________________
ઝાકળભીનાં મોતી
છે છે. મારી તૃષ્ણા સદાય મને કંઝાડતી રહી છે. મારી આશાઓ માત્ર નિરાશાની જનની જ બની રહી. હવે કરવું શું ?”
જ્ઞાની પુરુષે આનંદવર્ધનને હૈયાધારણ આપતાં કહ્યું, “હે રાજન ! તારે પૂર્ણ સુખ મેળવવું હોય તો તેનો ઉપાય સાવ સરળ છે. જે કોઈ ખરેખર સુખી હોય તેનું પહેરણ લઈ આવ. એ પહેરવાથી તને પૂર્ણસુખની પ્રાપ્તિ થશે.”
રાજાએ સાચા સુખની શોધ માટે ચારેકોર રાજસેવકોને દોડાવ્યા. ઠેર ઠેર તપાસ કરી, રાજ્યનો ખૂણેખૂણો શોધી વળ્યા. ઘણી તપાસને અંતે જંગલમાં એક આનંદમસ્ત સુખી માણસ મળી આવ્યો.
આ સમાચાર સાંભળી રાજા આનંઠવ ધનની ખુશીનો પાર ન રહ્યો. એણે મનમાં વિચાર્યું કે એનું પહેરણ મળતાં હું સાચા અર્થમાં આનંદવર્ધન કહેવાઈશ.
એ ખરેખરા સુખી માણસને રાજસભામાં બોલાવ્યો. અને રાજાએ એનું પહેરણ માગ્યું ત્યારે આનંદના ફુવારા છોડતું મસ્ત હાસ્ય કરીને એણે કહ્યું,
ઓહ ! મેં તો કદી પહેરણ પહેર્યું જ નથી.”
છે ઝાકળભીનાં મોતી છે કે પ્રયત્ન અને પુરુષાર્થ આદરીએ, આખરે યોજના સફળ થાય ત્યારે શું ?
ત્યારે આપણે આનંદથી નાચી ઊઠતા નથી. હૈયું પુલક્તિ બનીને થનગની ઊઠતું નથી, કેમ કે એટલે જ હિસાબ લગાવીએ છીએ કે આ તો મેળવવાની ગોઠવણ કરી હતી અને મળી ગયા.
અને જો એ વીસ હજારને બદલે માત્ર દશ હજાર મળે તો સ્વાભાવિક રીતે અડધો આનંદ તો થવો જોઈએ, પણ મને તો નિરાશામાં ડૂબી જશે, કારણ કે આપણી અપેક્ષા વીસ હજારની હતી અને મનને દશ હજાર ન મળ્યા, એની અકળામણ સતત સતાવ્યા કરશે.
વળી કશુંય ન મળે તો જિંદગી હતાશ બની જશે. એક ફરિયાદ બની જશે. દિલ માં એક દર્દ આવી જશે કે ભૂતકાળ તો વેડફાઈ ગયો, પણ વર્તમાનેય વ્યર્થ નીવડયો. હવે પછી ભવિષ્ય ની આશા શી ?
આશા વિના પક્ષી ઓ કલરવ કરે છે. વૃક્ષો વાયુનો વીંઝણો ઢોળે છે. આકાશ ચમકતા સિતારાઓથી છલકાઈ જાય છે. કેટલી બધી આનંદની મસ્તી ઊભરાય છે ત્યાં ! કશીય આશા વિના કરેલું નાનકડું કાર્ય કેટલો વિરાટ આનંદ આપે છે એ જીવનમાં એક વાર માણી તો જોજો !
સુખની આશા છોડવામાં જ સાચું સુખ છુપાયેલું છે. અપેક્ષાને ઓળંગનાર જ આનંદના સીમાડે પહોંચી શકે છે.
સાચા સુખનું રહસ્ય એ છે કે સુખની આશા છોડી દેવી. આશા માનવીને ખૂબ દુઃખી કરે છે.
આપણે આશા રાખી હોય કે અમુક વ્યવસાય માંથી વીસ હજારનો નક્ષે કરીશું. એ માટે ઘણી મહેનત કરીએ. ફફફ$$$$$$ 92 888888888