SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭] અપેક્ષાની પેલે પાર ફફફ ફફફ ઝાકળભીનાં મોતી છે આ પ્રસંગનો મર્મ એ છે કે બંધન માનવી પોતાની ઈચ્છાથી સ્વીકારે છે. કોઈ કોઈનેય બંધનમાં નાખી શકતું નથી. દુનિયાની કોઈ પણ શક્તિ અન્યને બાંધી શકતી નથી. માનવીને પોતાને બંધાવું ગમે છે. બંધનનાં દુ:ખોમાં તવાવું ગમે છે. લોભી વિચારશે કે ધન એને બાંધે છે. કામી વિચારશે કે કામિની એને બાંધે છે. જ્ઞાની વિચારશે કે જ્ઞાન એને બાંધે છે. આસક્તિગ્રસ્ત માનશે કે વાસના એને વળગેલી છે. હકીકતમાં પરિસ્થિતિ સાવ ઊલટી છે. પણ ચાલક માનવી પોતાને આસપાસનાં બંધનમાં બંધાયેલો બતાવીને હમદર્દીની ભીખ માગતો હોય છે. એ કહેશે કે અમે કરી એ પણ શું ? કેટકેટલાં બંધનોથી બંધાયેલા છીએ. કેટકેટલી ચિંતાઓ અને જવાબદારી ઓ થી ઘેરાયેલા છીએ. આમાંથી છુટકા રો મેળવવો અઘરો જ નહિ, પણ અશક્ય છે. આવો ચતુર માનવી બંધનોના ફંદામાં ફસાતો જશે. બીજાના પર દોષ નાખી બંધનોથી વધુ ને વધુ ઘેરાતો જશે.. આ બંધનોમાં એ પોતે જ એટલો બંધાઈ જશે કે પછી બંધનોની તાબેદારી સિવાય એના જીવનમાં બીજું કશું બચ્યું નહિ હોય. વિદર્ભ દેશના રાજાનું નામ આનંદવર્ધન હતું. પણ એના જીવનમાં દુઃખનો કોઈ પાર નહોતો. આખી જિંદગી સુખની આશામાં કાઢી. અને સુખ તો ક્યારેય મળ્યું નહિ. ચિત્તમાં સદા તૃષ્ણાએ વાસ કર્યો અને એ તૃષ્ણા અતૃપ્તિની આગ પેટાવતી જ રહી. સુખનાં સાધનોની તૃષ્ણામાં એણે દુઃખ નો દરિયો ખડો કર્યો. - રાજા આનંદવર્ધને પ્રસન્ન રહેવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ એના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા. એના ચહેરા પર સદાય નિરાશા અને ઉદાસી વસવા લાગી. આખરે આનંદવર્ધન એક જ્ઞાની પુરુષ પાસે પહોંચ્યો. એણે કહ્યું કે “મારી સુખની લાલસા સદાય વણબી પી રહી 88888888888 90 88888888888
SR No.034297
Book TitleZakal Bhina Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1999
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy