SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિષ્ટિ : વિવેકખ્યાતિ-અનુભવ હંસૂ શું પેખ રે' (૪૮૭) એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત; તવથી ધર્મભાવના, ત્યારે પ્રયત્નવંત ૧૫૮ અર્થ –એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધમબાધાના પરિત્યાગમાં યતનવંત હોય છે. વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર–અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તત્વથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે – વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે; મૃગજલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે; પર છે પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય-પિતાને છે, પારકે નથી; અને એ જ પરમ તત્ત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ-અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે–ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી બેબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગદષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવને-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધા છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨). આમ સ્વ-પરભાવને વિવેક ઉપજે હેવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂતક વર્તમાન x “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । यात्मात्मानुभवैकाम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपविकलो देवः स्वयं शाश्वतः ॥" શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ,
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy