________________
ફફફફ ફફફ ઝાકળભીનાં મોતી હ૭૭૪૭૭૭૭ કૃતિમાંય એને અપૂર્ણતા જોવા મળે.
ફરી હથોડી અને ટાંકણું લઈને બેસી જાય, એનાથીય અદકી એવી મૂર્તિ ઘડી કાઢે.
એક વાર એણે મોહક સુંદરીનું શિલ્પ ઘડયું. એનાં અંગેઅંગ એવી બારીકાઈથી કંડાર્યો કે જાણે એમાંથી સૌદર્ય નીતરતું જ લાગે ! કોઈ સૌદર્યવતીની જીવતી-જાગતી મનોહર દેહલતા જ દેખાય.
શિલ્પીની કારીગરી પર સહુ કોઈ આફરીન પોકારી ગયા. આખાય ડેન્માર્ક દેશે આ શિલ્પને ઉમળકાથી વધાવી
લીધું.
જ ઝાકળભીનાં મોતી છે શિલ્પી વિવાદમાં કેમ ડૂબી ગયો ? જીવનના સાર્થક્યના ટાણે એ શોક કેમ અનુભવી રહ્યો ?
કોઈએ શિલ્પીને પૂછ્યું, “હે મહાન કલાકાર ! તમે શા માટે રડો છો ? આજે તો તમે સિદ્ધિની ટોચે બિરાજ્યા છો, ત્યારે આવું કેમ કરો છો ?”
- થોડી વારે શિલ્પી શાંત થયો. એણે પોતાની કલાકૃતિ સામે જોઈને કહ્યું, “કલાકોના કલાકોથી હું મથું છું, પણ મારા, આ શિલ્પમાં ઘણું શોધવા છતાંય કોઈ ખામી જણાતી નથી.”
સહુએ કહ્યું, “વાહ ! એથી તો આનંદિત થવું જોઈએ. જીવનમાં આવી ઘડી ક્યારેક જ આવે. ક્યારેક જ કલાકાર પૂર્ણ કલાકૃતિ ઘડી શકે છે. પણ જ્યારે એ કલાકૃતિ રચાય ત્યારે અંતરના આનંદથી એ નાચી ઊઠે છે. જ્યારે તમે તો ચોધાર આંસુએ રડી રહ્યા છે.”
ડેન્માર્કના શિલ્પી થોર્નાલ્ડસને જવાબ વાળ્યો, “ભાઈઓ, મારા રુદનનું રહસ્ય તેમને સમજાવું છે જ્યારે આપણા કોઈ કાર્યમાં અપૂર્ણતા લાગે ત્યારે જ પૂર્ણતા પામવા આગળ વધવાનું મન થાય છે. પૂર્ણતા પામવા માટેનું પ્રેરક બળ જ અપૂર્ણતા છે ! આજે આ શિલ્પમાં મને કોઈ અપૂર્ણતા દેખાતી નથી. પૂર્ણતાનું ભાન થતાં પ્રગતિ અટકી પડે છે. અને તેથી જ હું રડી રહ્યો છું !”
| કિંતુ શિલ્પીના હૃદયમાં કોઈ આનંદ ન હતો, મુખ પર વિષાદ છવાયેલો હતો. કલાકોના કલાકો સુધી ઊંડા વિચારમાં ડૂબીને શિલ્પને નિહાળ્યા કરે, પણ ક્યાંય ખામી જડે નહિ.
સૌદર્યવતીના શિલ્પની પ્રશંસા સાંભળીને દેશવિદેશના કુશળ શિલ્પીઓ મહાન કલાકૃતિ જોવા ઊમટવા લાગ્યા. સહુ કોઈ શિલ્પને જુએ અને એની નખશિખ સંપૂર્ણતા માટે માથું નમાવે.
ચોતરફ ધન્યવાદના શબ્દો ગુંજી રહ્યા હતા. કલાકાર પર પ્રશંસાનાં પુષ્પોની ઝડી વરસતી હતી, ત્યારે બારીક અવલોકન કરતાં શિલ્પી એકાએક રડવા લાગ્યો !
સહુ આશ્ચર્યમાં ડૂબી ગયા. અનેરા આનંદના સમયે