SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજથી સ્વપ લઈ વિશિષ્ટ દેય તેમનાં જીવનની વિશેષતા હતી. આધ્યાત્મિક ઉપદેશ આપી તેઓ જેવી રીતે મનસ્તાપ દૂર કરી શાંત અને શાશ્વત દિશામાં માનવને ગતિમાન કરતા તેવી જ રીતે વસુધૈવ કુટુંબકમૂના મૂલ્યવાન આદશને જીવનમાં મૃતરૂપ આપી રોગગ્રસ્ત પ્રાણીઓની અહિંસાત્મક ચિકિત્સા કરી રોગ મુક્ત કરવા સદા-સર્વદા યથેષ્ટ રીત્યા સચેષ્ટ રહેતા. ઉપર્યુક્ત પંકિતગત કથનના સમર્થનમાં સં. ૧૭પ૬ માં સંકલિત પ્રસ્તુત આયુર્વેદ સર્વ સાર સંગ્રહને ઉપસ્થિત કરી શકાય, અસંદિગ્ધ રૂપેણ કહી શકાય કે આ સંગ્રહ શત્તાબ્દીઓના અનેક કુશલ અનુભવી પ્રાણાચાર્યોને કેશ છે, જેની નોંધવા યોગ્ય વિશેષતા એ છે કે લગભગ સપૂર્ણ પ્રયાગો વાનસ્પતિક છે અને તે પણ પ્રાયઃ સર્વત્ર સરળતયા સમુપલબ્ધ થઈ શકે એવા છે. આપા મસ્તક પ્રયોગોનું વ્યવસ્થિત સંકલન દર્શાવે છે કે સંગ્રાહકે વર્ષો સુધી અનેકવિધ પ્રયોગોનું પરીક્ષણ કર્યું, અનંતર ગ્રંથરૂપે સર્જાયું કારણ કે એક એક રોગ નિવૃત્તિ માટે એકાધિક સરલ અને અલ્પ વ્યયી પ્રણે ટાંકડ્યાં છે. વિશિષ્ટ પ્રયોગ જે જે પ્રાણાચાર્યો પાસેથી પ્રાપ્ત કર્યા છે તેમનું નામ આપી સંકલિકતાએ એમનું ઋણ સ્વીકાર્યું છે. ઉદાહરણ તરીકે ઋષિ ખિમસી, જોષી ભગવાનદાસ, ઠાકુરશી નાણાવાલ, બાલગિરિ આદિ આદિ. આ સંકલન ઉદયપુરમાં કરવામાં આવ્યું હોવાથી વિશેષ કરીને મેવાડમાં પ્રાપ્ત વનસ્પતીઓનો ખૂબ ઉપગ દર્શાવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ગાંઠિયાખડ જેવી મહત્ત્વપૂર્ણ ઔષધિનો અત્યારે પણ તીવ્ર વાતનાશક ઔષધિ તરીકે તે પ્રદેશમાં વ્યવહત થાય છે જે અસ્થિ સંધાનમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એકલિંગજી નિકટ રાષ્ટ્રસેના-રાઠાસેનજીના ડુંગરમાં આ વધારે મળે છે. ત્યાં કઈ પણ ઢોર અથવા માણસનું હાડકું ભાંગતાં એને વાટીને ત્રણ દિવસ પીવાથી ગમે તે જગ્યાના ખંડિત અસ્થિ ત્રણ જ દિવસમાં જોડાઈ જાય છે." ૧. એકલિંગજી (ઉદયપુરથી ૧૨ માઈલ)થી ૨ માઈલ દૂર પૂર્વ દિશામાં રાઠાસેન-મગરે-વિશાલ ગિરિશ્રગ છે. જેના સર્વોચ્ચ શિખર પર ભારતીય શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તાિકળાનાં અવિસ્મરણીય ધામરુપ માતૃમંદિર નિર્મિત છે, પ્રાકૃતિઃ સૌન્દર્યની દૃષ્ટિથી આ સ્થાન અત્યન્ત મનોરમ છે. એકલિંગ માહાભ્યાદિ મેવાડના પ્રાચીન સાહિત્યમાં સંક્રતો મળે છે કે અહીં કુશિક શાખાના પાશુપતાચાર્ય હાર તરાશિએ ૧૨ વર્ષ સુધી ઉગ્રતપશ્ચર્યા કરી માતાને પ્રસન્ન કર્યા હતાં, આચાર્યશ્રીની સેવામાં સદા તત્પર બાપા રાવળે એમનાં અનુગ્રહથી રાજ્ય વિસ્તાર કર્યો. અને હારીત રાશિએ બાપા રાવળનાં રાયની અધિષ્ઠાતૃ-દેવી તરીકે એ શક્તિને સ્થાપિત કરી. પુરાણુ અને મહામ્યમાં માતા રાષ્ટ્રશ્યનારાઠાસેન નામે મળે છે, માતૃ ઉત્પત્તિ, પૂજન-પદ્ધતિ આદિનું વિશદ્ વર્ણન મહારાણુ રાયમલના સમયમાં બનેલ એકલિંગ માહાસ્યમાં મળે છે, મુંહતા નૈણસીની ખ્યાત અને તદુત્તરવતી શિલાલિપિઓમાં પણ રાષ્ટ્રશ્યનાનાં ઉલ્લેખ મળે છે, શામળી રુપે બાપાના રાજ નામ પ્રસિદ્ધ થયું હોય એમ લાગે છે, ભારતમાં કાઈ પણ રાજ્યની સ્વતંત્ર રક્ષિકા દેવી તરીકેની - સ્થાપનામાં રાષ્ટ્રશ્યના પ્રથમ ગણી શકાય. આ સ્થાન એકાન્ત અને ભયજનક છે. નિકટવતી જનતાનું લૌકિક તીર્થપણુ, સંસારનાં શકિત; બલિદાનનાં ઈતિહાસમાં અન્યત્ર ન બનેલ એક ઘટનાએ અહીં વિક્રમ નેંધાવ્યું છે. અને તે એ કે - સમીપસ્થ દેલવાડાના શાસક રાધાદેવ સં. ૧૭૩૯ માં અશ્વિન નવરાત્રિના પ્રસંગે પિતાના બાદરબષ્ણ હાથીની બલિ આપી મહારાણુ રાજસિંહ (સમય ૧૭૦૯-૩૯)ના ઉપહાસને ઉત્તર વાળ્યો હતો. –મુનિ કાન્તિસાગર–ભગવાન એકલિંગજી–એક અનુશીલન,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy