SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ O જ્ઞાની પુરુષ (ભાગ-૨) હિરાબા : ફેંટો. નીરુમા : ઘોડા ઉપર આવ્યા હતા કે મોટર પર ? શેમાં ઊઘલ્યા હતા ? હિરાબા : બગીમાં. નીરુમા : ચાર ઘોડા કે બે ઘોડાવાળી ? હિરાબા : ચાર ઘોડાવાળી. દાદાશ્રી : હજુ યાદ છે. હીરાબા : ગાનારો આવ્યો હતો. દાદાશ્રી : શું ગાતો હતો ? હીરાબા એ કંઈક ગાતો હતો. નીરુમા : યાદ છે બા, શું ગાતો હતો ? લગ્નના.. હીરાબા ના, એ તો વાજાપેટી લઈને આવ્યો હતો. લગ્ન વખતે રૂપિયાની રમતમાં અમે જીતેલા દાદાશ્રી : એ તો રૂપિયા રમતી વખતે જીતી ગયો હતો ને હું. નીરુમા : એ જીત્યા હતા, બા ? હીરાબા ઃ હં. દાદાશ્રી : ચૂંટી ખણીને જીતી ગયો હતો હાથેથી. એમ તો એમ જોરદાર હતા પાછા. નીરુમા હે બા, સાચું કહે છે દાદા ? રૂપિયો દાદા જીતી ગયા હતા ? હીરાબા : હા. દાદાશ્રી : જીતી જાય ને રૂપિયો. અત્યારે હવે રૂપિયા નથી રમાડતા, નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy