________________
ફફફ ફફફ ફફઝાકળભીનાં મોતી
જ આ પ્રસંગ કહે છે કે પૂર્ણતા એ પ્રગતિનું પૂર્ણવિરામ છે. પૂર્ણતા સ્થિતિસ્થાપક છે અને અહંકારની જનક છે. પૂર્ણતાનો અનુભવ થતાં વિકાસ રૂંધાઈ જાય છે, પ્રક્રિયા અટકી જાય છે.
પૂર્ણતાને ખોળશો નહિ. સદી અપૂર્ણતાની શોધ કરો. અપૂર્ણતાને ઓળખનાર જ વિકાસ તરફ ગતિ કરતો રહે છે. પ્રત્યેક અપૂર્ણતા એક પડકાર બનીને આવે છે. માનવી એક પછી એક પડકાર ઝીલતો પ્રક્રિયાને પંથે આગળ વધતો આત્મખોજ કરે છે. અપૂર્ણતાના અહંકારનો વિગલન છે. પૂર્ણતાના વિસામા કરતાં અપૂર્ણતાની સફર આનંદદાયી હોય છે.
પરમાત્માને ચાહવાનું હોય,
માણવાનું નહિ
એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી.
એટલામાં ખબર આવી કે પતિ આવે છે ! પણ રે નિષ્ફર સાસુ-સસરા ! નવયૌવનાને એકાંતમાં મૂકી પોતે એકલાં એકલાં દીકરાના સામે યે ચાલ્યાં ગયાં !
પ્રેમદીવાની યૌવનાનું અંતર તલસી રહ્યું છે. આખરે એ દીવાલ ઠેકી પતિને મળવા દોડી.
આ વખતે બાદશાહ અકબર શિકારેથી પાછો ફરતો હતો. સંધ્યાટાણું થઈ જવાથી મગરિબની નમાઝ પઢવા ગાલીચો પાથરીને એ બેઠો હતો.
પ્રેમદીવાની બાઈ દોડતી એ ગાલીચા પરથી પસાર