SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ ૨૩ હિરાબા : હંઅ. દાદાશ્રી : હું તો શામળો, એ તો ગોરાગબ જેવા હતા. જુઓ ને, એમના પગ કેવા સારા છે ! રેશમ જેવા પગ ! રેશમ જેવું છે આ બધું ! નીરુમા (હીરાબાને) : શું કહે છે દાદા ? જુઓ બા, દાદાનાય પગ કેવા રેશમ જેવા જ છે ને ! કેવા છે, બા ? હીરાબા : મારા વધારે છે. નીરુમા (દાદાશ્રીને) : તમારા સુતરાઉ જેવા અને એમના આ રેશમ જેવા એવું કહે છે. દાદાશ્રી : ઘેર બેસી રહેવાનું, તમારે બીજું કામ શું હતું? પ્રશ્નકર્તા : દાદાને ગામેગામ ફરવાનું. દાદાશ્રી : મારે તો કણીઓ હઉ પડેલી. હિરાબા : કણી કાઢી હતી ને ! દાદાશ્રી : કાઢી હતી. હીરાબા : જયરામભાઈ તેડી લાવ્યા હતા કણીઓ કાઢવા. દાદાશ્રી: હા, હા, તેડી લાવ્યા હતા, હજુ યાદ છે એમને. “એ' પહેલેથી ઓછું સાંભળે નીરુમા : દાદા ઓછું ક્યારથી સાંભળતા'તા ? હીરાબા હમણે ઓછું સાંભળે... એ તો સાંભળવું હોય તો સાંભળે. નીરુમા : એમ ? પણ નાના હતા ત્યારથી, તમે પૈણીને આવ્યા ત્યારથી ઓછું સાંભળતા'તા ? હિરાબા : તે ઘડીએય ઓછું સાંભળે.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy