SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૮) ગદષ્ટિસમુચ્ચય ને ભાવી બંધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મેહને હઠથી અનુભવ હંસ હઠાવી અંતમાં નિહાળે છે, તે એક આત્માનુભવથી જ જેને મહિમા શું પેખ રે” ગમ્ય છે એ આ પ્રગટ આત્મા ધ્રુવપણે “સ્થિત છે, અને તે નિત્ય કર્મકલંક પંકથી રહિત એ સ્વયં શાશ્વત દેવ છે”. આમ હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્ય દૃષ્ટિ પુરુષ આત્મા–અનાત્માને વિવેક કરે છે, સ્વ–પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જુદું છે, મ્યાનથી જેમ તલવાર જુદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જુદ છે, એમ તે અનુભવે છે; સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જુદો ને જુદો જણાય છે અને જે પ્રગટ ચૈિતન્યમય સ્વરૂપ છે, એ આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જુદી છે, તેમાં પલંગ ન્યારો-જુદે છે, તેમાં સેજ-પથારી ન્યારી છે તેની ચાદર પણ ન્યારી છે, આ પરવસ્તુ સાથેને હાર સંબંધ છે, એમાં હારી સ્થાપના કરવી–આત્મબુદ્ધિ કરવી જુઠી છે,-એમ સમજી સમ્યગદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બની, દૃષ્ટિ ખેલીને દેખે છે, તે પિતાનું–આત્માનું સ્વરૂપ દેખે છે. “નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવર કરે, અનુભવ હંસ શું પેખ રે....પ્રણમું પદપંકજ પાર્શ્વના.” –શ્રી આનંદઘનજી. “ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારે, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂઠી મેરી થપના; અતીત અવસ્થા સેન, નિદ્રા વહી કેઉ પૈન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; શ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બુઝ, સૂઝે સબ અંગ લખી, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દષ્ટિ ખેલિકે, સંભાલે રૂ૫ અપના.” -કવિવર બનારસીદાસજી, અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, “સોડથું'. તે નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષુપ્ત-સૂતો હતો, અને જેના સદૂભાવે હું જાગ્રત થયે-ઊડ્યો, તે અતીન્દ્રિય અનિદેશ્ય એ સ્વસવેવ હું છું. (જુઓ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સભ્ય જ્ઞાનસુધારસધામ એ આત્મા જાગ્યો છે ને બોલી ઊઠે છે કે* " येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ।। यदभावे सुषुप्ताऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥" શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy