SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભટ્ટારકા જન સાધારણમાં લોકગુરુ તરીકે પ`કાતા. તતત્ સ્થાનાના શાસકે પણ આ વિદ્યાને કારણે જ તેનું વિશિષ્ટ સન્માન કરી મોટી જાગીરા સમર્પિત કરી દેવામાં ગૌરવ માનતા. સંકૃતિત પ્રકારના સંકલનાનું અદ્યતન વિશુદ્ધ શાસ્ત્રીય પરંપરા પોષક અને સ્થિતિપાલક વિદ્વત્ વૈદ્યોની દૃષ્ટિએ અધિક મૂલ્ય ભલે ન હોય પરંતુ અલ્પવ્યયી અને સદ્ય ફલ પ્રદાયિકા ચિકિત્સાની અપે ક્ષાએ તેનું અત્યધિક મહત્ત્વ છે. આવા પ્રયાગાને અધ્યયનની દૃષ્ટિએ આપણે એ ભાગામાં વિભકત કરી શકીએ. એક તેા શાસ્ત્ર સમર્થિત અથવા ઉલ્લિખિત અને બીજા પ્રાદેશિક તથા પારંપરિક શાસ્ત્રીય પ્રયાગ શતાબ્દીઓથી વિભિન્ન કાલામાં ચરાતા આવતા હોઈ તેના પ્રતિ સહજ વિશિષ્ટ જનશ્રદ્ધા ધરાવે છે. જ્યાં સુધી રસાને પ્રશ્ન છે ત્યાં સુધી એક જ રસ અથવા ધાતુના શોધન સ્વેદન માટે કાલાંતરમાં નવા નવા પ્રયાગાને આવિષ્કાર થયા, જેના ઉલ્લેખ શાસ્ત્રામાં નથી. પરંતુ આવા આકલિત ગુટકાઓમાં તે પદ્ધતિએ વર્ષોના અનુભવ જ્ઞાન-વિધિરૂપે સુરક્ષિત છે. અને તેનાથી જનસ્વાસ્થ્યની દિશામાં ઉત્તરાત્તર પ્રગતિ થઈ છે. પ્રત્યેક પ્રાંતમાં જ્યાં શાસ્ત્રીય ચિકિત્સા પદ્ધતિને અહાળેા પ્રચાર છે જે શતાબ્દીએથી પાર’પરિક અથવા સ્મૃતિમાં રમતા પ્રયાગાને આધારે માનવ' અને પશુ ચિકિત્સા દ્વારા સ્વાસ્થ્ય કેળવે છે. અને તે પણ એવી વનસ્પતિઓ દ્વારા કે જેનેા ઉલ્લેખ નિધ યુએમાં શાબ્વે મળતા નથી. તથા તે તે પ્રદેશામાં પ્રાપ્ત થાય છે. આવા સંકલનાની પરંપરાએ ભારતમાં કયારે જન્મ લીધો તેને આદિકાળ અજ્ઞાત છે. પણુ એટલું સહજ કલ્પ્ય છે કે વિશિષ્ટ બૌદ્ધિક જીવન યાપન કરનાર ચિન્તનને વિકસાવી શકે છે. અર્થાત્ સ્વાનુભવ ભાષાના માધ્યમ દ્વારા માનવ જગત સુધી અભિવ્યક્ત કરી શકે છે એમના વિચારાના ક્રમબદ્ પરિપાક વિવેચનાત્મક ગ્રંથામાં જોવા મળે છે. જ્યારે સામાન્ય કેટિના મનુષ્યા પાતા પૂરતા જ સ્ફુટ વિચાર। લખી દૈનદિની રૂપે સુરક્ષિત રાખે છે. જૈન જ્ઞાન ભંડારાના પરિશિલનથી સ્પષ્ટ થાય છે કે જૈન યતિ મુનિએ સ્વત ંત્ર ગ્રંથ નિર્માણુની પરંપરા સમાપ્ત અથવા તેા સીમિત થવાને કારણે સ્ફુટ પ્રયોગોનુ ટાંચણુ પાતાની નિત્ય સ્વાધ્યાયની અતિ પ્રિય પુસ્તકામાં કરવા લાગ્યા. કારણ કે જૈન મુનિએ સમાજમૂલક જીવન વ્યતીત કરવા લાગ્યા હતા. સમાજના સંપર્કમાં રહી એક બીજાના સુખદુઃખથી અસંખ્રુક્ત રહેવું કેટલું કઠિન હતું. એ સમજવાના વિષય છે. જેમ જેમ સામાજિક સપર્ક ગાઢ થતા ગયા, તેમ તેમ અનાકાંક્ષિવન આવા પ્રયાગાનું સ્વત ંત્ર સાહિત્ય અભિવૃદ્ધ થવા લાગ્યું અને કાલાંતરમાં જૈન યુતિ મુનિએના આ પ્રયત્ન ચિકિત્સા પદ્ધતિના અક્ષય ભંડારરૂપે ફેલાયેલો છે. પ્રસ્તુત સંકલન વ્યક્તિ સ્વાતંત્ર્યમાં સંપૂર્ણ પણે શ્રદ્ધા ધરાવતી શ્રમણ પરંપરા ભારતની એક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક સંસ્થા, પ્રાણવાન પુરૂષા તથા પ્રેરણાનુ' પ્રતીક છે. રાષ્ટ્રના સર્વાંગીણ સમુધ્ધ અને વિશેષતઃ આધ્યાત્મિક તથા નૈતિક ચેતના જાગૃત કરવામાં તેના ફાળા અન્ય સંત પર પરાપ્રેક્ષયા સર્વાધિક ઉલ્લેખનીય રહ્યો છે પાતે સાધના, આરાધના અને સમુપાસનામાં અનુરકત રહીને પણ લોકમંગલ મૂલક પ્રત્યેક નિવૃત્તિ પ્રધાન પ્રવૃત્તિને વેગ આપી મનનશીલ મનીષ! મુનિએએ સમ, શ્રમ અને શમના સિદ્ધાન્તા દૈનિક જીવનમાં સાકાર કરી સમાજ સમક્ષ સ્વર્ણિમ આદર્શ ઉપસ્થિત કર્યાં છે. તેમનુ ‘સ્વ’ અતિ વ્યાપક પરમાં અનુસ્મૃત હતુ. એટલે તેઓ સ્વપરના સામાન્ય ગણાતા એવા ભેદને ભુલાવી દ્વૈતને અદ્વૈતમાં પરિણામવી શકયા. માનવ જ નહિ પ્રાણી માત્રની સેવા તેમનું અખંડ વ્રત હતું,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy