SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે હડફયા કૂતરા-વિષ-નિવારણ ૧. વિષ, નૌસાદર, પારદ, ગંધક, તુર્થી, બધાં સમભાગે અને શુદ્ધ લેવાં, લીંબુના રસમાં ઘૂંટી ગોળી બનાવવી, પછી ડંક પર લગાડવી, અને દશમે ઠારે ચડાવવી, આમ કરવાથી કરડેલ કૂતરાંનાં વાળા નિકળી જાય છે, વિષ શમન થાય છે. ૨. નેપાલે ના રંક, નાત, ટંકણ, કડવી ઝૂંબી, હિંગૂલ, પીપલ, મરી, હરડે ૧-૧ ટંક, ગોળ ૪ ટંક, લઈ વાટી ગોળિઓ એટલી એવી મેટી બનાવવી કે ૨૧ દિવસ ચાલી શક્રે. આ ગોળીથી ગમે તેવા કૂતરાનું વિષ ઉતરી જાય છે, પાણી સાથે ગોળી આપવી. ૩. કડવી તુંબડીને ગર્ભ, નેપાલ, સેવંગી, હિંગ, મરી, ૪-૪ ટક, સમભાગે ગેળમાં ૨ ટેકની ગોળી બનાવવી, દંશ પર આ ગોળી બાંધવી, સવારે અને સાંજે પરમ ઉપકારક ઔષધ છે. ૪. કૂકડાની વિટ્ટા અને કતરાની દાઢ ઘસી લગાવે તો દાંત પાકે નહીં. અને કૂતરાનું ઝેર વધારે ન ચડે. ૫. વાંઝિયા કે કેડાંનું મૂલ ૩ ટંક, ખાંડ છ ટંક, ૩ દિવસ ખવડાવવાથી કૂતરાં કરડ્યાનું ઝેર શમન થાય છે. છે. કળીચૂને કરંજ્યિાના તેલમાં વાટી કરડેલ સ્થાન પર લગાડે, તત્કાલ આરામ મળે છે. ૭. ચૌરાના ડાંખડાંનું ચૂર્ણ રા તલા, ૫ તોલા કૂપજલ સાથે પાવું, કેવલ ૩ દિવસ જ પાણી પણ કૂઆનું જ પીવું. પશ્ચ અલૂણાં જૂઅરના બાકુલા જ ખાવા, હડકિયા વિષ નાશ પામે. ૮. ભૂમિડેડા કૂઆના જલપાં પીવાથી પણ સારી યાદત મળે છે. ૯. અપામાર્ગનાં પાંદડાની ટીકળી દંશ પર બાંધવી હિતાવહ છે. ભિલામા વિષ ૧. મરવાનો રસ ચોપડવાથી ભિલામાના સોજા ઉતારે છે, તતળી ગયેલ સ્થાન પર લગાડવાથી લાભ થાય છે. ૨. એર ડોલી ઘસી લગાડવાથી ભિલામાંનું વિષ ઉતરે છે. ૩. તુલસી, કાળું જીરું મલાઈ, ચારેલી, બદામ ઘસી લેપ કરવાથી પણ વિષ ઉતરે છે. ૪. અખરોટ અને ચારોલી માખણમાં ઘસી લગાડે અને ખાવાથી અત્યની પ્રભાવશાળી લાભ થાય છે. ૫. કાચી આંબલી પાણીમાં નાખી ઉકાળી એ પાણીથી સ્નાન કરાવવાથી પણ ભિલામાનો સોજો ઉતરે છે. ભિલામાંનું કામ કરનારે પહેલાંથી જ સાવધાની રાખવી જોઈએ. ટોપરાનું તેલ ચોપડી કામ કરે તે ઉપદ્રવજ ન થાય, ભિલામાં ઔષધની દૃષ્ટિએ આયુર્વેદનું મહામૂલ્યવાન રત્ન છે, તલ અને ચારેલી ખાવાથી પણ વિષ ઉતરે છે. તથા હળદર ચારેલી, તલ શિલા પર વાટી લગાડવું પણ સારું છે. ૧. મકડી વિષ નિવારણ–માટે સરસિયાંની ખલી ડંક પર લગાડવી, અથવા ઝેર કોચલું ધસી લગાડવું. ૧. આ વિષ–દહીં, હરડે અને ખાંડ ખાવાથી આકડાનાં દૂધનું ઝેર ઉતરે છે, દૂધ આંખમાં પડયું હોય તો ગૌદુધનું અંજન કરવું, ભેંસનું ગેબર છાશમાં મેળવી દેવાથી અવિષ શમે છે. થાર-ધૂઅર–હીંગ ખવરાવવાથી યૂઅરનાં દૂધનું ઝેર ઉતરે છે, જે કદાચ યૂઅરનું દૂધ આંખમાં ચાલ્યું ગયું હોય તે બકરીના દૂધની ધાર આંખમાં નંખાવવી,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy