________________
રક
બંધન અને મુક્તિ
-
-
-
-
શેખ ફરીદ.
એક નગરમાં થઈને પસાર થતા હતા. એમની સાથે પાંચ-સાત શિષ્યો હતા.
રાજમાર્ગ ઉપર એકાએક ઊભા રહી ગયા. ગુરુ થોભ્યા એટલે શિષ્યો પણ અટકી ગયા. શેખ ફરીદે એક દૃશ્ય ભણી આંગળી ચીંધતાં પોતાના શિષ્યોને કહ્યું :
“જુઓ, પેલો માનવી ગાયને લઈને જાય છે. આ દ્રશ્ય પરથી મારા મનમાં એક તાત્વિક પ્રશ્ન ઊઠે છે.”
શિષ્ય ગણે એકસાથે પૂછ્યું : “કયો ?”
શેખ ફરીદ કહે : “આ માનવી ગાયને લઈને જાય છે, પણ ગાયને માનવી એ બાંધી રાખેલી છે કે માનવી ગાયથી બંધાયેલો છે એ મોટો પ્રશ્ન છે.”
જે ઝાકળભીનાં મોતી શિષ્યો તો ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “આ તે શું મોટી વાત ? આમાં વળી તાત્વિક પ્રશ્ન શો ? સાવ સીધી વાત છે. ગાયને માણસે બાંધી છે. એનું સીધું કારણ પણ છે કે દોરડું ગાયના ગળામાં છે અને તે માણસના હાથમાં છે.”
શેખ ફરીદ કહે, “તમને મારો પ્રશ્ન સહજ લાગ્યો, કિંતુ મારો સવાલ એ છે કે જો ગાયને માણસે બાંધી હોય તો પછી માણસને ફિકર શી હોય ? હવે ધારો કે આ દોરડું વચમાંથી કોઈ તોડી નાખે તો ગાય માણસની પાછળ જશે કે માણસ ગાયની પાછળ દોડશે ?”
શિષ્ય -સમુદાય વિચારમાં પડી ગયો. એમને થયું કે ગુરુ કોઈ મજાક કરતા નથી. એમની વાત ગહનતાથી વિચારવા જેવી છે. બધા શિષ્યોએ સ્વીકાર કર્યો કે જો દોરડું તોડી નાખવામાં આવે તો માણસની પાછળ ગાય નહિ દોડે. ગાયની પાછળ માણસ દોડશે.
શેખ ફરીદે કહ્યું, “મારું તમને આ જ કહેવું છે. દોરડું ભલે માણસના હાથમાં હોય, પણ હકીકતમાં એના ગળામાં વીટળાયેલું છે. બહારથી એમ લાગે છે કે ગાયને માણસે બાંધી છે. જરા ઊંડાણથી જોશો તો જણાશે કે ખરેખર તો માણસ ગાયથી બંધાયેલો છે. ”