SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] પરણતી વેળાએ ૨૧ નીરુમા : રમાડે છે ને ! બા, દાદા કહે છે, “ચૂંટી ખણીને જીતી ગયો’, એવું કર્યું હતું ? હીરાબા : દે (દેવ) જાણે. લગ્ન વખતે રમાડે રૂપિયા, ચૂંટી ખણીને જીતે ચલણિયા દાદાશ્રી : સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે, પણ લગ્ન કરતી વખતે જ પુરુષે મનમાં નક્કી કર્યું હોય છે કે આપણે કોઈ દહાડો વહુને જીતવા ના દેવી, એને આગળ આવવા જ ના દેવી. એટલે આ બેની ભાંજગડો પડ્યા કરે છે. આપણે ત્યાં રૂપિયા રમાડે છે તે તમે રમેલા કે ? તે કોણ એ રૂપિયો સ્ત્રીના હાથમાં જવા દે ? અરે, હું જ કહ્યું કે મેં જ ચૂંટી ખણી હતી ને ! વહુ રૂપિયો લઈ લે તો આ બધાની વચ્ચે આબરૂ જાય ને ! પરણ્યાને ત્યાંથી જ ભાંજગડ છે ને ! અંદરથી જ ભાંજગડ છે ને ! એટલે આ જગત સમજવા જેવું છે. સાસુ તો મળ્યા સારા સાસુ સારા મળ્યા હતા ? પૂછી જુઓ ને ! નીરુમા : બા, સાસુ કેવા મળ્યા હતા તમને ? હિરાબા : સારા. નીરુમા : સાસુ તમને વઢતા હતા ખરા કોઈ દહાડો ? હીરાબા : ના, સાસુ તો સારા હતા. દાદાશ્રી : આવા મળે જ નહીં, સાસુ ના મળે. ત્યારે ઝવેરબાને વહુએય સારા મળ્યા ને, હીરાબા ! બાના જેવા તો બધાને સાસુ મળે જ નહીં ને ! હીરાબા ઃ આ મારા સાસુ તો સારા હતા, પણ તમે નકામા હતા. (મજાકમાં) દાદાશ્રી : હા, એ બરોબર છે, પણ સાસુ તો સારા ને ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy