટ? વિમલ૦”—શ્રી આનંદઘનજી. આ સમ્યગદષ્ટિ મહાત્માઓ આવા વિવેકી હોય છે, એટલા માટે જ ધીર હોય છે, અચપલ–અચંચલ હોય છે, પરમ નિર્ભય હોય છે, કારણ કે ભય-ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પિતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગૃષ્ટિ પુરુષો તે દઢ નિશ્ચયપણે જાણે છે કે મહારું કાંઈ ચાલ્યું જવાનું નથી, હારું છે તે તે હારી પાસે જ છે, બાકી બીજુ બધુંય અનેરું છે. “અવધૂ કયા તેરા? કયા મેરા ? તેરા હે સે તેરી પાસે, અવર સબહી અનેરા. માટે હારે ભય છે? ચિંતા શી? વિકલ્પ છે? “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ૫ શે ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” છું. આવા સમ્યગદષ્ટિએ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે જ્યારે વજ પડતું હોય ને ભયથી કંપાયમાન થતું લેય તેને માર્ગ છેડતું હોય, ત્યારે નિસર્ગ - નિર્ભયતાથી સર્વ જ શંકા છેડી દઈ, તેઓ સ્વયં પિતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ્ય જ્ઞાનદેહરૂપ જાણતા હોઈ બેધથી ચુત થતા જ્ઞાનીનું પરમ નથી,” (જુઓ પૃ. ૬૮, ફુટનોટ ). અને આમ જેને જ્ઞાનદેવમય નિજ નિઃશંકપણું સહજાન્મસ્વરૂપને પરમ અખંડ નિશ્ચય ઉપ છે એવા ધીર * સમ્યગદષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ ભય રહેતો નથી. એ તે પરમ નિઃશંક હોય છે, કારણ કે (૧-૨) સર્વથી* જુદા એવા આ * આ સાત ભયનું વિસ્તરથી પરમ મને જ્ઞ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજી(?)કૃત પંચાધ્યાચીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જેવું. તેનું સારભૂત સંક્ષેપ પણ સંપૂર્ણ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાઇએ પરમ સુંદર રીતે અને આધારરૂપ લીધેલા પરમ અભુત ચમત્કારિક સમયસારેકલશમાં લલકાયું છે. જેમકે – “ટો: શાશ્વત પણ પ સરકચરો વિવિIRમનश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोको यन्न तवापरस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિઃરા સતતં સાં સ સઘં જ્ઞાનં સવા વિનંતિ | ઇત્યાદિ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy