SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાદષ્ટિ: પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન !' (૪૯૧) પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠને હે મિત્ર ! તને ભોગ ઘટતે નથી. આ મુદ્દગલ સર્વ જીવોએ અનંત વાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કણ ખાય? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કે ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણવિવંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગથી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદનને કેણ ચાખે? “ક સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન રે....કરે સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે...કરે સાચા ” શ્રી દેવચંદ્રજી. પાંચ ઇંદ્રિયના વિષયભાગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. જે “આપાતમાગું-આરંભ માત્ર સુખદાયક લાગે છે, તે વિષયભોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે. આ ભોગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સરસવ જેટલું અંતર છે.” એકેક ઇંદ્રિયને ત્યાગે ચેતન !” પરવશપણથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું જે ! (જુઓ પૃ. ૩૧૮-૩૧૯ ) તે પછી પાંચ ઇંદ્રિયના પ્રબળપણથી તે કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન ! તું વિષયવાસના છેડીને નિજસ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવ કાદિના અનંત સુખ ભેગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજ નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુરછ કામભોગની વાંછા કરે છે! તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે ? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનેથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભેગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતે નથી, માટે આવા તૃષ્ણ-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું.x-આમ આ પુદ્ગલભગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તે હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલ ભેગની આસક્તિ છેડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગને આસ્વાદ લે ! » વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્ન.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy